EXCLUSIVE | ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ | વાંચો શું કરવું ?

જાન્યુઆરી,1978 ! હજુય તો 1978ની શરૂઆત જ થઇ, ને દેશનાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ, RBI ગવર્નર ઇન્દ્રપ્રસાદ પટેલ અને અન્ય પારંગત ખેલાડીઓએ સાથે મળીને 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની યોજના ઘડી અને હુકમ કર્યો. મોરારજી દેસાઈ ગુજરાતી, RBIનાં ગવર્નર પણ ગુજરાતી. બરાબર એ જ ઘટના આજે ફરીથી ઘટી. મોદીસાહેબ પણ ગુજરાતી, RBIનાં ગવર્નર ઉર્જિત પટેલ પણ ગુજરાતી ! ગુજરાતીઓની ક્ષમતાઓ પર હજુય કોને વહેમ છે ??

આજે ૮ મી નવેમ્બર ના ૮ વાગ્યે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો અને આ સંદેશો સાંભળી આખો દેશ સ્ત્બંધ થઇ ગયો. હા ! આજે રાતે (8th November) ૧૨ વાગ્યા પછી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા ની નોટો બંધ કરવામાં આવશે. પણ ચિંતા ના કરો તમે આ નોટો બદલી શકશો.કાળા ધન ને ડામવા મોદી સરકારે આ પગલું ભર્યું છે જોવાનું રહેશે આવનારા દિવસો માં કેટલું કારગર સાબિત થશે.

૨ દિવસ ATM બંધ રહેશે.

આવનારા ૨ દિવસ સુંધી ATM સેવાઓ બંધ રહેશે, ૯મી અને ૧૦ મી નવેમ્બર ના રોજ ATM બંધ રહેશે. ઉપરાંત કાલે ૯ મી નવેમ્બર બેંક બધ રહેશે.

નોટો ક્યાં અને કઈ રીતે બદલશો ?

૧૦ નવેમ્બર થી ૩૦ ડીસેમ્બર સુંધી તમે આ નોટો બદલી શકશો. તેના માટે તમારે કોઈ પણ બેંક, પોસ્ટ ઓફીસ પર જઈ તમારા ઓળખાણ ના પુરાવા સાથે બદલી શકશો. જો તમે તેમાં અસમર્થ રહ્યા તો ૩૦ માર્ચ સુંધી રીઝર્વ બેંક માં જમા કરાવી શકશો.

રૂપિયા જમા કરવા માટે કોઈ લીમીટ રાખવામાં આવી નથી પણ હાલ પૂરતા એક સાથે ૧૦,૦૦૦ રૂપિયા જ ઉપાડી શકાશે અને એક અઠવાડિયે ૨૦,૦૦૦ રૂપિયા પણ આવનારા દિવસો માં તેને વધારવામાં આવશે.

૧૧મી નવેમ્બર સુંધી આ જગ્યાઓ પર ૫૦૦ ૧૦૦૦ ની  નોટો ચાલશે.

હોસ્પિટલ, દવા ની દુકાન, પેટ્રોલ પંપ, એરપોર્ટ, સિએનજી પંપ અને સરકારી ક્ષેત્ર ની સંસ્થાઓ માં માન્ય રહેશે.

નવી ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયા ની નોટો આવશે.

જૂની ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરી પણ તેના બદલે નવી ૫૦૦ અને ૨૦૦૦ ની નોટો રજુ કરી છે.

500-2000

કેશલેસ વ્યવહાર ચાલુ રહેશે.

કાર્ડ, ચેક , નેટ બેન્કિંગ જેવા વ્યવહારો ૨ દિવસ ચાલુ જ રહેશે. તેના પર કોઈ રોક લગાવામાં આવી નથી.

હાલ ની પરિસ્થિતિ

મોટા ભાગ ના ATM અને પેટ્રોલ પંપ ની બહાર ખૂબ જ ભીડ જોવા મળી રહી છે લોકો ૧-૧ કલાક થી ATM ના બહાર ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

૨ દિવસ નોટો કોઈ સ્વીકારશે નહિ તેથી સામાન્ય માણસ ને તકલીફ પડી શકે છે કારણકે બેંક અને ATM સેવાઓ બંધ રહેશે.

 

વધુ માહિતી માટે નીચે ની ઈમેજ જોવો.

cwv8oxhuuaa7knr

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments