પુરુષ સશક્તિકરણ !

હમણા માનુશી ચિલ્લર કંઇક જીતી એમાં આખા દેશમાં હો હા થઈ ગઈ હતી , એના થોડા સમય પહેલા રોહિત ખંડેલવાલ એ જ “કંઈક” જીત્યો હતો ત્યારે આટલો હો હા નહોતો થયો. મેં પુછ્યું કે આવુ કેમ તો જવાબો મળ્યા ” આ છોકરી છે ને પેલો છોકરો હતો ”
હવે આ વસ્તુ વિચારવા પર મજબૂર કરી દે છે , સાલુ છોકરો પણ એ જ કોમ્પિટિશન માં જીત્યો એના લેવલ ના લોકો સામે
છોકરી પણ એ જ કોમ્પિટિશન જીતી એના લેવલ ના લોકો સામે તો સાલુ આમાં છોકરો – છોકરી વચ્ચે શેનો ભેદભાવ ??
તો ચલિયે શુરૂ કરતે હૈ…

આધુનિક ભારત ની આધુનિક સ્ત્રીઓ જરુરત કરતા વધારે જ સશક્ત થઈ છે. એમાં ય પાછુ “સ્ત્રી સશક્તિકરણ” અને એની આડપેદાશ “ફિમેનિસમ” નો મસાલો ભભરાવીએ એટલે આધુનિક સ્ત્રીઓ માથે ચડીને બેઠી છે !! આ વધી ગયેલા સ્ત્રી સશક્તિકરણ ને થાળે પાડવા માટે સમાજને એક એકાદ એન્ટી-સ્ત્રીશસક્તિકરણ જેવા અભિયાન ની જરૂર છે.
આ એન્ટી-સ્ત્રીશસક્તિકરણ અભિયાન એટલે “પુરુષ સશક્તિકરણ”. પુરુષોને પણ સ્ત્રીઓ ની સમાન બનાવવા જોઈએ. પુરુષોને પણ સ્ત્રીઓ ની સમકક્ષ મુકવા જોઈએ. આજનો યુવાન રાત્રે ૧૦ વાગ્યા પછી ઘરની બહાર નીકળતા પણ ૧૦૦ વખત વિચાર કરે છે કે અજાણ્યા રસ્તા પર, સૂમસામ રાત્રે સાલુ કોઈ મોલેસ્ટેશન નો કેસ તો નહી ઠોકી દે ને..! આજના યુવાન ને એક છોકરી જોડે વાત શરુ કરવા માટે કેટ-કેટલા અલ્ગોરિધમ બનાવવા પડે છે એનો વિચાર કર્યો છે કદી? જેમ સ્ત્રીસશક્તિકરણ ના ભાગ રૂપે સ્ત્રીઓને સિલાઈ મશીનો મળે છે એ જ રીતે બેરોજગાર પુરુષોને પણ પુરુષસશક્તિકરણ ના ભાગ રૂપે કંઈક નુ કંઈક તો મળવુ જ જોઇએ.

આપણો સમાજ દ્વિમુખી છે , એક બાજુ કહે છે કે સ્ત્રીઓ ને મોકો નથી મળતો અને એ બધુ. બીજી બાજુ મોટી મોટી પાર્ટી ના અધ્યક્ષ પણ (ઘણી વાર તો પ્રધાનમંત્રી પણ) ચૂપચાપ એક સ્ત્રી ના ઇશારે જ ચાલે છે..
આપણો દેશ ભલે ફિઝિકલી પુરુષપ્રધાન છે પણ વર્ચ્યુઅલ વર્લ્ડ માં તો સ્ત્રીપ્રધાન જ છે. સોશિયલ મીડિયા માં ચારે તરફ સ્ત્રીઓનુ જ રાજ ચાલે છે. શું પુરુષો ને અધિકાર નથી એમના ફોટા પર ૨૦૦-૫૦૦ લાઈકો મેળવવાનો ? શું પુરુષો ને ના ગમે એમના ફોટા પર ૪૦-૫૦ “Nice pix deer” કોમેન્ટ્સ જોવી. કેમ પુરુષો ના ફેક અકાઉન્ટ નથી બનતા? શા માટે સ્ત્રીઓ ને જ આટલુ બધુ મહત્વ આપવામાં આવે છે.? BEING A “MAN” IS A DISABILITY ??
ન્યુઝ પેપર માં પણ સ્ત્રીઓ ને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. હવે એ વાંચનારાઓ ની માંગ કહો કે છાપનારાઓ ની ઠરક , ન્યુઝ પેપર ની લગભગ દરેક પુર્તિ ના ફ્રન્ટ પેજ પર સ્ત્રીઓ ના ફોટા જ કેમ?
વરસાદ આયો તો સ્ત્રી ને છત્રી પકડી ને બતાવી દેવાઈ
પરીક્ષા આવી તો છોકરી ને પેન પકડી ને બતાવી દેવાઈ
ફેસ્ટિવલમાં પણ ફક્ત સ્ત્રીઓ ના જ ફોટા…
ચલો છાપા ની વાત જવા જ દો ,
બસમાં પણ સ્ત્રીઓ માટે જ કેમ અનામત ? આમ તમે માનવા તૈયાર નથી કે સ્ત્રી અબળા છે ને બીજી બાજુ તમે એ “અનામત” વાળી સીટ ધો લાભ લેવો છે. તમે ય “અમુક” પટેલો જેવુ કરો તો ક્યાંથી મેળ પડે…!
ચલો બસ પણ જવા દો , દેવલોક માં પણ સ્ત્રીઓ જ આગળ છે. દરેક કપલ ભગવાન માં પહેલા સ્ત્રી નુ એ નામ કેમ?
લક્ષ્મીનારાયણ
ઉમાશંકર
રાધાકૃષ્ણ
સીતારામ.

કેમ ભગવાન રામ ને “સિયાવર” તરીકે સંબોધન અપાય છે.? સીતાજીને કેમ કોઈ “રામવધૂ” નથી કહેતુ?
ઈન્દીરા ગાંધી ને “લોખંડી મહિલા” કીધી પણ પછી રાહુલ ગાંધી નો વારો આવ્યો ત્યારે …
હવે આ લેખ માં સ્ત્રીઓ સિવાય ની લગભગ પાંચ કમ્યુનિટીઓ તરફ થી ડેથ થ્રેટ મળી શકે એમ છે એટલે ટુંકમાં પતાવુ તો જે છે એ બરાબર છે.. કાં તો સ્ત્રી સશક્તિકરણ ને બંધ કરો કાં તો પુરુષ સશક્તિકરણ ચાલુ.

 

દર્શવાણી: ગુગલ માં Stuart સર્ચ કરો તો Stuart Binny Wife પહેલા આવે છે અને Stuart Binny પછી !
જય સ્ત્રી સશક્તિકરણ