એન્જિનિયરિંગ એટલે ફર્સ્ટ યરના “મારે કંઈક કરવુ છે” થી લઇને લાસ્ટ યર ના “સાલુ કંઇક તો કરવુ જ પડશે” સુધીના ચાર વર્ષ ! જેમાં તમે એન્જિનિયરિંગ શીખો ના શીખો , સાહેબો ને બાટલી માં ઉતારતા જરૂર શીખી જાઓ છો.
એન્જિનિયરિંગ ની શરૂઆત થાય ઓરિએન્ટેશન થી. ઓરિએન્ટેશન માં તમને મોટ્ટા મોટ્ટા સપનાઓ બતાવે , આ કંપની, આ પગાર , આ પ્લેસમેન્ટ , ફલાણુ ઢીકણુ ને પૂછડુ ! હજી આ શેખચલ્લી સપનાઓ માં થી બહાર આવીએ એટલામાં આવે ફ્રેશર્સ. ૧૧-૧૨ માં ભયંકર મહેનત કર્યા બાદ ભારતના નવયુવાનો અને નવયુવતીઓ પોતપોતાનુ ગોઠવવા માટે તલપાપડ થતા હોય છે. ફ્રેશર્સ પાર્ટી એમના માટે એક સુવર્ણ અવસર છે ! ફ્રેશર્સ પછીનું અઠવાડિયુ એ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માં ઉભરો લાવે છે.. ઢગલાબંધ ગ્રુપ્સ અને સંખ્યાબંધ રિકવેસ્ટ્સ..! હજુ ફ્રેશર્સ ના ઓરેન્જ જ્યુસ ના નશામાંથી નીકળ્યા ના હોઈએ ને આવી જાય મિડસેમ !
માણસ લખતા ને વાંચતા તો ૪-૫ વર્ષે શીખી જાય છે , પણ એક PDF માં થી વાંચતા તો એન્જિનિયરિંગ માં એડમિશન લીધા પછી જ શીખે. ફ્રેશર્સ પછી આમ હવામાં ઉડતા પારેવાઓ ને જમીન પર હેઠા પછાડવા માટે ની એક્ઝામ એટલે મિડસેમ. હજી રિમીડ આપીને નવરા પડેલા સ્ટુડન્ટ્સ માંડ થાક ખાતા હોય ને એમાં આવે સબમિશન.
છેલ્લા બે દિવસ ( રાત ) માં ફાઈલ પેજીસના ભૂક્કા બોલાવતા બોલાવતા પુરેપુરા ગુસ્સા , અફસોસ , ઊતાવળ અને ખરાબ માં ખરાબ Hand writing સાથે પુરુ કરેલુ એક મિશન..! જેમાં એકેએક મિનિટ ની ટીકટીક ના ભણકારા કાન માં વાગતા હોય અને એવામાં પાછુ એક કલાક માં કેટલુ લખુ તો કેટલુ પતે એ બધા જ કેલ્યુલેશન પણ ખરુ જ..! એન્જીનિયરીંગ ના ટ્રેડમાર્ક એવા “એન્ડ ટાઈમે” જ થતી એક પ્રવ્રૃતિ જેમાં એક વિદ્યાર્થી ની ના પતવાનો ડર, પહેલા ના લખવાનો અફસોસ, ફ્રસ્ટ્રેશન અને પતી જવાનો આનંદ એમ લગભગ બધી જ લાગણીઓ ના દર્શન કરાવી દેતી વસ્તુ એટલે Submission.
તકલીફ ત્યાં નથી કે આટલી બધી મહેનત કરવી પડે,ગધેડા ( અહીં એન્જિનિયર ) નુ તો કામ છે મહેનત કરવાનુ. પણ આટલી બધી મહેનત કરીએ પછી સાહેબ આપણી ફાઈલ સામુ આમ સરખી રીતે જોવે પણ નઈ, છેલ્લા પત્તે સાઇન કરી દે ને પત્તા પાછા આપણે ફાડવાના. ત્યારે આપણને અહેસાસ થાય કે હવે આપણે કોલેજ માં આવી ગ્યા છીએ, આમ ચીપીચીપી ને બહુ મહેનત નઈ કરવાની ! પછી આવે GTU ની એક્ઝામ , હવે સ્કુલ અને કોલેજ લાઈફ ની એક્ઝામ માં ફરક એટલો છે કે સ્કૂલ માં એક્ઝામ પહેલા ટાઈમ ટેબલ એનુ બનાવીએ કે કયા દિવસે કયો વિષય વાંચવાનો છે અને કોલેજ માં આપણે એનુ ટાઈમટેબલ બનાવીએ કે એક્ઝામ પછી કયા દિવસે ક્યાં ફરવા જવુ છે !
આ જ સાયકલ સતત ચાર વર્ષ સુધી રીપીટ થયા રાખે. વચ્ચે વચ્ચે ગ્રુપ્સ , ફલાણા ડે, ઝઘડા , બ્રેકઅપ, પેચ અપ , બેકલોગ , ડીટેઈન જેવા નાના મોટા ઈન્સીડેન્સ પણ થાય જ !
ચાર વર્ષ પહેલા કોલેજ માં પ્રવેશેલો એક હોંશિયાર બાળક ચાર વર્ષ પછી એક નેતા , એક સ્પોર્ટસમેન , એક જુગાડુ , એક બિઝનેસમેન બની ને બહાર નીકળે છે !!!
છેલ્લે છેલ્લે : કોલેજ લાઈફ ની શરૂઆત ભલે” વેસ્ટર્ન ” કપડામાં ફ્રેશર્સ થી થાય , પણ અંત તો” ભારતીય “કપડા માં ફેરવેલ થી જ થતો હોય છે !
Wonderful and True one
Ek bar maine ” Thumbs down ” pi uske bad muze kuch ‘ tufani ‘ karne ka khayal aaya, isliye maine ” engineering ” ki aur uskebad main roz koi na koi naye tufani Kam(submission, pen-fight, presentation, mini-milatia, practicals, assignments me teacher ki sign copy karna, etc ) kar raha hun aur muze bada maza aaraha hai…
Maja to tyare aavse jyare kharekhar last year ma hasho ane vicharsho k “kaik karvu padse have!!”
Saheb Jordar….✌
❤️