કશ્મીર ને પૃથ્વી નુ સ્વર્ગ એ લોકો જ કહે છે જે લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની સિરીયલ નથી જોતા !
છેલ્લા લગભગ ૧૦ વર્ષોથી ચાલતી આ સિરિઝ નુ IMDB રેટિંગ ૮.૧૦ છે અને જો ગુગલ પર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સર્ચ કરો તો એના ડિસ્ક્રિપ્શન માં લખેલું આવે છે કે ” એક હાઉસિંગ સોસાયટી ના સભ્યો એક બીજા ના જીવનમાં રહેલા નાનામોટા કોમન પ્રોબ્લેમ્સ નો હળીમળીને સામનો કરે છે અને ઘણીવાર ફસાઈ જાય છે ” હવે સવાલ એ છે કે
૧. પાકિસ્તાન ની જેલ માં ફસાવવુ
૨. દારુ પીતા દર વર્ષે પકડાઈ જવુ
૩. નાના મોટા ડોન લોકો સાથે વેર વાળી લેવુ
એ બધા કોમન પ્રોબ્લેમ્સ ક્યારથી થઈ ગયા …?
હા તો છેલ્લા લગભગ ૧૦ એક વર્ષ થી ચાલતી આ સિરિઝ માં વાર્તા ના નામે કોઈ પ્લોટ નથી અને કેરેક્ટર ના નામે ૨૩ મુખ્ય કેરેક્ટર અને બીજા ૫ એક જેવા છુટક છૂટક કેરેક્ટરો નો સમાવેશ થાય છે. છતા આ લોકો ને જાણે માણસો ખુટી પડતા હોય એમ સ્કુટર ને પણ એક કેરેક્ટર ની રીતે વણી લેવા માં આવ્યુ છે !
આગળ કીધુ એમ , આ લોકો ને એમના કોમન પ્રોબ્લેમ્સ માંથી સમય જ નથી મળતો કે કંઈક નવીન વસ્તુ ટ્રાય કરે. આમ જોવા જઈએ તો સલમાન ખાન ની ફિલ્મ ના રાઈટર પછી ના સૌથી આળસુ રાઈટર્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના હશે. આ લોકોએ એક અલ્ગોરીધમ બનાવી રાખ્યુ છે. વારાફરતી વારા પહેલા જેઠાલાલ નો કંઈક ડખો , પછી પોપટલાલ ને કોઈ ગમી જાય પછી ટપ્પુસેના નુ કંઈક કારસ્તાન અને પછી બધુ રીપીટ. એ માં વચ્ચે વચ્ચે થોડો થોડો ટાઈમ મળે તો બીજા કેરેક્ટર્સ ના ડખા મીઠા-મરચા ની જેમ ભભરાઈ દેવામાં આવે છે !
ગોકુલધામ એ એક પરફેક્ટ આદર્શ સોસાયટી છે. જ્યારે પણ કોઈ માણસ મકાન જોવા જાય તો પહેલા જોવે કે સોસાયટી માં કઈ કઈ સુવિધાઓ છે. ગોકુલધામ લગભગ બધી જ સુવિધાઓ પુરી પાડે છે. ગોકુલધામ માં એક ડોક્ટર , એક ટીચર , એક મિકેનિક , એક લેખક , એક પત્રકાર , એક બિઝનેસમેન , એક સાયનિસ્ટ અને એક બિજનેસવુમન પણ છે જ ! ટુંક માં આ સોસાયટીમાં કદી કોઇનું કોઈ પણ જાતનુ કામ અટકી પડે નહી. અને રહી વાત નાનામોટા કામની તો એના માટે એમણે અબ્દુલ રાખ્યો જ છે ને !
ગોકુલધામ ની બીજી એક સ્પેશ્યાલિટી છે કે અહીં બધા ઘર માં બધી વસ્તુ એકસાથે જ થતી હોય છે. જો જેઠાલાલ ના ઘર માં દયા-જેઠાલાલ પ્રેમ ભરી વાતો કરતા હોય તો બીજા બધા ઘરમાં બધા કપલો વાતો જ કરી ખાતા હોય , ઇવન પોપટલાલ ને પણ સંસ્થા એ એની છત્રી સાથે મીઠી-મીઠી વાતો કરતા જોયો છે ! ટુંક માં આખી સોસાયટી સિંક્રોનાઈઝ કરેલી છે.
તારક મહેતા… નો સૌથી અગત્ય નો ભાગ છે ટપ્પુસેના ! DC અને માર્વેલ ને પણ ટક્કર આપે એવી એક ટીમ એટલે કે ટપ્પુસેના. નરેન્દ્ર મોદી એ “ભારત નુ ભવિષ્ય ભારત ના યુવાનો ના હાથમાં છે” એવુ ટપ્પુસેના ને જોઇને જ કીધુ હતુ. લાઈફ ના લગભગ દરેક પ્રોબ્લેમ નુ સોલ્યુશન ટપ્પુસેના પાસે હોય હોય ને હોય જ છે ! છતા , “ચડ્ડી ગેંગ” અને ડોન બાદલ જેવા શાતિર ચોરો અને ગેંગ ને પકડી પાડનાર ટપ્પુ સેના ને હજુ સુધી જેઠાલાલ સરેઆમ બબિતા જોડે ફ્લર્ટિંગ કરે છે એ નથ દેખાતુ.
આમ ગામ આખા વચ્ચે આદર્શ હોવાનો ડોળ કરતી આ સિરીઝ ફિમેનિસમ કે સ્ત્રી સશક્તિકરણ માં નથી માનતી. ટપ્પુસેના ના ૫ સભ્યો માં ફક્ત એક જ છોકરી છે અને બાકીના મહિલા મંડળ માંથી ફક્ત માધવી જ બિઝનેસ કરે છે ( એ પણ ઘેર બેઠા ! ) ભારતની ચળવળપ્રેમી નારીઓ એ હજુ સુધી આની સામે અવાજ કેમ નથી ઉઠાવ્યો એ આશ્ચર્યજનક વાત છે !
આ સિવાય તારક મહેતા… માં વિવિધતા માં એકતા ની વાતો કરે છે , બાકી આખા ભારત માં થી ૬ અલગ અલગ રાજ્ય ના લોકો છે અને આખા સાઉથ ઇન્ડિયા માટે એક જ કાળિયો માણસ અસાઈન કર્યો છે ! આવું તે કંઈ ચાલતુ હશે.
ચલો ત્યાં સુધી પણ ઠીક હતુ , પણ આ લોકો ગોકુલધામ એ મિની ભારત તરીકે બતાવે છે તો સિરિયલ ના એક માત્ર મુસ્લિમ વ્યક્તિ ને સોસાયટી ની બહાર કેમ રાખવામાં આવ્યો છે એ કોઈ એક્સપ્લેઈન નથી કરી શકતુ. શું ગોકુલધામ વાળા ઓ મુસ્લિમો ને ભારત નો ભાગ નથી ગણતા ??
( ધુમતન નનનન ધુમતન નનનન ધુમતન તનનન ધુમતન તનનન ધુમતન ધુમતન ધુમતન ધુમતન ધન ! )
દર્શવાણી : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા માટે તમારી અંદર તર્કશક્તિ અને વિચારશક્તિ મિનિમમ અને સહનશક્તિ મેક્સિમમ હોવી જોઈએ
Laaya laaya..
❤
Jabru ho Bhai aane kevay ke te real ma bau j sahan Kari tarak Mehta ka Ulta chasma ne…