એક ગીત છેલ્લાં કેટલાય મહિનાઓથી લોકોની સ્ટોરીઝમાં, અને મ્યુઝીકલી જેવા પેલ્ટફોર્મ પર ચર્ચામાં છે, “દેશી દેશી ના બોલ્યા કર છોરી રે” !
આ ગીતમાં એક ફકરો છે. જે નીચે પ્રમાણે છે.
અંગ્રેજી મેં તો હાથ મ્હારા ઘણા તંગ સે,
શેહરા આલે કેહતે હોંગે હાઉ આર યુ?
મહારે ગામ્મા મેં તો સીધા બોલેં કી ઢંગ સે !
આ ફકરામાં કુલબીર દાનોડા કેહવા માંગે છે કે,
મારી અંગ્રેજી થોડી નબળી છે. શહેરમાં લોકો કહે છે કે “હાઉ આર યુ”, અમારા ગામમાં તો સીધું જ પૂછે છે કે કેમ છો?
બસ, આ લાઈનમાં જ મારા મતે ભારત અને ઇન્ડિયાનો તફાવત લખાયો હોય એવું લાગે છે. તમને જાણીને નવાઈ લાગે કે ના લાગે, પણ “હિન્દીએ આપણી રાષ્ટ્રીય ભાષા છે” એ બસ આપણો વહેમ જ છે. દુનિયા સમું આપણી ઓળખાણ તો “વિવિધતામાં એકતા” થી થાય છે. ભાષામાં પણ એવું જ છે. દરેક રાજ્યમાં અલગ અલગ ભાષા બોલાય છે. પોતાની ભાષાને વધુને વધુ વિકસિત બનાવાના લોકો અને સરકારો પ્રયત્ન કરતી રહે છે. આજે આપણે આ આર્ટિકલમાં ગુજરાતી ભાષાના ડીઝીટલાઇઝેશન વિષે વાત કરીએ.
ગુજરાતી ભાષામાં શબ્દભંડોળ અને પ્રિટિંગની શરૂઆત !
પહેલા ગુજરાતી પ્રિન્ટિંગની શરૂઆત તો 1814માં થઇ ગયી હતી. ફરદુનજી મર્જબાનએ 1814માં સૌ પ્રથમ ગુજરાતીમાં કેલેન્ડર છાપ્યું હતું. અને આગળ જતા 1822માં તેમણે બોમ્બે સમાચાર નામનું ગુજરાતી સમાચાર પત્રક પણ શરુ કર્યું હતું. જે આજે પણ મુંબઈ સમાચારના નામે હજુય પણ હયાત છે. હાલ પણ હયાત હોય એવું આ એશિયાનું સૌથી જૂનું સામાયિક પત્રક છે.
ગોંડલના મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર ભગવતસિંહજીએ કરી. તેમણે છવ્વીસ વર્ષના અથાગ સંશોધનને અંતે ગુજરાતી ભાષા અને ગુજરાતને ગૌરવ આપતો ગ્રંથ “ભગવદ્ગોમંડલ” રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે.
છવ્વીસ છવ્વીસ વર્ષની અખંડ સાધના કરીને ગુજરાતી ભાષાની શબ્દસમૃદ્ધિને ખૂણેખાંચરેથી શોધી કાઢીને મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષામાં રત્નમણિ સમાન મહાન જ્ઞાનકોશ “ભગવદ્ગોમંડલ”ની રચના કરી હતી
( રતિલાલે જે ભગવદ્ગોમંડલ ઓનલાઇન મૂકી તેની લિંક >> http://www.bhagwadgomandal.com).
સૌથી મોટી ગુજરાતી ડીક્ષનરી : ગુજરાતી લેક્ષિકન
ગુજરાતી લેક્ષિકનને 2006માં લોકો સમક્ષ વેબસાઈટ સ્વરૂપે મુકવામાં આવી હતી. ગુજરાતી લેક્ષિકન, એટલે કે ગુજરાતી શબ્દકોષ એ 45લાખ જેટલા શબ્દો ધરાવતી એક માત્ર ડિક્ષનરી છે. રતિલાલે તેમના જિંદગીના છેલ્લા પચીસ વર્ષ આ ડિક્ષનરી પાછળ અર્પણ કરી દીધા.
જે આજે મોબાઈલમાં એપ અને વેબસાઈટ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. જેમાં માત્ર ઈંગ્લીશ-ગુજરાતી નહીં, પરંતુ ગુજરાતીથી ઇંગ્લિશ, મરાઠીથી ઇંગ્લિશ, હિન્દીથી ગુજરાતી વગેરે જેવા વ્યાપક વિકલ્પો ઉપલબ્ધ છે. રતિલાલ ભલે આજે હયાત નથી, પણ અર્નિઓન ટેક્નોલોજીઝ અને સ્વયંસેવકો દ્વારા આ વેબસાઈટ દિવસે ને દિવસે મોર્ડન થતી જાય છે.
ગુજરાતી લેક્ષીકનની અલગ અલગ મહત્વની લિંક !
આ માત્ર ડિક્ષનરી જ નથી. આ એક ગુજરાતી ભાષાનું પોર્ટલ છે. જ્યાં ગુજરાતી ભાષાને લગતા ટૂલ્સ, ક્રોસવર્ડ જેવી રમતો, ગુજરાતી જોડણી ચેકર, કવીઝ વગેરે જેવી રસપ્રદ અને ઉપયોગી વિકલ્પો પણ છે. વિદેશી લોકોને ગુજરાતી ભાષા શીખવાડવા માટે હવે ધીમે ઘીમે નવા નવા કોર્સ પણ તેઓ પ્રકાશિત કરે છે.
ગુગલને પણ ના ખબર હોય એવા ગુજરાતી ભાષામાં અર્થ અને શબ્દો આપણને ભગવદ્ગોમંડલ જેવા પ્રોજેક્ટ પુરા પાડે છે. આ શબ્દકોષને US Congress Library અને British Library Catalogue માં પણ સ્થાન મળ્યું છે. જે ગુજરાતી ભાષા માટે ગૌરવની વાત છે.
ગુજરાતીઓ દુનિયાના ખૂણેને ખાંચરે મળી જ જાય. રતિલાલ ખુદ પણ ઘણાબધા દેશોમાં રહ્યા છે. તેમના જીવનની શરૂઆત આફ્રિકન દેશમાં થઇ હતી. આફ્રિકામાં રહેતા ગુજરાતીઓ માટે અથવા આજે પણ એ બાજુ જતા લોકો માટે પણ આ વેબસાઈટ પર ગુજરાતી થી સ્વાહિલી ભાષા માટેની ડિક્ષનરી છે.
[table id=1 /]
વધુ જાણવા માટે અથવા કોઈ સલાહ સૂચન માટે iam@urru.in પર મેઈલ મોકલો !