Google એ કેટલું વિશાળ છે ?

શું તમે વિચાર કર્યો ? ના અને હા તો કેટલું વિશાળ લાગ્યું ? તમે એમ વિચાર્યું હશે કે , દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે અને તેની નેટવર્થ અબજો છે એટલે વિશાળ ! પણ તમે બહુ ઓછું વિચાર્યું.તો હવે આ પોસ્ટ ધ્યાન થી વાંચો તો ખબર પડશે કે તમે કેટલું વિચાર્યું અને કેટલું છે.

પેહલાં તો ગુગલની શરૂઆત પર થોડું ધ્યાન આપીએ.

Google ની શરૂઆત :

ઈ.સ. ૧૯૯૫,કે જયારે હું તો જન્મ્યો પણ નહતો અને ઈન્ટરનેટ 3 વર્ષનું હતું,કે જયારે મોટા ભાગના લોકો જાણતા પણ નહતા કે ઈન્ટરનેટ શું છે અને તનો ઉપયોગ શું છે? ૧૯૯૫ નો એ દિવસ ઈતિહાસ હંમેશને માટે બદલાઈ જવાનો દિવસ હતો.੨੨-વર્ષના લેરી પેજ અને ੨੧-વર્ષના સેર્ગેઈ બ્રિન સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં પેહલી વાર મળ્યા અને ધીમે ધીમે સારા મિત્રો બની ગયા.દિવસો જતા “BLACKRUB”(Google ના અસ્તિત્વ પેહલાનું નામ)નામના પ્રોજેક્ટ માટે ભેગા થયા અને તેના પર કામ શરુ કર્યું.દિવસો જતા બંનેએ જાણ્યું કે આ સર્ચ એન્જીન એ સમયના સર્ચ એન્જીન અલ્ટાવિસ્ટા અને એક્સાઈટ કરતા પણ વધુ પ્રભાવશાળી અને ચોક્કસ છે.આ બંને સર્ચ એન્જીન લીનક્સ પરથી પેજ શોધતા હતા જયારે તેમનું સર્ચ એન્જીન પેજના શબ્દો પરથી પરિણામ શોધતું હતું.

૪ સપ્ટેમ્બર,૧૯૯૭ ના રોજ BLACKRUB ને હંમેશને માટે નવું નામ “Google” મળ્યું.  Google એ googol શબ્દ પરથી આવેલો શબ્દ છે.જેનો અર્થ 1 ની પાછળ 100 મીંડા.બંને સ્થાપકો નો ટાર્ગેટ આટલી મોટી સંખ્યામાં માહિતી ભેગી કરવાનો હોવાથી આવું નામ રાખ્યું.તેમના મિત્રની ગેરેજ માં તેમને આગામી ધોરણે કામ શરુ કર્યું.બીજા સર્ચ એન્જિન કરતા સચોટ અને પાવરફુલ હતું ,જે Google ની સફળતાનું સૌથી મોટું રહસ્ય ઘણી શકાય.

Google કંપનીને તમે ધારી,એ કરતા ઘણી વિશાળ છે.

હાલના દિવસોમાં તમે જીમેઇલ,ગૂગલ પ્લસ,ગૂગલ મેપ્સ જેવી એપ્લિકેશન નો ઉપયોગ કરો છો ,આ ઉપરાંત સેલ્ફ ડ્રાઈવ કાર્સ અને ગૂગલ ગ્લાસ જેવી પણ પ્રોડક્ટ્સ ગૂગલની એક દેણ છે.આ બધાને ધ્યાનમાં લઇ તમે ક્યારેય કદાચ એમ નહી વિચાર્યું હોય,કે ગૂગલ ખરેખર કેટલું વિશાળ છે.હવે ચાર અગત્યના મુદ્દા પર ચર્ચા કરીએ કે ખરેખર કેટલું વિશાળ છે.

4. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સીસ્ટમ ખરીદી.

17,ઓગષ્ટ 2005 ના દિવસે ગૂગલે આ એન્ડ્રોઈડ ઓપરેટીંગ સિસ્ટમને એન્ડી રૂબીન(કે જેમણે એન્ડ્રોઇડ બનાવી તે) પાસેથી પચાસ મિલિયન ડોલર્સમાં ખરીદી.એન્ડ્રોઇડની સફળતાનું સૌથી મોટું કારણ ,એ ઓપનસોર્સ છે.આજે જે એન્ડ્રોઇડ નું પ્રભુત્વ છે એ તો તમે બહુ સારી રીતે વાફેક હશો.

2013 માં 261.1 મિલિયન મોબાઈલ દુનિયામાં વેચાયા હતા,જેમાંથી 211 મિલિયન મોબાઈલ તો એન્ડ્રોઇડ હતા.એટલે કે એમ કહી શકાય કે 2013માં 80%કરતા વધુ મોબાઈલ AndroidOS વાળા વેચાયા.
આ આંકડા પર થી અંદાજો લગાવો કે ગૂગલ કેટલી  વિશાળ કંપની છે.

3.Youtube ની ખરીદી.

10,ડિસેમ્બર 2006,ના દિવસે યુટ્યુબ ને પોતાના હસ્તક લઇ લીધું.જે ગૂગલે 1.6 બિલિયનડોલર્સમાં પોતાની માલિકી હેઠળ લઇ લીધું.જે ગૂગલ બાદ બીજા નંબરનું સૌથી વધુ વપરાતું સર્ચ એન્જિન(Bing,Yahoo અને Ask કરતા પણ મોટું) છે. Bing,Yahoo અને Ask ને ભેગા કરો તો પણ યુટ્યુબની તોલે ના આવે એટલું વિશાળ સર્ચ એન્જિન છે.

2.Boston Dynamics નામની કંપની ખરીદી.

ગૂગલે Boston Dynamic નામની આ કંપની કેટલામાં ખરીદી તે હજુય કોઈને નથી.આ કંપની એ સૌથી વધારે તેની પ્રોડક્ટ “BIGDOG” ના લીધે પ્રચલિત છે,જેનો હાલમાં આર્મી દ્વારા ઉપયોગ કરાય છે.આ રોબોટની એક ઝલક જોવા માટે નીચેનો વિડીયો જુઓ.

2013માં ગૂગલ ના કેહવા મુજબ ગૂગલ રોબોટીક્સ ના લીડર તરીકે એન્ડ્રોઈડના સ્થાપક એન્ડી રૂબીન ફરજ બજાવશે.ગૂગલે જયારે ખરીદી ત્યારે એમેણે પર ટ્વીટ કરી હતી.જે નીચે જોઈ શકો છો.

//platform.twitter.com/widgets.js

1.NEST કંપની ખરીદી.

ગૂગલે 13 જાન્યુઆરી,2014 ના દિવસે 3.4 બિલિયન ડોલર્સમાં ખરીદી.જે Home Automation ના ડીવાઈસનાં કારણે ખુબજ પ્રતિભા વળી કંપની છે.NEST દ્વારા બનાવામાં આવતું આ ડિવાઈસ એ પ્રોગ્રામેબલ,જાતે અનુસરે એવું,વાઈ-ફાઈની સુવિધા વાળું અને અન્ય ઘણા ફીચર્સ વાળું છે.આ કંપની આ શિવાય પણ ઘણા અન્ય સિક્યુરીટી માટેના ડિવાઈસ બનાવે છે.

આ ઉપરાંત…..

  • DeepMind (known for World-class Artificial intelligence tool)
  • Google X(secret research company,currently run by Sergey Brin.)
  • ProjectLoon(developed by Google X with the mission of providing Internet access to rural and remote areas.)
  • and many more projects.(Click here to see full list)

આ ઉપરાંત પણ, જયારે આપણે ઈન્ટરનેટ ચાલુ કે નહી તે જોવા માટે પણ ગૂગલનો જ ઉપયોગ કરીએ છીએ.

હવે તમે આ પરથી જણી શકો છો કે ગૂગલ તમારા અંદાજા કરતા પણ કેટલી મોટી કંપની છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
7 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Krishna shah
Krishna shah
8 years ago

content seems really useful and interesting although.

USB
USB
8 years ago

bhai bhai 🙂

Harsh Patel
Harsh Patel
8 years ago

A lot more information with a small article.. .. Keep it going Urvish…

Utkarsh
Utkarsh
8 years ago

nice