રાતોરાત મળેલી સફળતા ખરેખર દાયકાઓના તપ અને સંયમનું ફળ હોય છે.
લોકોને સ્માર્ટફોન સાથે રસ્તાઓ પર ચાલતા કરતી અનોખી ગેમ ‘પોકેમોન ગો’. આ ગેમ લાંબા સમયથી સોસિયલ મિડિયા પર વાવાઝોડાની ઝડપે ફેલાયેલી હતી. ‘પોકેમોન ગો’ ભારતમાં હજુ લોન્ચ પણ નથી થઇ, પરંતુ થર્ડ પાર્ટી દ્વારા ડાઉનલોડ કરીને લોકો ધૂમ મચાવી રહ્યા છે. આ ગેમ રમવા પાછળ તો લોકો પાગલ થઇ રહ્યા છે. આજના આગળ પડતા ટેક્નોલોજી યુગમાં લોકો પાસે સ્માર્ટફોન આવી ગયા છે, જેથી દિવસને દિવસે મનોરંજન માટે નવી-નવી ગેમો શોધાઈ રહી છે.
‘પોકેમોન ગો’ ગેમને ભલે રાતોરાત વિશ્વભરમાં સફળતા મળી ગઈ હોય પરંતુ આ ગેમની સફળતા પાછળ 20 વર્ષનો લાંબો સમયગાળો લાગ્યો હતો. આ ગેમની સ્થાપના કરનાર ‘જોન હેન્કને’ ગેમ બનાવવાનો વિચાર 20 વર્ષ પહેલા આવેલો. તેમના મગજમાં પહેલાથી જ એક અલગ પ્રકારની ગેમ બનાવવાનું મોટું સ્વપ્ન હતું. તમને જાણીને નવાઈ લાગશે પણ ગૂગલનું જે ‘ગૂગલ અર્થ’ નામનું આવડું મોટું સોફ્ટવેરના સર્જક પણ આ જોન હૅન્ક જ છે.
તો ચાલો તેમની સફળતાની ગાથા પર…
જોન હૅન્કના જીવનના સૌથી મહત્વના તબક્કા !
આ ગેમને આખરી સ્વરૂપ મળ્યું તે દરમ્યાન જોન હૅન્ક અલગ અલગ એવા 10 તબક્કાઓમાંથી પસાર થયા અને આપણને એક અદ્દભુત ગેમ મળી.
- 1996 માં, હજુ તો જોન હૅન્ક વિદ્યાર્થી જ હતા, ત્યારે તેને સહ-સ્થાપક તરીકે પ્રથમ ‘મેરેડિયલ 59’ નામની મેસીવલી મલ્ટીપ્લેયર ઓનલાઇન ગેમ (MMO) બનાવી. ત્યારપછી પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે આ ગેમ ‘3 ડીઓ ‘ નામની કંપનીને વેચી દીધી.
- 2000 માં, જોન હૅન્કે ‘કી હોલ’ ની સ્થાપના કરી અને એની સાથે એરિયલ ફોટોગ્રાફી સાથેનો જીપીએસ થ્રિડી નકશો બનાવ્યો.
- 2004 માં, ગૂગલે ‘કી હોલ’ 3.5 કરોડ ડોલરમાં ખરીદી લીધું અને હેન્કની મદદથી ‘ગુગલ અર્થ’ બનાવ્યું. આ જ સમય દરમિયાન જોન હૅન્કે જીપીએસ આધારિત ગેમ બનાવવાનું વિચાર્યું.
- 2004 થી 2010 દરમિયાન જોન હૅન્કે ગૂગલ ટીમને માર્ગદર્શન આપ્યું અને ગૂગલ મેપ અને ગૂગલ સ્ટ્રીટ વ્યૂનું સંશોધન કર્યું. આ જ સમય દરમિયાન, તેને એક ટીમ બનાવી અને પછી ‘પોકેમોન ગો’ ગેમ બનાવવાનું નક્કી કર્યું.
- 2010 માં, જોન હૅન્કે ‘નિયાન્ટીક લેબ્સ’ નામની કંપનીની શરૂઆત કરી જે માટે તેમણે ગૂગલ પાસેથી નાણાકીય મદદ લીધી.
- 2012 માં, હૅન્કે નિયાન્ટીકની સર્વપ્રથમ ‘ઇન્ગ્રેસ’ નામની જીપીએસ આધારિત MMO ગેમ બનાવી. આ જ સમય દરમિયાન તેમને જોયું કે મોબાઈલ ફોન વધારે ને વધારે પાવરફુલ બનતા જાય છે, અને વિચાર્યું કે અત્યારે જ ખરો સમય છે કે દુનિયાને એક અલગ અને અદ્દભુત પ્રકારની એડવેન્ચર ગેમ આપી શકાય.
- 2014 માં, જોન હૅન્ક અને ગૂગલની ટીમને વિચાર આવ્યો કે 1 એપ્રિલનાં દિવસે એપ્રિલ ફૂલ તરીકે લોકોને ગૂગલ મેપ પર ‘પોકેમોન’ શોધવા માટે પડકાર આપીયે. આ અફવા વાયરલ હિટ નીવડી અને જોન હૅન્કે આ અફવાને રીયલ ગેમમાં રૂપાંતર કરવાનું વિચાર્યું.
- જોન હૅન્કે અગાઉ બનાવેલી જીપીએસ આધારિત ‘ઇન્ગ્રેસ’ ગેમના સિદ્ધાંતો પણ ‘પોકેમોન ગો’ માં લીધા. પોકેસ્ટોપ અને પોકેજીમના ફોર્મેટથી ‘પોકેમોન ગો’ ખુબ જ રોમાંચક ગેમ પુરવાર થઇ છે. આ ગેમમાં પોકેસ્ટોપ તો જ મળે જો તમે જીપીએસ મેપ પર જુદા જુદા લોકેશન્સ પર ફરો. આ ગેમમાં એન્ટાર્ટિકાથી ઉત્તર ધ્રુવ સુધીના વિશ્વને સમાવી લેવાયું છે.
- જોન હૅન્કે ‘પોકેમોન ‘ બનાવવા માટે ગૂગલ, નિન્ટેડો, અને બીજા રોકાણકારો પાસેથી 2.5 કરોડ ડોલર ની રકમ એકઠી કરી અને ડિસેમ્બર 2015 થી ફેબ્રુઆરી 2016 દરમિયાન 40 જેટલા મેમ્બરની ટીમ બનાવીને ‘પોકેમોન ગો’નું નિર્માણ કર્યું અને અને તેને આ જ વર્ષે લોન્ચ કરવાનું નક્કી કર્યું.
- જોન હૅન્કે અને તેની ટીમે 6 જુલાઈના રોજ ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં ‘પોકેમોન ગો’ ગેમને લોન્ચ કરી.
જોન હેંકે 20 વર્ષ પહેલા પોકેમોન કાર્ટૂન જોતો હતો ત્યારે તેણે પોકેમોન પર ગેમ બનાવવાનું સ્વપ્નું જોયેલું. તેને તો જીપીએસ આધારિત ગેમ બનાવવી હતી, જે માટે તેણે ‘ગૂગલ અર્થ ‘ અને ‘ગૂગલ સ્ટ્રીટ વ્યુ ‘જેવી ટેક્નોલોજી આજના વિશ્વને ભેટ આપી. આજે જીપીએસ થી કેટલી ક્રાંતિ સર્જાઈ છે તે આપણે જોઈ શકીયે છીએ.
જોન હૅન્ક માટે દરેક તબક્કો એક ગેમ હતી. દરેક તબક્કે નવો ઉત્સાહ અને નવું શીખવા અને જાણવા મળ્યું . એની સાથે એ પણ જાણવા મળ્યું કે કોઈ પણ ગેમ જીતવા માટે ઘણા તબક્કામાંથી પસાર પણ થવું પડે છે.
PokemonGO અને તેની ઘેલછાં !
‘પોકેમોન ગો’ સૌપ્રથમ માત્ર ત્રણ દેશોમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેના આગલા દિવસ સુધી કોઈને અંદાજ પણ ન હતો કે વિશ્વભરમાં સર્વર ઠપ થઇ જશે, ટ્રાફિક જામ અને કાર અકસ્માતો ના થાય તે માટે ચેતવણી આપતા બોર્ડ પણ મુકવા પડશે. હજુ તો આ ગેમ લોન્ચ થયાને એક મહિનો પણ નથી થયો ને, આ ગેમે ઘણા બધા રેકોર્ડ ચકનાચૂર કરી નાખ્યા છે. આ ગેમ હજુ તો માત્ર 13 જેટલા જ દેશોમાં લોન્ચ થઇ છે અને આ ગેમે ઢગલાબંધ રેકોર્ડ પોતના નામે કરી નાખ્યા છે. આ ગેમ અંદાજે 80 કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે, જે પણ એક લાંબા સમય સુધી યથાવત રહે એવો રેકોર્ડ છે. આ ગેમના એક્ટિવ યુઝર્સની સંખ્યા પણ ટ્વિટર, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવી સોશ્યિલ એપથી વધુ છે.
‘પોકેમોન ગો’ ગેમ વર્ચ્યુઅલ અને રિયલ દુનિયા સાથે સંકળાયેલી હોવાથી એને રમવામાં વધુ રોમાંચ લાગે છે. વર્ચ્યુઅલ દુનિયામાં અલગ-અલગ દેખાતા શેતાનોને લોકો પકડે છે અને ત્યાર પછી એકબીજા સાથે લડાવે છે. આ ગેમને રમવા માટે ઠેર – ઠેર જગ્યાએ પોકેસ્ટોપ અને પોકેજીમ નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર જઈને લોકો ગેમ રમે છે. પોકેમોન ગો તમને વાતાવરણ પ્રમાણે અલગ-અલગ પોકેમોન (કેરેક્ટર) આપે છે. પાણી પાસે ઉભા હોય તો પાણીને લગતા પોકેમોન અને રાતના અંધારામાં નિશાચર જેવા અને અન્ય જગ્યાઓએ પણ ઘણા બધા અનેક પોકેમોન મળે છે.
પોકેમોન શોધવા માટે લોકો ગમે ત્યાં દોડી જાય છે. લોકો કોઈના ઘરે તો મંદિરો કે પોલીસ સ્ટેશનમાં પણ ચાલ્યા જાય છે. આ ગેમ રમતાં રમતાં લોકો એવા ખોવાઈ જાય છે કે તેમને તો માત્ર પોકેમોન જ દેખાય છે. તેઓ દિવસ-રાત પોકેમોન જ શોધ્યા કરે છે. પોકેમોન રમતો નરોડાનો એક યુવાન ગેમમાં એટલો બધો ખોવાઈ ગયો કે પોકેમોન શોધતાં શોધતાં તે ગાંધીનગર આવી ગયો. ગાંધીનગરમાં લોકોના મકાનોમાં પોકેમોન શોધવા ઘૂસતો હોવાથી ત્યાંના રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવીને તે યુવકને પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે, લંડનમાં રહેતી 26 વર્ષની યુવતી ફુલટાઇમ પોકેમોન ગેમ રમવા માટે સારો પગાર આપતી નોકરી છોડી દીધી છે. એ યુવતીને એવું લાગે છે કે તેને નોકરી કરતા આ ગેમમાં વધુ પૈસા મળે તેમ છે. આ યુવતી અત્યારસુધીમાં બાળકોને ટ્યુશન આપીને મહિને 2 લાખ રૂપિયા જેટલું કમાઈ લેતી હતી. અગાઉ પણ આવો એક કિસ્સો ન્યુઝીલેન્ડમાં બન્યો હતો. આ બધું વાંચીને ગંગા – જમુનાનું (લતા મંગેશકર) ગીત યાદ આવી જાય – “ઢૂંઢો ઢૂંઢો રે સાજના, ઢૂંઢો રે સાજના મોરે પોકેમોન કો ઢૂંઢો”.
તમારા નજીકમાં આવેલાં ‘પોકેજીમ’ અને ‘પોકેસટોપ’ ની યાદી !
પોકેજીમ
- સરિતા ઉદ્યાનની સામે
- મહાત્મા મંદિર પાસે
- અડાલજ વાવ
- SGVP (છારોડી) ગેટ પાસે
- વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ એરપોર્ટ
- જગન્નાથ મંદિર પાસે
- કાંકરિયા (ગેટ નં. 2 પાસે)
પોકેસ્ટોપ
- ઇન્દ્રોડા પાર્કની સામે
- સરિતા ઉદ્યાન (પાણીની ટાંકી પાસે)
- અક્ષરધામની સામે
- મહાત્મા મંદિર
- અડાલજ વાવ (પાણીની ટાંકી પાસે)
- સાબરમતી આશ્રમ નજીક (10 થી 15 પોકેસ્ટોપ)
- વસ્ત્રાપુર તળાવ પાસે
“ઈટ ટેક્સ ટ્વેન્ટી યર્સ ટુ મેક એન ઓવરનાઇટ સકસેસ.” – એડી કેન્ટોર
jorrrdaar sachin ! what a journey by Sir John Hanke !
Thanxx…Urvish…
Great work #sachin..
Thanxx..ronak
Jabardast 🙂
Thanxx…Ujjvalsinh