દુનિયાની સૌથી સફળ શિક્ષણ વ્યવસ્થા – ફિનલેન્ડ !

ફિનલેન્ડ ! તમે ક્યારેય આ દેશનું નામ સાંભળ્યું ? અને જો સાંભળ્યું હોય તો તમે આ દેશની શિક્ષણ વ્યવસ્થા વિષે સાંભળ્યું ? ના સાંભળ્યું હોય તો તમને જણાવી કે દઉં કે, આ દેશની શિક્ષણ વ્યવસ્થા દુનિયાની સફળ વ્યવસ્થા છે ! તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં શિક્ષણ ફરજીયાત અને તદ્દન મફત છે.

શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે મારો પોતાનો એક અભિપ્રાય કહું તો  …

કોઈ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા જ તે દેશની દશા અને દિશા નક્કી કરે છે.

તમે જ કહો કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં, દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ કેટલું ? આફ્રિકાના ગાંધીજી તરીકે ઓળખાતા એવા નેલ્સન મંડેલાના કહ્યા પ્રમાણે “શિક્ષણ એ કોઈ પણ વ્યક્તિનું શસ્ત્ર છે, જેનાથી તે દુનિયા બદલવા માટે સક્ષમ બને છે.” 

ખરેખર શિક્ષણ માનવનાં જીવનમાં ખુબ અગત્યનો ભાગ ભજવી જાય છે. હવે દુનિયાની સૌથી સફળ શિક્ષણ વ્યવસ્થા ધરાવતો આ દેશ શિક્ષણ બાબતે આ ઊંચાઈ સુધી કઈ રીતે પહોંચ્યો ? અને કેવી છે હાલ ત્યાની શિક્ષણ વ્યવસ્થા ? ત્યાંના શિક્ષકો કઈ રીતે અન્ય દેશની તુલનામાં અલગ જ છે ? તો ચાલો તમારા આ બધા સવાલનું નિરાકરણ કરીએ .

ફિનલેન્ડ વિષે થોડી મહિતી !

ફિનલેન્ડ એ ભારત કરતા પણ ખુબ જ નાનો દેશ છે. જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ફિનલેન્ડ એ એક જંગલ જ હતું .આ દેશના એક ભાગમાં તો 51 દિવસ સુધી રાત રહે છે( કેવું ગજબ કેહવાય,આપણે તો અહીંયા હોમવર્ક પૂરું ના કરવાનું બહાનું એવું કાઢીએ છીએ કે સર,લાઈટ નહોતી એટલે નથી કર્યું !).પણ આજે આ દેશને દુનિયા શિક્ષણ વ્યવસ્થાની સાથે સાથે મોબાઈલ બનાવતી કંપની ‘નોકિયા’ના કારણે પણ જાણે છે. કોમ્પ્યુટરની સૌથી પાવરફુલ ઓપરેટિંગ સિસ્ટમ ‘લિનક્ષ’ ના કારણે ઓળખાય છે.

આ દેશમાં લોકોને ઓફિસરો,ડોક્ટર અને એન્જીનીયર બનવા કરતા શિક્ષક બનવામાં વધુ ઈચ્છા ધરાવે છે. અહીં શિક્ષક બનવું એટલું જ અઘરું છે જેટલું ડોક્ટર બનવું . અહિયાં શિક્ષક જે રીતે ઈચ્છે એ રીતે બાળકોને શીખવાડી શકે છે. આ દેશમાં શિક્ષક તરીકેની તમામ જરૂરી આઝાદી આપવામાં આવે છે .જ્યારે આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓ લેવાય છે ત્યારે આ દેશના વિદ્યાર્થીઓ હમેશાં મોખરે જ હોય છે .

આપણા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  જે ‘કૌશલ્ય ભારત’ની હાલ જે યોજના બનાવી છે,તેવી યોજાના ફિનલેન્ડ દેશમાં 1970થી શરુ કરાવી હતી,સરકારને ખબર પડી ગઈ હતી કે આ દેશમાં પ્રાકૃતિક સંશાધનો બહુ ઓછા છે , એટલે દેશને આગળ લાવવા જુદા જુદા ક્ષેત્રે કૌશલ્ય ધરાવતા નાગરિકો અગત્યનો હિસ્સો બનશે,અને વાત સાચી પણ રહી !

ફિનલેન્ડની શિક્ષણનો એક સફળ મંત્ર છે , “દરેક ને સમાન તક.” ! 

આ દેશનો શિક્ષણમાં આટલી મોટી સફળતાનો પેહલેથી એક જ મંત્ર રહ્યો છે , “દરેકને સમાન તક “ ! મતલબ કે, કોઈ પણ ઘરનું બાળક હોય ધનવાનનું કે ગરીબનું ,બંને એક જ છતની નીચે બેસીને ભણે છે. બધાને સરખો લાભ મળે છે. વિદ્યાર્થી કોઈ પણ ધર્મ-જાતિ નો જ કેમ ના હોય ,દરેકને એક જ સરખું શિક્ષણ આપવામાં આવે છે.

ઉપર કરી એ બધી વાતોને જો એક વાક્યમાં કહું તો, “આ દેશમાં અનામત નામનો રોગ નથી.”

હવે શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન આપીએ.

શરૂઆતનો તબક્કો
અહીંયા બાળક સાત વર્ષનું થાય ત્યારે તેને પેહલી વખત સ્કુલ મોકલવામાં આવે છે.જ્યારે આપણા દેશમાં તો બાળક 4-5 વર્ષનું થાય ત્યારથી જ જુનિયર કે.જી,પ્રી-સ્કુલ,નર્સરી જેવી જગ્યાએ મુકવામાં આવે છે. ખરા અર્થમાં તો તેમનું અડધું બાળપણ તો ત્યારે જ છીનવી લેવાય છે .અહીં ક્લાસનું વાતાવરણ હોબી ક્લાસ જેવું હોય છે , અહિયાં શિક્ષક એ શિક્ષક બનીને નહિ પણ મિત્ર બનીને ભણાવે છે.ફિનલેન્ડના કાયદા પ્રમાણે દરેક બાળકને 7 થી લઇ 16 વર્ષ સુધી ફરજીયાત ભણવું પડે છે.

બાળકોના શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે .1943માં ફિનલેન્ડ પેહલો એવો દેશ હતો જેણે મધ્યાહ્ન ભોજનનો કાયદો બનાવ્યો, અને 1948માં તેને અમલમાં મુક્યો !

એક નવાઈની વાત , આ સ્કૂલોમાં એક પણ પરીક્ષાઓ લેવામાં આવતી નથી, વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન વારંવાર લેવામાં આવતી કસોટીઓના આધારે આગળના વર્ષમાં મોકલી દેવામાં આવે છે. હવે તમને એ સવાલ થશે કે કોઈ પણ વાર્ષિક પરિક્ષા વગર કઈ રીતે આગળ મોકલી દેવાય છે ? વાલીઓને પણ કઈ રીતે એમ થાય જે અમારો લાડકો-લાડકી કેવું ભણ્યા,કેટલું ભણ્યા ? તમારા આ બધા સવાલનો એક જ જવાબ છે,’વિશ્વાસ’ ! દરેક શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓ પર પૂરો વિશ્વાસ હોય છે , અહીંયા શિક્ષક દરેક બાળકની સાથે રહીને જેતે તાલીમ આપે છે, શિક્ષક અહીં આદેશ નહિ પણ મદદ કરે છે.

પછીનો તબક્કો
16 વર્ષ પછી જો બાળકની ઈચ્છા હોય તો વધુ એક વર્ષ શાળામાં રહી શકે છે. ત્યાર પછી જે તે બાળક પોતાની રુચિ પ્રમાણે જે તે ઉચ્ચ શિક્ષા માટે કોલેજ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાઈ શકે છે. 16 વર્ષ પછી પણ જે ક્ષેત્રમાં આગળ વધવું હોય તે ક્ષેત્રની 4 વર્ષની તાલીમ પણ આપવામાં આવે છે . તાલીમમાં પેહલા-બીજા વર્ષમાં થીયરી અને તેને લગતી પ્રેક્ટિસ કરવામાં આવે છે. ત્રીજા વર્ષથી જેતે ફિલ્ડમાં તાલીમ આપવામાં આવે છે , ઇન્ટરશીપ જેવું .

ભણવા ની સાથે અન્ય પ્રવુત્તિઓ
તેમની સ્કૂલોમાં દરેક બાળકને અન્ય પ્રવુત્તિઓ જેવી કે સંગીત, નાટકો,રમત ગમત, શારીરિક શિક્ષણ , અન્ય ભાષાઓ જેવી તમામ તાલીમ આપવામાં આવે છે. આ માટે જરૂરી તમામ સગવડો મળી રહે છે. ભણવાની સાથે સાથે અન્ય પ્રવુત્તિઓ પર પણ ખુબ જ ધ્યાન આપવામાં આવે છે .

આટલી મોટી સફળતાનું એક મોટું કારણ – શ્રેષ્ઠ શિક્ષકો !
બીધુ બધું જણાવ્યા પેહલા એક વાત કહી દઉં, આ દેશમાં શિક્ષક બનવું એટલું જ અઘરું છે કે જેટલું ડોક્ટર કે એન્જીનીયર બનવું ! શિક્ષકોને પણ યોગ્ય બનવામાં માટે ખાસ તાલીમમાં થી પસાર થવું પડે છે . 

આ દેશમાં તમે પેહલા ધોરણમાં ભણાવતાં હોવ કે બારમી, પણ તમારે માસ્ટર ડીગ્રી તો ફરજીયાત જોઈએ ! 1970ના દાયકાથી યુનીવર્સીટીમાં ૫ વર્ષની  શિક્ષકની ડીગ્રી કોર્ષ શરુ કર્યો ,આ દાયકા પછી શિક્ષણ ક્ષેત્રે ખુબ મોટો બદલાવ આવ્યો . બીજી વાત, જો તમારે સંગીતના શિક્ષક બનવું હોય તો તમારી પાસે સંગીત ની માસ્ટર ડીગ્રી પણ હોવી ફરજીયાત છે,સાથે સાથે વિજ્ઞાન,ગણિત જેવા પણ વિષય આવડવા જરૂરી છે . તેમને આજથી જ આવતી કાલના શિક્ષક તરીકે તાલીમ આપવામાં આવશે. અહીં શિક્ષકને એટલું જ સન્માન આપવામાં આવે છે જેટલું કોઈ ડોક્ટર કે એન્જીનિયર .

આ શિક્ષણ વ્યવસ્થાનું એક સુત્ર : થોડું = વધુ !

આ સુત્ર શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે લાગુ પડે છે. પણ આ સુત્રનો અર્થ સમજવા નીચેના મુદ્દા જોઈ લ્યો !

  1. થોડા અમુક જ માન્ય નિયમો વળી સ્કૂલો, ભણતરમાં અનેક વિકલ્પો !
    બાળકો સાત વર્ષની ઉંમરે ભણવાનું શરુ કરે છે. બાળકોને રમત-ગમત અને નિરીક્ષણ દ્વારા ભણવામાં આવે છે, ક્લાસરૂમ માં પૂરીને નહી. પણ શું આ રીતે ભણાવાથી તેઓ નબળાં રહેશે ? ના , ખરેખર તેમની આ તાલીમ જ્યારે તેઓ માનસિક વિકાસના તબક્કામાં હોય ત્યારે જ આપવામાં આવે છે ,જેથી સરળતા થી શીખે. એક ઉદાહરણ આપું તો , અહીં એક સંગીત શિક્ષક બાળકોને ઈંગ્લીશ ગાવાનું શીખવાડે છે , જેથી બે કામ થાય ,એક બાળકોને સંગીત આવડે ,અને ઈંગ્લીશ ભાષા પણ આવડે !
    ૭ થી લઇ ૧૬ વર્ષ સુધી ભણ્યા પછી દરેક વિદ્યાર્થી પાસે ત્રણ મુખ્ય વિકલ્પો હોય છે . જે નીચે વર્ણવ્યા!ઊંચા દરજ્જાની માધ્યમિક શાળા : આ એક હાઈસ્કુલ અને કોલેજને ભેગી કરી દો એના જેવું છે . ત્રણ વર્ષ અહીં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે દાખલ કરવા માટેની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. અહીંથી જ વિદ્યાર્થીઓ તેમની રુચિ પ્રમાણે તેઓ યુનીવર્સીટી પસંદ કરે છે .(હાલના વર્ષોમાં ૪૦% જેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ માધ્યમિક શાળાનો વિકલ્પ પસંદ કર્યો છે.)વ્યવસાયી શિક્ષણ : આ તાલીમમાં વિદ્યાર્થીઓને જેતે વિષયનું વાસ્તવિક શિક્ષણ આપવામાં આવે છે ,એટલે કે પ્રેકટીકલ નોલેજ ! ત્રણ વર્ષ પ્રેકટીકલ નોલેજ,એટલે તમે જ વિચારો કે આ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં કેટલાં સંપૂર્ણ તૈયાર થઇ જાય !( હાલના વર્ષોમાં લગભગ ૬૦% વિદ્યાથીઓ એ આ વિકલ્પ પસંદ કર્યો છે.)

    કામ પર જ મોકલવામાં આવે : બહુ ઓછા વિદ્યાર્થીઓ આ ટ્રેક પકડતા હોય છે,જેમાં તેમને સીધા કામ પર જ મોકલી દેવાય છે. હાલ ૫% કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ આ ટ્રેક પર ચાલી રહ્યા છે .

  2. થોડો સમય જ શાળામાં,અને વધુ આરામ !
    અહીં સ્કુલ શરુ થવાનો સમય ૯:૦૦ થી ૯:૪૫ જેટલો હોય છે. હાલમાં કેટલીક સ્કૂલોમાં સમય ૯:૦૦ વાગ્યાથી વેહલો છે.સ્કુલમાંથી છૂટવાનો સમય ૨:૦૦ થી ૨:૪૫ હોય છે. સામાન્ય રીતે તેમનો ભણવાનો સમય કુલ ૩ કલાક અને ૭૫ મિનીટ જેટલો હોય છે .
    શાળાના આ સમયના કારણે શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેને આરામ માટે વધુ સમય મળી રહે છે.
  3. થોડી સમય જ ભણવાનું, વધુ આયોજન કરવાનું !
    OECD (Organization for Economic Cooperation and Development)
    ના કહ્યા પ્રમાણે, ફિનલેન્ડનો એક શિક્ષક એક વર્ષમાં ૬૦૦ કલાક ભણાવે છે, અને રોજના ૪ કે તેથી ઓછા મુદ્દા. જયારે અમેરિકાના શિક્ષકો તેના કરતા વધારે ૧૦૮૦ કલાકો કરતા વધુ ભણાવે છે, અને રોજના ૬થી વધારે મુદ્દા. ફિનલેન્ડના શિક્ષકોને દરેક મુદ્દા માટે ભણવાનું આયોજન કરવા વધુ સમય મળી રહે છે .
  4. થોડાક જ શિક્ષકો અને , વધુ સુસંગતતા અને કાળજી !
  5. થોડાક જ શિક્ષકો, વધારે વિશ્વાસ કરાય એવા શિક્ષકો !
  6. થોડાક જ વર્ગો , અને વધુ રિશેષ !
  7. થોડીક જ કસોટીઓ, વધુ ભણવાનું !
  8. થોડાક જ મુદ્દા, વધુ વિસ્તારમાં ભણવાનું !
    OECD (Organization for Economic Cooperation and Development) ના કહ્યા પ્રમાણે, ફિનલેન્ડનો એક શિક્ષક એક વર્ષમાં ૬૦૦ કલાક ભણાવે છે, અને રોજના ૪ કે તેથી ઓછા મુદ્દા. જયારે અમેરિકાના શિક્ષકો તેના કરતા વધારે ૧૦૮૦ કલાકો કરતા વધુ ભણાવે છે, અને રોજના ૬થી વધારે મુદ્દા. ફિનલેન્ડના શિક્ષકોને દરેક મુદ્દા માટે ભણવાનું આયોજન કરવા વધુ સમય મળી રહે છે .
  9. થોડુક જ હોમવર્ક, પણ અન્ય પ્રવુત્તિઓમાં વધારે ભાગ લેવાનો !
  10. થોડાક જ વિદ્યાર્થીઓ , શિક્ષક વધુ  સરળ વ્યક્તિગત ધ્યાન આપી શકે !
  11. થોડુંક માળખું , પણ વધુ વિશ્વાસી !

હજુય આટલામાં આ પોસ્ટ પૂરી કરવાનું નથી ઈચ્છતો પણ કરવી પડે છે,કેમ કે આ શિક્ષણ વ્યવસ્થા અંગે જેટલી વાતો કરો એટલો સમય ઓછો પડે એમ છે . શિક્ષણના કારણે ફિનલેન્ડ જેવો દેશ જે ૧૯૫૦ પેહલા બંજર જંગલના કારણે ઓળખાતો હતો એ દેશ આજે કયા સ્થાન પર છે તે તમારી સમક્ષ મેં મુક્યું .મેં જે ઉપર કહ્યું કે  “શિક્ષણ જ કોઈ પણ દેશની દિશા અને દશા નક્કી કરે છે .” એ કેટલા અંશે સાચું કહી શકાય ???? કોમેન્ટમાં જરૂરથી લખજો ! આભાર !