દરેક સિક્કાની બે બાજુ હોય છે.
ખરેખર આ વાત સમજવા જેવી છે, કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક સારી અને એક ખોટી. એક સમયે ‘સોને કી ચીડિયા’ કેહવાતા દેશમાં ૧૭મી સદીની શરૂઆતમાં ના જાણે કોની નજર લાગી કે,આપણા દેશને ૨૦૦થી વધુ વર્ષ ગુલામ રાખનાર અંગ્રેજોએ ભારતમાં પગ મુક્યો. એક સુવિચાર છે ને કે ટીંપે ટીંપે સમુદ્ર ભરાય,બસ એ જ રીતે ધીમે ધીમે અંગ્રેજો આપણા દેશમાં આવતા રહ્યા અને ૨ સદીથી પણ વધુ રાજ કર્યું અને ભારત દેશને ગુલામીની સાંકળમાં બાંધી રાખ્યો. એટલે જ આપણે અમેરિકા અને અન્ય દેશ કરતા અમુક બાબતે પાછળ રહી ગયા.
ખરેખર ભગત સિંહ,સુભાષચંદ્ર,આઝાદ(સંખ્યા બહુ મોટી છે,એટલે અહીં ઉલ્લેખ કરવો અશક્ય છે.) જેવા કેટલાય ક્રાંતિકારીઓએ પોતાની જનનીને ગુલામીની સાંકળમાંથી છોડવા પોતાના પ્રાણ ત્યજી દીધા. ખરેખર ભારત દેશ માટે આ અંધકારના દિવસો હતા. જો આવા વીર સપૂતો ઘરમાં ને ઘરમાં જ બેસી રહ્યા હોત તો કદાચ આજે પણ આપણે………..
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કેટલીયે ચળવળો થઇ,આંદોલનો થયા. બહુ કેહવાની જરૂર નથી. કેમ કે પ્રાથમિક શાળા માંથી જ સમાજધોરણ ની ચોપડીમાં પેહલા ‘ઈતિહાસ’ વાળા ભાગમાં આ બાબતે ઘણું બધું જાણવા મળ્યું હશે. પણ તમે એક વિચાર્યું કે આ અંગ્રેજોના સિક્કાની સારી બાજુ કઈ ? મતલબ કે ,અંગ્રેજો આવ્યા એમાં ભારતને કંઇક થોડું નવું મળ્યું હોય એવું કંઈ ? ના વિચાર્યું હોય તો આ ધ્યાનથી વાંચો ! પણ આમાંથી મોટા ભાગની બાબતો તેમણે પોતાના સ્વાર્થ માટે જ કરી હતી.
એક સારી નજરે …
સામાજિક સુધારાઓ : આપણું ભારત, કે જે પેહલા ‘સોને કી ચીડિયા'(The Golden Sparrow) તરીકે ઓળખાતો હતો. અંગ્રેજો આવીને લુંટી ગયા એ પણ આપણે જાણીએ છીએ. પણ હજુય જો ભારતના વિકાસમાં ક્યાંકને ક્યાંક જો કઈ આડે આવતું હોય તો … આપણા વર્ષોથી ચાલતા આવી રહેલા અનૈતિક રિવાજો !
હવે સારું કેહવાય કે ધીમે ધીમે દેશ સાક્ષર થતો જાય છે. લોકોમાં ઈન્ટરનેટ, સરકાર અને અન્ય માધ્યમો મારફતે લોક જાગૃતિ માટે અગત્યના હાથ પ્રયાસો ધરી રહ્યા છે. પણ હજુય એ ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે. પણ ત્યારે શું , કે જયારે લોકો ભણેલા-ગણેલા તો ખુબ જ ઓછા જોવા મળતા ? કે જ્યાં લોકો અંધશ્રદ્ધામાં એટલા બધા ડૂબેલા હતા કે , કોઈના જીવન નું મૂલ્ય પણ નહતા સમજતા ? બસ આવા જ રિવાજો …સતી પ્રથા અને બાળલગ્ન, અને એક દુષણ બાળમજુરીનું હતું. રાજા રામમોહન રાય જેવા સમાજ સુધારકોએ અંગ્રેજોના સાથે ખભાથી ખભા જોડીને સંઘર્ષ કરી આવી પ્રથાઓ બંધ કરાવી. રાજા રામમોહન રાયનો ‘સતી પ્રથા’ જેવી જીવલેણ પ્રવુતિ અટકાવા માટે સૌથી મહત્વનો ફાળો રહ્યો. અંગ્રેજ સરકાર દ્વારા ઘણા સારા એવા કાયદા પણ બંધારણમાં આવ્યા. જેવા કે ….
- સતી પ્રથાની નાબુદી – ‘સતી પ્રથા‘ અનુસાર જે સ્ત્રી વિધવા થાય તેણે તેના પતિની ચિતામાં જ બેસીને પ્રાણ ત્યજી દેવા એવી વાહિયાત પરંપરા હતી. રાજા રામમોહન રાયે અંગ્રેજો સાથે મળીને આ પ્રથાને મૂળમાંથી જ ઉખાડીને ફેંકી દીંધી.(પણ હજુય સ્ત્રી પર થતા અત્યાચારતો ઓછા નથી થયા.)
- વિધવાના પુનઃવિવાહ અંગેનો કાયદો – સ્ત્રી વિધવા થાય એટલે એના પર ખુબ જ મોટી આફત આવી જતી હતી.
- બાળ લગ્ન પર અંકુશ માટેનો કાયદો – હજુય પણ એટલું અસરકારક નથી. પણ તેમણે આ પ્રથા માટે ઘણા પ્રયાસો કર્યા.
- બાળમજુર પર અંકુશ માટેનો કાયદો – હજુય પણ આ મુદ્દો પણ ખુબ જ સંવેદનશીલ છે. થોડા દિવસ પેહલા ઝરણા જોષી નામના એક સામાજિક કાર્યકરે બાળમજુરી માટે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું.
રિવાજો ઉપરાંત તેમણે શિક્ષણ માટે શાળાઓ ઉભી કરી જેમાં, જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ વગર ભણવામાં આવતા. જો આ શાળાઓના બની હોત,તો બાબાસાહેબ આંબેડકર કઈ રીતે શિક્ષિત હોત ?(આ ઉપરાંત પણ કેટલાક સામાજિક સુધારાઓ હશે જે …મારા વાંચવામાં ના આવ્યા હોય.)
English ભાષા આપી : અંગ્રેજી ભાષા જે આજે આંતરરાષ્ટ્રીય ભાષા છે. નાનામાં નાની વાતચીત થી માંડીને મોટા સોદાઓ અંગ્રેજીમાં જ થાય છે. ટૂંકમાં અંગ્રેજી એ સર્વોપરી ભાષા છે. અંગ્રેજી ભાષાનું મહત્વ તમે સારી રીતે જાણો છો,એટલે કઈ કેહવાની જરૂર નથી. સ્વમી વિવેકાનંદે શિકાગોમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું ?. શુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજની રચના કરવા જાપાન ગયા ,ત્યાં હિન્દી થી મંત્રણાઓ કરી ? વિચારો ?
સ્વામી વિવેકાનંદનું શિકાગોનું ભાષણ
ભાગ-૧ : https://www.youtube.com/watch?v=p4Nmvbm4WYM
ભાગ-૨ : https://www.youtube.com/watch?v=xvxF4gGRKAY
ભારત દેશમાં અંગ્રેજી ભાષા અંગ્રજોના મારફતે જ આવી. જો અંગ્રેજોના લાવ્યા હોત તો કદાચ આપણે હજુય અંગ્રેજીમાં આટલા પારંગત ના હોત ! (પાકિસ્તાની ક્રિકેટરો જોવું બોલતા હોત…હાહાહા )
અંગ્રેજો તરફથી મળેલી એક સૌથી મૂલ્યવાન ભેટ- રેલ્વે : ભારતને અંગ્રેજો તરફથી માળેલી જો કોઈ મુલ્યવાન ભેટ હોય તો એ રેલ્વે છે. ઉપર જણાવેલી પ્રથાઓની નાબુદી પણ મુલ્યવાન તો હતી જ. પણ રેલ્વે તો એક આશીર્વાદ પણ કહી શકાય. કેમ ?
મુંબઈ થી થાણે માટે ૧૬ એપ્રિલ,૨૦૧૬ ના રોજ ભારતમાં સ્થપાયેલી રેલ્વે સંસ્થા આજે ભારત સરકારના તમામ ખાતામાં સૌથી વધુ જો આવક કરી આપતું ખાતું છે. તમને ખબર છે ? કે ભારતીય રેલ્વે નેટવર્ક એ દુનિયાના સૌથી મોટા રેલ્વે નેટવર્ક માનું એક છે. ભારત સરકારની આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. રેલ્વેની વેબસાઈટને દર એક મિનિટે ૧૨ લાખ લોકો જોવે છે. જો આપણે કોઈ લાંબા પ્રવાસે નીકળવું હોય તો આપણે રેલ્વેથી જ જઈશું. કેમ કે રેલ્વે એ સૌથી સસ્તી અને સારી મુસાફરી કરાવે છે. તમારી આસપાસ કેટલાક લોકો એવા પણ હશે જે નોકરી કે ધંધા માટે રોજ-બરોજ રેલ્વેથી જ જતા હોય. આજે ભારત સરકારની આવક માટે રેલ્વેએ કરોડરજ્જુ સમાન છે.
સંદેશા-વ્યવહાર : અંગ્રેજો દ્વારા ભારતમાં સંદેશા-વ્યવહાર માટે તાર-ટપાલ અને ટેલીગ્રાફની શરૂઆત કરવામાં આવી. જેના કારણે સંદેશા-વ્યવહારનું કામ સરળ બન્યું.
લોકશાહી શાસન ની શરૂઆત : ભારતીયોના કેટલાક મહત્વોના આંદોલનોના કારણે ખુબ જ મોડી બ્રિટીશ રાજમાં લોકશાહી તંત્રની શરૂઆત થઇ. જેના ફાયદા રૂપે આપણને મત આપી પોતાના પ્રતિનિધિને પસંદ કરવાનો અધિકાર મળ્યો છે.
વસ્તી-ગણતરીની શરૂઆત : જો વસ્તી-ગણતરી નો આંકડો આપણી પાસે ના હોય તો ,આપણે કઈ રીતે જાણી શકીએ કે ભારતમાં વસ્તી-વધારો થયો ? કોણે શું સમસ્યા છે ? કેટલા લોકોને સરકાર ની મદદ પહોંચતી નથી ? આવી કેટલીયે સમસ્યાઓ અને માહિતી હશે,જે વસ્તી ગણતરીના આંકડાના કારણે શક્ય બન્યું છે.
આની શરૂઆત ૧૮૭૧માં થઇ હતી. ત્યારે દર ૧૦ વર્ષે એક વાર આંકડા ભેગા કરવામાં આવતા.
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ : આ સંસ્થા દ્વારા ભારતના ગામડા અને શહેરોના નકશા બનવામાં આવ્યા હતા. જેનો આજે પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. તમારા ઘરના દસ્તાવેજો હશે એમાં કદાચ ગામનો જુનો નકશો પણ મળી જશે જે…ગૂગલ મેપ નહતું ત્યારના છે.
આ ઉપરાંત ઘણા બધા નોંધપાત્ર સુધારા અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. પણ અહીં અમુક જ લખ્યા છે. આ શિવાય જો તમારી નજરમાં કોઈ બાબત હોય અંગ્રેજોની તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો.