હમણાં જ Recently ( મને ખબર છે કે હમણાં જ અને Recently બંને એક જ શબ્દ છે પણ ફ્લો ફ્લો માં વંચાઈ જશે ) મારા કોલેજ ના બીજા વર્ષ નુ , ચોથા સેમેસ્ટર નુ રિઝલ્ટ આવ્યુ અને “ગટુ” યુનિવર્સિટી ની અ અમાનવીય મહેરબાની થી મારે મારા આખા ખાનદાને ધાર્યા કરતા પણ વધારે માર્ક્સ આવી ગયા.
હવે એકાદ અઠવાડિયા પછી, આ ઘટના ના સદમા માંથી હજી માંડ માંડ બહાર આવ્યા હતા અને એક લેક્ચર ચાલતો હતો જેમાં એક અતિ-સિનિયર સર , જેમના માથા કરતા અનિલ કપૂર ની છાતી પર વધારે વાળ છે અને જેમનુ મોઢુ બાફેલા બટાકા કરતા જરાક જ અલગ છે એમને ખબર પડી ગઈ કે આ સેમેસ્ટર નો ટોપર હું પોતે છુ. એટલે એ સાહેબે આઘતવશ ભરીસભામાં કહી દીધું ” આવા તે કંઈ ટોપર હોય?? ”
એમના આ તિરસ્કારભર્યા વાક્ય પાછળ મારો રંગ , વધેલી દાઢી અને વિખલારેલા વાળ જવાબદાર હતા એવુ પછીથી જાણવા મળ્યું !
હવે સવાલ એ છે કે ખરેખર દેખાવથી કંઈ ફરક પડે છે ખરા ?
Look Doesn’t Matter જેવી શિખામણો ફક્ત એ જ લોકો આપે છે જે લોકો પોતે સુંદર લાગતા હોય છે, કારણકે એ લોકો ને એવી કોઇ મુસીબતો નો કે એડવેન્ચરો નો સામનો કરવો જ નથી પડ્યો જે અમને ( શ્યામ કલર વાળાને ) કરવો પડ્યો છે.
મારુ પર્સનલી એવુ માનવુ છે કે આફ્રિકા થી લઈને ભારતવર્ષમાં બધે જ અમારી કોમ્યુનિટી માટે ડગલે ને પગલે અન્યાય થયો છે… ! મમ્મી ભલે ને IIT ગ્રેજ્યુએટ હોય ,પણ જો એમનો દીકરો રંગે કાળો હશે તો એને એક વાર તો કીધુ જ હશે કે “ઘસી-ઘસી ને ના , ધોળો થઈ જઈશ ” પોતાનુ બાળક કાળુ હોય એ આપણા ત્યાં સ્વીકારી નથી શકતા. હવે તમે જ વિચારો , જો સગ્ગી મમ્મી એ ના સ્વીકારી શકતી હોય તો પરાયી ગર્લફ્રેન્ડ કેમની સ્વીકારે !!! સ્વીકારે તો ઠીક પહેલા તો એ ગર્લફ્રેન્ડ બને જ કેમ !
એક તો આ બોલીવુડે આખા દેશ ની છોકરીઓ ની આશાઓ ને આકાશે અંબાઇ દીધી છે , એમના સપના નો રાજકુમાર હંમેશા છ પેક એબ્સ વાળો , રંગે સફેદ , મિડિયમ સાઈઝ દાઢી , સ્પાઈક્સ વાળા વાળ વાળો જ હશે. પણ , સદ કે બદ નસીબે આવા લોકો ભારત માં માત્ર 0.006% લોકો જ આમની આ કન્ડિશન્સ પુરી કરી શકે એમ છે.. અને એમાંથી પણ ઘણા મ્યુઝિક્લલી વાપરે છે !
પિક્ચર ના હીરો બધ્ધા જ હીરો જેવા હોય છે, ક્યારેય કોઈ વાંકડિયા વાળ વાળો, આગળ ના દાંત બહાર હોય, પેટ બહાર નીકળેલુ હોય એવા માણસ ને હીરો લીધો છે ક્યારેય ? ચલો હીરો છોડો, ગીતો માં પણ અમારે ભારે થી અતિભારે અન્યાય થયો છે. ગોરા લોકો ના માટે ગીત હતુ : ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા ! અને અમારો વારો આવ્યો તો : હમ કાલે હૈ “તો ક્યા હુઆ” દિલ વાલે હૈ… મતલબ એમને અફસોસ છે કે એ કાળા છે !!
ભારત માં તો ઠીક છે પણ ગોકુલધામ માં પણ , સાઉથ વાળાઓ ને As a કાળિયા બતાવવામાં આવે છે !
હવે LOOK ની વાત આવી જ છે તો , દુનિયા માં બે પ્રકારના પુરુષો હોય છે,
(1) જેમને દાઢી આવતી હોય છે
(2) જે એમની મોઢા પર ની રુંવાટી ને દાઢી ગણતા હોય છે !
હવે આમાં તકલીફ પહેલા વાળાઓ ને જ પડે છે. મમ્મીઓ રાખવા નથી દેતી ને પ્રેમિકાઓ કાઢવા નથી દેતી..! ખરી વાત એ છે કે પ્રેમિકા દ્રારા કહેવાયેલુ “તુ દાઢી માં સરસ વાગે છે” એ તમારા વખાણ નથી . એ તમને બસ કહેવા માંગે છે કે તારો ચહેરો જ્યારે તુ દાઢીના વાળ વડે અડધો કવર કરી દે છે ત્યારે જ તુ સારો લાગે છે !!!
વિચારજો જરા…
દર્શાવાણી : જેમનો રંગ શ્યામ હોય છે એ લોકો Racist નથી હોતા !
લાવ્યા દશભાઈ લાવ્યા !
Thank you saheb !
ભાઈ સરસ… શુ લખે 6…મસ્ત મસ્ત
Thank you bhai !
જોરદાર
Thanks !
Su lakhyu e Khabar nai padi , Chhata thank you
ખૂબ જોરદાર ❤️
Dhanywad sir
Mane lagyu A phota vada vise hse kaik
.
.
.
Jor….
thanks
Prabhu 1 var malis tamne
tamara charan sparsh karva che
Are prabhu 100% !
Jabbar
“કાળા તો કૃષ્ણ ભગવાન પણ હતા.”
આ વાક્ય ભારતીય માતાઓ દ્વારા સહાનુભુતિ માટે વપરાય છે.
Jorr lakhiu 6