મને આ પોસ્ટ લખવાનો વિચાર ,હું reddit પર આ આર્ટીકલ વાંચ્યું ત્યારે આવ્યો,અને હું તેને ગુજરાતીમાં લખતાના રોકી શક્યો. ધ્યાનથી વાંચજો.
*** મારી છેલ્લી ટાઈ ***
મારી ઉંમર ૨૪ વર્ષની છે, તેમ છતાંય મેં મારી છેલ્લી ટાઈ મેં પસંદ કરી દીધી છે. થોડાક દિવસ પેહલા જ લાવ્યો છું ,જે હવે હું મારી અંતિમ યાત્રામાં પેહરીશ. ભલે આ ટાઈ મારા સુટ પર મેચના થતી હોય,પણ આ પ્રસંગ માટે આ ટાઈ પરફેક્ટ છે.
કેન્સરના રોગના રોગના નિદાનમાં બહુ મોડું થઈ ગયું એટલે આશાઓ પણ આછી આછી હતી. મેં અનુભવ્યું કે મોતથી એ તો નિશ્ચિત થઇ જશે કે તમારા જે કઈ થોડા ઘણા ફાળાના કારણે જે કઈ તમારું અસ્તિત્વ હતું એના કરતાં કદાચ મોતને ભેટ્યા પછી સારું હશે.
હું જે કઈ થોડું ઘણું જે રીતે જીવ્યો , એ રીતે તો મારું અસ્તિવ લોકો માટે કઈ ખાસ મહત્વનું નથી કેમ કે મેં કઈ એવું સારો પ્રભાવ છોડી જાઉં એવું કામ કર્યા વગર જીવ્યો છું . ઘણી બધી વસ્તુઓ એ મારા પર પોતાનો હક જમાવી દીધો હતો. જયારે મેં જાણ્યું કે મારી પાસે જીવવા માટે કેટલો સમય બાકી છે , ગમે તે રીતે પણ …એ તો સમજી ગયો કે આ વધેલા દિવસો ખરેખર ખુબ મહત્વના છે.
હવે હું તમને સ્વાર્થ ખાતર કંઇક કેહવા માંગું છું. હું તમને જીંદગીના છેલ્લા દિવસોમાં સમજ્યો એ જણાવી મારી નિરર્થ લગતી જીંદગીને કંઇક થોડો એવો અર્થ આપવા માંગું છું.
- જે કાર્ય તમને કરવું પસંદ જ નથી ,એવા કાર્ય પાછળ તમારો સમય ખર્ચના કરો. તે સ્પષ્ટ છે કે તેમાં તમને સફળતા નહી જ મળે. તમે તમારું પસંદગીનું કાર્ય કરતા હશો તો જ જુસ્સો અને સમર્પણ સાથે કરી શકશો.
- બીજાના મંતવ્યો સાંભળીને કઈ પણ કરવું એ મૂર્ખતા છે. ડર તમને નબળા અને અપંગ બનાવી દેશે. જો તમે ડરને પોતાના પર હાવી થવા દેશો તો તે દિવસેને દિવસે સખત રીતે માનસિક રીતે અસરો કરશે. તમારા હૃદયના અવાજને જ સાંભળો અને તે જ કાર્ય કરો. કેટલાક લોકો તમને મુર્ખ કેહશે , પણ કેટલાક ક્યાંક તો એવા હશે જે તમને “Legend” કેહશે.
- તમારી દરેક જવાબદારીઓને પણ ધ્યાન આપો. ખરાબ આદતોને છોડીને સારા સ્વાસ્થ્ય માટે આગળ વધો.એવી રમત રમો કે જે તમને ગમતી હોય, જે તમને તંદુરસ્ત રાખશે. મોટા ભાગના લોકો આ અગત્યની બાબત ટાળશે. તમારા નિર્ણયોથી જીંદગીને આકાર આપો.
- તમારી આસપાસના દરેક લોકોની કદર કરો. તમારા મિત્રો અને સબંધીઓ તમારા માટે શક્તિ અને પ્રેમ બની રહેશે.
મારા માટે આ નાની લાગતી વાસ્તવિકતાઓ નું તમારી જીંદગીમાં મહત્વ સમજાવવું અઘરું છે, પણ મને આશા છે કે તમે એક અનુભવી ની વાતો સાંભળશો અને સમજશો કે સમય કેટલો મુલ્યવાન છે.
હવે હું દુખી નથી ,કેમ કે મારી જીંદગીનો છેલ્લો દિવસ એ હવે કંઈક સફળ નીવડશે. મને થોડીક ઘણી વાતોનું દુખ છે જેવી કે , હું હવે આવનારી ટેકનોલોજી અને એલન મસ્કના પ્રોજેક્ટ નહી નિહાળી શકું. હું એવી આશા રાખું છું કે સીરિયા અને યુક્રેઇનમાં ચાલતા યુદ્ધો પર વિરામ આવે.
આપણે આપણા શરીરની પવિત્રતા અને તંદુરસ્તી પર ખુબ જ ધ્યાન આપીએ છીએ, પણ આપણે એ નથી સમજી શકતા કે આપનું શરીર એતો માત્ર ખોખું છે, જે ભગવાને આપણને વ્યક્તિવ , સારા વિચારો અને કર્મો લોકો સુધી પહોંચાડવા મોકલ્યું છે.
જો ખોખામાં દુનિયા બદલવા જેવું કઈ પણ નથી તો આ ખોખું ભગવાન પાછું લઇ લે એમાં કઈ નવાઈની વાત નથી. હું માનું છું કે આપણા બધાના માં સામર્થ્ય તો છે , પણ તેને સમજવા માટે ખુબ જ હિંમત જોઈએ.
તમે તમારા સ્મૃતિમાં રહેલા તમામ દિવસ પછી દિવસ , કલાક પછી કલાક યાદ કરશો. તમે જેમાં માન્યતા ધરાવતા હશો તેના માટે તમે લડશો , સંઘર્ષ કરશો અને ઈતિહાસને તમારા જીવનની એક વધુ મહાન કથા આપશો. આપણે જ્યાં રહીએ છે તે એક સરસ રમતનું મેદાન છે.અહીં બધું જ શક્ય છે જ્યાં સુધી તમે તેના પર હયાત છો. કશુંજ અશક્ય નથી.
આપણું જીવન એ આ પૃથ્વી પર એક નાનો તણખો છે , જે આ અજાણ્યા બ્રમ્હાંડના અનંત અંધારા તરફ ખુબ જ ઝડપથી સહેલ કરશે. આમ, તમારી જીંદગીને માણો, તમને પસંદ હોય , રૂચી હોય તે જ કાર્ય કરો . તે જ તમને સફળતા અપાવશે. તમારી જીંદગીને રસપ્રદ અને મૂલ્યવાન બનાવો.
તમારો સમય આપવા બદલ આભાર !
************
સ્ત્રોત :Reddit.com
Awesome….
Keep it up
Aabhaar Bhaai !
It’s just a opening…
right URvish
more life changing story will come…
Keep it up. buddy
Ya Harsh , You are right ! #StayTuned !
When you are…. Going to join us?