લોકોને વૃક્ષના છાંયડામાં પોતાનું વિહીકલ પાર્ક કરવું હોય છે,પણ એવો વિચાર નથી આવતો કે હું પણ એક વૃક્ષ વાવું.
અમદાવાદ ભડકે બળી રહ્યું છે , વાતાવરણ ની અડધી સદી પૂરી થઇ. ઓલરેડી વોટ્સએપ માં મેસેજ ફરતા થયા હતા કે અમદાવાદ માં રેડઅલર્ટ.
પાંચ દિવસ સુંધી બપોરે બહાર નીકળવું નહિ. ૪૫ આસપાસ તાપમાન રહેશે આવું હવામાન ખાતા એ કીધું હતું પણ મોબાઈલ એપ્સ માં ૫૦ દેખાતા સોસીઅલ મીડિયા પર સ્ક્રીનશોટ ફરતા થઇ ગયા 50-50 , ચારેબાજુ ત્રાહિમામ ફેલાયી ગયો છે હવે તો લોકો ના એસી પણ થાકી ગયા કે બસ ભાઈ હવે હું થાક્યો, આ ગરમી થી
કાળજાળ ગરમી માં ક્યાય શેરડી નો રસ કે લીંબુ પાણી વાળો દેખાય તો સ્વર્ગ મળ્યું આવું અહેસાસ થાય આ વર્ષે તો મને છાસ ની પણ ફરતી પરબ જોવા મળી વાહ !! ભગવાન આ શરુ કરનાર નું ભલું કરે.
ખરો અનુભવ તો જેને ઘેર PVC ની પાણીની ટાંકી હશે અવ લોકો ને થતો હશે ( લેખક પોતે ) બપોરે મોઢું પણ ધોવા પાણી મૂકી રાખવું પડે કે ફ્રીઝ નું પાણી તો છેજ પછી. (હા હા હા )
આ ગરમી થી લુ ના લાગે એના માટે કાચી કેરી સાથે ડુંગળી વાળો પ્રયોગ પણ સારો છે એમ તો પણ દાંત નું ધ્યાન રાખવું ની તો સેન્સીટીવીટી દુર કરવા વાળા તૂથ્પેસ્ટ વાપરવા પડશે. (ઉંમર નો પ્રભાવ )
શાળા વાળા વિદ્યાર્થીઓ ને તો રજાઓ ચાલે છે એટલે મોટા ભાગ ના મામા ના ઘેર (મીડલ ક્લાસ) ને બાકી ના શિમલા ફરવા ગયા હશે, ખરી જંગ તો મારા ભાઈઓ અને બહેનો (અપવાદ) ની ખાસ કરી ને GTU વાળા , આવી કાળજાળ ગરમી માં ટોપી, ચસમાં, નીન્જા માસ્ક , દુપ્પટા, વગેરે નો વેશ પહેરી ને પરીક્ષા આપવા જાય પછી ગરમી માં મગજ ના ડેટા નું બાસ્પીભવન પણ થવાના ચાનસેસ છે. ( જાત અનુભવ)
એસી ઓફીસ વાળા ને સારું એટલીસ્ટ રાહત તો મળે કામકાજ દરમિયાન પણ જે બહાર કામ કરે છે તેમની હાલત તો દયનીય છે મજુરવર્ગ , પોલીસ, આર્મી, લારી ગલ્લા વાળા વગેરે સામાન્ય વર્ગ ની સહન શક્તિ તો કેવું પડે !! ( tolerance ! જવાદે ભાઈ એ મુદ્દો )
હવે વાત રહ્યી નવરા લોકો ની જે વધતી ગરમી એટલે લોકો ચર્ચા કરશે ગ્લોબલ વોર્મિંગ ઉપર અને વાતો તો ડાહ્યી ડાહ્યી કરશે કે વૃક્ષો ઉગાડવા જોઈએ , જંગલો ના કાપવા જોઈએ ને વગેરે વગેરે પણ એના સામે કરે કેટલું ??? શૂન્ય !!! શરમજનક.
માત્ર ફેસબુક પર સ્ટેટસ પોસ્ટ કરવાથી કે વ્હોટસએપ પર વાતો કરવાથી કઈ આ ગ્લોઅલવોર્મિંગ અટકવાની નથી, જરૂર છે તો નક્કર પગલા ની જે આજેય નહિ લેવાય ને કાલે નહિ કેમકે મનુષ્ય જેટલું સ્વાર્થી કોઈ નથી. કારણકે જે આજે આ મુદ્દા પર વાત કરે છે પણ જયારે કાલે એનું જ ઘર કે ઓફીસ બનાવવા વૃક્ષો કાપશે એતો ખરું પણ સામે એક પણ વૃક્ષ વાવશે નહિ . (વાહ મેરે શેર )
સરકારને એક ટકોર !
આવતા વર્ષના બજેટમાંથી હવે વૃક્ષના ઉછેર પાછળ પણ ખર્ચો ઉમેરજો. અને મે,૨૦૧૭ થી દરેક ઘરમાં કોઈ ખુશી(કોઈ બાળકનો જન્મ) કે શોક(પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ) નો માહોલ સર્જાય તો તેમણે ફરજીયાત એક વૃક્ષ વાવવું . અને એ વૃક્ષના ઉછેરનો ખર્ચો સરકાર આપશે. (કહેવામાં શુ જવાનુ છે ? એક વ્રુક્ષૃ વ્યક્તિ દિઠ તો પોસાય મારા ભાઈ !!!)
આવનારા ૧૦વર્ષો માં શું થશે ? એતો મારો રામ જાણે આતો સમય સમય નો ખેલ છેને પરિવર્તન એ સંસાર નો નિયમ છે કોમેન્ટ માં પ્રતિભાવ જરૂર થી આપશો .
જય શ્રી કૃષ્ણ
Jorrdaar ujjval
@Urvish Patel
Thank You Bhai 🙂
Really ..! Superb Article ever..!
thank you bhai !