નારી તું નારાયણી ! ખરેખર ?

નમસ્તે વાંચક મિત્રો આ મારુ ગુજરાતી લેખન તરફ પ્રથમ પગલું છે , ખબર નહિ આપણાં મંતવ્યો મેળ ખાશે કે નહિ પરંતુ ભૂલ થઇ હોય તો ક્ષમા કરશો અને તમારો પ્રતિભાવ જરૂર થી જણાવશો .

૮મી માર્ચ International Women’s Day (વિશ્વ મહિલા દિવસ) તરીકે ઉજવાય છે પણ મુદ્દા ની વાત એ છે કે
વર્તમાન સમય માં ” નારી તું નારાયણી ”  કેટલી હદે સાચું છે ?

“આજે દેશની પરિસ્થિતિ બદલાઈ રહી છે મહિલાઓનો ફાળો દરેક ક્ષેત્રમાં નોધપાત્ર રીતે વધી રહ્યો છે, Woman Empowerment (મહિલા સશક્તિકરણ) થઇ રહ્યું છે.” આવું ટીવી માં નેતાઓના ભાષણ માં સાંભળવા મળતું હોય છે.

હા કેટલીક મહિલાઓનું તેમના ક્ષેત્રમાં ઊંચું સ્થાન છે. આમ તો દરેક કાળમાં આવી મહિલાઓ થઈ ચુકી છે, સીતા, દ્રૌપદીથી લઇ ને રાણી દુર્ગાવતી, લક્ષ્મીબાઈ અને રઝિયા સુલતાન થી લઇ ને ઇન્દિરા ગાંધી. પરંતુ સામાન્ય મહિલાઓ ના જીવન માં કેટલું પરિવર્તન આવ્યું ? તેમના વિચારો માં કેટલું પરિવર્તન આવ્યું ? મહિલાઓને  તેમની યોગ્યતા સમજ આવે તે પોતાના નિર્ણયો જાતે લઇ શકે અને ત્યારે જ તેમને બધા અધિકાર અને સમાનતા મળે, તે જ તો છે મહિલા સશકતીકરણ.

આપણા વધાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી  એ મહિલા દિવસ પર એક વાક્ય કહ્યું હતું કે   ” દેશના વિકાસ માટે દેશની મહિલાઓને સશકત કરવી પડશે.”.

પરંતુ આ સશકતીકરણ માટે પહેલા  સમાજ માં સ્ત્રીઓના અધિકારો અને મુલ્યો ને મારતા વિચારો નો અંત આણવો પડશે જેવા કે બાળમજૂરી, યોન્શોષણ, દહેજપ્રથા, ઘરેલું હિંસા , આસમાનતા, અશિક્ષા  અને હજી  બીજું ઘણું બધું જે તેમના માર્ગ ને અવરોધી રહ્યું છે.

ઉપરના કારણો થી તેમના માટેના દરવાજા બંધ થઇ રહ્યા છે, તેઓ અંધકાર તરફ જઈ રહ્યા છે, જરૂર છે તો દરવાજા ખોલવાની અને તેમને પ્રકાશમાં લાવીને ખુદ નો અહેસાસ કરાવાની.મહિલાઓ નો આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય તમામ પ્રકાર નો વિકાસ કરવો જરૂરી છે, ત્યારે જ તેમને બંધારણ માં આપવામાં આવેલો સમાનતાનો અધિકાર સાર્થક થશે.

નારી શક્તિનું પ્રતિક છે તેથી તેને નારાયણી કહેવાયી છે તેને દુર્ગા, મહાકાલી, લક્ષ્મી ,સરસ્વતી કહેવાયી છે, સ્વયં શક્તિ જ નબળી કઈ રીતે પડી શકે ? શું તે ખરેખર દુર્ગા છે ?

તેની પાસે અધિકારો તો છે, પણ તે શક્તિમય નથી, તેને જરૂર છે સશક્તિકરણ ની ,તેમના સશક્તિકરણ માટે જરૂરી છે શિક્ષણની, જો બાળપણ થી શિક્ષા આપવામાં આવે કે તે બધી રીતે યોગ્ય બને,તેને શીખવવું જોઈએ કે તે પોતાના પગ પર ચાલી શકે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તેવો આત્મવિશ્વાસ કેળવે.

સરકાર પણ આ દિશા માં પગલા ભરી રહી છે, મહિલાઓ ને દરેક ક્ષેત્ર માં પુરતું આરક્ષણ આપવામાં આવ્યું છે  અને હવે લોકો ને પણ જાગૃત થવા જરૂર છે. દીકરી સાપનો ભારો કે ગાય નથી કે મહિલા પુરુષ ની દાસી નથી પરંતુ તે લક્ષ્મી અને દેવી નું સ્વરૂપ છે. ભૂતકાળ માં રાજા રામ મોહનરાય,સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આચાર્ય વિનોબા ભાવે, જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રી બાઈ ફૂલે વગેરે ધ્વારા મહિલાઓ પર થતા અત્યાચારો નો વિરોધ થયેલો છે.

સૌ પ્રથમ જરૂરિયાત છે જનમાનસના વિચારોમાં પરિવર્તનની અને પછી મહિલાઓને એક મજબૂત વિચાર આપવાની કે તે આત્મ્સર્ભર બને.આર્થિક રીતે આત્મ્સર્ભર. આ એક આવો વિચાર જે તેને ગતિ આપશે, દિશા આપશે , સન્માન આપશે , આત્મવિશ્વાસ આપશે, સ્વાભિમાન આપશે.

ભારતવર્ષ ની કેટલીક મહિલાઓ ખૂબ પ્રેરણારૂપ છે જેમને દુનિયા માં ખુદ ના દમ પર ઘણું નામ અને પ્રસંશા મેળવી , જેવી કે પી.ટી. ઉષા , સાનિયા મિર્ઝા, મેરી કોમ, સાયના નેહવાલ, નિરજા ભણોત, કલ્પના ચાવલા, કિરણ બેદી, પ્રતિભા પાટીલ અને બીજી ઘણી ખરી.

બાબા સાહેબ આંબેડકર એ કહ્યું હતું ” I Measure the progress of a community by the degree of progress which women have achieved “

 

ધન્યવાદ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments