જેફ બેઝોસ ! નાણાંબજાર છોડીને પોતાની ઓનલાઈન કંપની શરુ કરવાનું જેફ બેઝોસનો આ નિર્ણય સાહસિક હતો . તેમના આ સાહસિક નિર્ણયે ઈ-કોમર્સ જગતની દુનિયા બદલી દીધી , ઈતિહાસ ગવાહ છે . આજે જેફ બેઝોસની કંપની એમેઝોન એ દુનિયાની સૌથી વધુ મૂલ્ય ધરાવતી અને પ્રભાવ ધરાવતી કંપની છે.
વાસ્તવમાં એમેઝોન એ માનવજાતિને જેફ બેઝોસ તરફથી મળેલી ગીફ્ટ કહી શકાય . એવી ગીફ્ટ / પ્લેટફોર્મ કે જ્યાં , તમે ઘરે બેઠાં કોમ્પ્યુટર કે મોબાઈલ જે યોગ્ય લાગે તેના પર થી એમેઝોન ની સાઈટ ખોલી જેની ખરીદી કરવી હોય એ કરી શકાય .
તેમની સફળતાને તમે માત્ર એમેઝોન સુધી જ ના આંકશો. તેઓ ખગોળસંશોધન અને અવકાશયાત્રા માટે ના યંત્રો અને વાહનો નું ઉત્પાદન કરતી કંપની બ્લૂ ઓરીજીનનાં પણ માલિક છે. હવે તમે વિચારો કે તમની સંપતિ કેટલી ? તેમની પાસે કુલ 32 બિલિયન ડોલરની સંપતિ છે અને જે હાલ પણ વધી જ રહી છે . હવે શરુ કરીએ તેમની આ સફર !
નાણાંબજારમાં શરૂઆત.
તેમનું પેહલું સાહસ જયારે હાઈસ્કુલમાં હતા ત્યારે જ ‘ડ્રીમ ઇન્સ્ટીટ્યુટ’ શરુ કર્યું હતું .તેમણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ નાણાંબજારમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી . એ વખતે નાણાંબજારમાં કોમ્પ્યુટર ફાવતું હોય એવા લોકોની મોટી માંગ હતી. તેમને કોમ્પ્યુટર અને તેને લગતી વળગતી ચીજોનો પેહલેથી જ રસ હતો. તેમની આવડત અને અનુભવના લીધે તેઓ 1990માં D.E.Shaw નામની એક નામની કંપનીના ઈતિહાસમાં સૌથી નાની વયના વાઈસ પ્રેસીડેન્ટ બન્યા.
મોકે પે ચોક્કા .
એક વાર તેઓ D.E.Shaw માં ઈન્ટરનેટ સર્ફ કરતાં હતા ત્યારે તેમણે માહિતી મળી કે ઇન્ટરનેટ એ દર મહીને 2300 ઘણું ઝડપી વિકસી રહ્યું છે . તરત જ તેમના મનમાં વિચાર આવી ગયો કે ઓનલાઈન વેચાણનું ભવિષ્ય બહુજ વિશાળ છે . D.E.Shaw કંપની એ બેઝોસને બહુ મનાવ્યા કે તેઓ કંપનીને છોડીને નાં જાય ,પણ તેઓ એકનાં બે ના થયા.બેઝોસએ વિચારી જ લીધું હતું કે ,તેઓ આગળ જતા ફેલ થશે અથવા તો સફળ થશે .
તેઓએ અને તેમની પત્નીએ ઊંડા શ્વાસ લઈને નવું સાહસ કરવાનું વિચારી લીધું હતું. બેઝોસે તેમના સબંધીઓ અને મિત્રો સાથેથી ટુકડે ટુકડે 1 મિલિયન ડોલર એટલે કે 10 લાખ ડોલર ભેગા કર્યા .
જુલાઈ 5,૧૯૯૪માં નોકરી બેઝોસે ઓનલાઈન પુસ્તકોનું વેચાણ શરુ કરી દીધું. જેને ‘Cadabra’ નામ આપવામાં આવ્યું. પણ આ નામ સામે કાયદા ના વિરોધ માં હતું પછી તેઓ એ Awake.com, Browse.com, Bookmall.com, અને Relentless.com(આજે પણ આ નામથી એમેઝોનની વેબસાઈટ ખુલે છે.) નામનાં ડોમેઈન વેબસાઈટ માટે રજીસ્ટર કરાવ્યા .અંતે લગભગ એક વર્ષ પછી બદલીને Amazon.com કર્યું જે નામથી તમે આજે આ કંપનીને જાણો છો .ધીમે ધીમે નાની નાની શક્ય હોય તેવી વસ્તુઓ ને પણ વેચાણની યાદીમાં સમાવેશ કર્યો, જેવી કે CD,હાર્ડવેર ,સોફ્ટવેર. તેમની શરૂઆત થોડી નબળી રહી. તેઓ, તેમના મિત્રો અને થોડા કર્મચારીઓ સાથે એક ગેરેજમાં થી બધો વહીવટ, વેચાણ અને વેબસાઈટ સંભાળતા હતા.
બેઝોસ અને તેમના પત્નીએ ઘરને જ ઓફિસ અને ગેરેજને સ્ટોર રૂમ બનાવી દીધી . તેઓ સ્ટાફ મિટીંગ અને અન્ય કામની મિટિંગ નજીકની લાઈબ્રેરીમાં રાખતા.
જયારે વેબસાઈટ શરુ કરી ત્યારે તેમણે 300 લોકોને તેમની વેબસાઈટનું ટેસ્ટીંગ કરવાનું કહ્યું. વેબસાઈટને જુલાઈ ૧૬, ૧૯૯૫માં લોકો સમક્ષ મૂકી .એ વખતે કોઈ પણ વસ્તુ વેચાય તો ઓફિસમાં રાખેલો બેલ વગાડવાનો એવું નક્કી કરેલું. પણ આં બેલ બહુ લાંબો સમય ટક્યો નહિ કેમ કે વેચાણ ખુબ જ ઝડપથી વધી રહ્યું હતું .એક-બે જ મહિનામાં જ તેમનું વેચાણ અમેરિકાના 50 જેટલાં રાજ્યો અને 45 જેટલાં અન્ય દેશો સુધી થયું . બે મહિના બાદ સપ્ટેમ્બર ૧૯૯૫માં વેચાણ વધીને દર અઠવાડિયે 20000 ડોલરનું થઇ ગયું .
ન્યુઝપેપર ‘ The Washington Post ‘ ખરીદ્યું .
ઓગષ્ટ 5,2013 ના દિવસે ન્યુઝપેપર ‘The Washington Post ‘ ને 250 મિલયન ડોલરમાં ખરીદ્યું અને એ પણ રોકડે !
તેઓ ના દરેક પત્રકાર અને કર્મચારીઓને વારંવાર મળે છે અને દરેક મિટિંગમાં હાજરી આપે છે .
જેફ બેઝોસ પાસેથી શીખવા જેવી વાતો !
જેફ બેઝોસ અને Amazon.COM એ આપણને ઘણું બધું શીખવાડી જાય છે.
- હંમેશા બહુ દુર સુધીનું જ પ્લાનિંગ કરો ! બેઝોસના કહ્યા પ્રમાણે જયારે ઇન્ટરનેટ ના શરૂઆતના દિવસોમાં ગણ્યા ગાંઠ્યા જ યુઝર્સ હતા ત્યારે બેઝોસે એમેઝોનની શરૂઆત કરી હતી .જે તેમણે વિતાવેલો સૌથી મુશ્કેલીઓ વાળો સમય હતો .
તેમને તે વખતે રોકાણકારો મેળવવામાં ખુબ જ તકલીફ પડતી કેમ કે કોઈ જાણતું નહતું કે ઈન્ટરનેટ શું છે ? જયારે પણ તેઓ કોઈ રોકાણકાર પાસે જતા ત્યારે તેમને તેઓ પૂછતાં કે ભાઈ,આ ઈન્ટરનેટ શું છે ?હવે તમે જ વિચારો,કે જેફ બેઝોસે ઈન્ટરનેટની આજે જે સ્થિતિ છે તેનો વિચાર કર્યા વગર જ આ સાહસ કર્યું હશે ? - તમારી સાથે કામ કરતા દરેક વ્યક્તિને આદર-સન્માન આપો ! જેફ બેઝોસની કંપનીના કોઈ પણ કર્મચારીનો તમે બેઝોસ અંગેનો ફીડબેક લેજો ,તમને ક્યારેય નકારાત્મક વલણો વાળા ફીડબેક ખુબ જ ઓછા મળશે ,કદાચ મળશે જ નહિ !
જેફ બેઝોસએ હમેશા તેમના કર્મચારીઓ ને માન-સન્માન આપે છે. તેઓ ના દરેક પત્રકારને નિયમિત મળતાં રહે છે ,તેમના કર્મચારીઓ સાથે કોન્ફરન્સમાં પણ હાજરી આપે છે !
🙂 nice article urvish
thank you UJJVAL !