કોલેજ થી કરોડોના સામ્રાજ્ય સુધીની સફર : ગૌતમ અદાણી

ગૌતમ અદાણી ! કોણના ઓળખે આ સાહેબ ને ? આપણે બધા આ ગૌતમકાકાને ઓળખીએ છીએ કેમ કે તેઓ ગુજરાતના અને એમાય અમદાવાદના છે. આપણે નાના હતા ત્યારનું તેમનું નામ સંભાળતા આવ્યા કરીએ છીએ. તેમણે ગુજરાત યુનીવર્સીટીમાંથી B.com ના બીજા જ વર્ષમાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડવાની હાલત આવી ગઈ અને અભ્યાસ છોડયો.

બાળપણથી જ ખુબ મોટા સપના જોતા હતા, અને નવું સાહસ ખેડવાના તેઓ શોખીન હતા. ઝડપી રૂપિયા કમાવા માટે તેઓ મુંબઈ પહોંચી ગયા. તેઓ માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેઓ જલસા વાળી જીવનશૈલી જીવવા મુંબઈ પહોંચી ગયા. ત્યાં તેઓએ ૨ વર્ષ સુધી  મેહન્દ્ર બંધુઓને ત્યાં હીરાના રત્નાકાર તરીકે કામ કર્યું. ૨ વર્ષ બાદ તેમણે ગમે તેમ મૂડી કરીને પોતાની ડાઈમન્ડ બ્રોકરેજ આઉટફીટ ઉભી કરી. જેમાં તેઓ એક વર્ષની અંદર જ એકાદ-બે લાખનું ટર્નઓવર કર્યું.

અદાણી એ હમેશા આગળ વધીને મેહનત કરવામાં માને છે, ના કે તેના પરિણામમાં ! આ કારણે ,જયારે તેમના ભાઈએ તેમને ફોન કરીને પાછા અમદાવાદ આવાનું કહ્યું ત્યારે તેઓ મુંબઈ બધું છોડીને અમદાવાદ આવી ગયા. ત્યાં તેમને તેમની પ્લાસ્ટિકની ફેક્ટરી સંભાળવાનું કહ્યું. જ્યાં તેમણે પેહલેથી જ આક્રમક નીતી અપનાવી. તેમણે સાહસ તરીકે, વધુ પ્રમાણમાંક્લોરાઈડની આયાત કરી. જે તેમનો સૌથી પ્રથમ ગ્લોબલ ટ્રેડ હતો. ક્લોરાઈડનો  ઉપયોગ પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ બનાવામાં થતો. 

સરકારની આર્થિક ઉદારીકરણની નીતિ પછી, આયાત ડ્યૂટી અને વિવિધ માલસામાનની કિંમતોમાં આવેલા ઘટાડાથી અદાણીની એક્ષપોર્ટ કંપનીના નફામાં જોરદાર ઉછાળો થયો. ત્યારે લોકો તેનાથી માહિતગાર થયા.

૧૯૯૦ની એક ઘટના ,
અદાણી એક્સપોર્ટની કંપનીના એક કર્મચારીના કારણે કંપનીને ૨૦ કરોડનું નુકશાન વેઠવું પડ્યુ. આ કારણે તે કર્મચારીએ રાજીનામું આપી નોકરી છોડવાની અરજી કરી. જયારે ગૌતમ અદાણીને આ વાતની ખબર પડી ત્યારે તેમણે આ કર્મચારીની રાજીનામાની અરજીના પત્રને ફાડી નાખ્યો અને તેને કહ્યું કે ” હું જાણું છું કે હવે આ ભૂલ ફરીથી નહી થાય. આ ભૂલ એક શીખ પણ છે. મેં નુકશાન ભોગવ્યું તો શીખનો ફાયદો બીજો કોઈ શું કામ લઈ જાય? “

*** શીખવા જેવી બાબતો ***

  • જીવનમાં આગળ વધવા માટે જરૂરી નથી કે, તમે એક શાનદાર સંસ્થાઓ ( જેવી કે , IIM) માં જ તમે ભણેલા હોવા જોઈએ . પોતાના શોખ એટલે કે જેમાં સૌથી વધુ તમે રૂચી ધરાવતા હોવ, એવી પ્રવુત્તિને જો તમે તમારા પ્રોફેશનમાં સમાવી લો તો પણ તમે તમારી શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકો છો . 
  • ધંધામાં તમારી સાથે  કામ કરતા દરેક વ્યક્તિને માન-સન્માન અને આદર આપો. 
  • અનુભવ જ સૌથી મહત્વનો શિક્ષક છે.