ખૂબ લડી મર્દાની, વોહ તો ઝાંસીવાલી રાની થી !

ભારતમાં કોને ખબર નહીં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ?
બે સદીઓ પછી,આજેપણ બાળપણથી જ યુવતીઓને લક્ષ્મીબાઈની બહાદુરીની ગાથાઓ યાદ કરીને પ્રેરિત કરવામાં આવે છે.

શરૂઆતનું જીવન

તેમનો જન્મ 18 નવેમ્બર,1828ના રોજ વારાણસીમાં પેશ્વાના દરબારી મોરોપંત તાંબેના ઘરે થયો હતો. પેશ્વાને તેમને છબીલી કહીને બોલાવતાં હતાં. નામ મણિકર્ણિકા હતું અને લોકો તેમને પ્રેમથી ‘મનુ’ કહીને બોલાવતાં હતાં. તેમનું શિક્ષણ ઘરે જ થયું હતું. તાત્યા ટોપે અને નાનાસાહેબ સાથે બાળપણમાં તેમણે નિશાનેબાજી, ઘોડેસવારી અને તલવારબાજી શીખી લીધી હતી.

1842માં ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલકર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછીથી જ તેમને હિન્દુ દેવી લક્ષ્મીના નામ પર લક્ષ્મીભાઈ નામ મળ્યું. 1851માં પ્રથમ પુત્રનું ચાર મહિનામાં અવસાન થયું. 1853માં મહારાજે પિતરાઇ ભાઈના પુત્રને દત્તક લીધો. જોકે, થોડા દિવસ બાદ મહારાજાનું અવસાન થયું. પુત્રના શોકમાંથી હજુય તો લક્ષ્મીબાઈ બહાર આવ્યા હતા ને બીજું દુખ ઊભું થયું. પરંતુ લક્ષ્મીબાઈએ હિંમત રાખી.

ખૂબ લડી મર્દાની, વોહ તો ઝાંસીવાલી રાની થી !
ભારતમાં કોને ખબર નહીં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ?
બે સદીઓ પછી,આજેપણ બાળપણથી જ યુવતીઓને લક્ષ્મીબાઈની બહાદુરીની ગાથાઓ યાદ કરીને પ્રેરિત કરવામાં આવે છે.
ખૂબ લડી મર્દાની, વોહ તો ઝાંસીવાલી રાની થી !

વાંચો સંત-શાસક કહેવાયેલા, રાણી દુર્ગાવતી વિષે.

અંગ્રેજોની ખાલસા-નીતી

મહારાજાના મૃત્યુ પછી, તત્કાલીન ગવર્નર જનરલે દામોદર રાવને અનુગામી બનાવવા માટે ઇનકાર કર્યો. કારણ ? ખાલસા નીતી ! કારણ કે, તે વખતે લાગુ કરાયેલી ખાલસા-નીતિ અનુસાર, સિંહાસનનો વારસદાર પોતાના વંશનો પોતાનો જ પુત્ર બની શકે. અને દામોદરરાવ લક્ષ્મીબાઈના દત્તક પુત્ર હતા.

વધુમાં, અંગ્રેજોએ લક્ષ્મીબાઇને રૂપિયા 60000નું પેન્શન સ્વીકારી, ઝાંસી છોડી દેવાની સલાહ આપી. ખાલસા નીતી રાણીએ આ કારણોસર મહેલ છોડી પુત્રની સાથે રાણીમહેલમાં રહેવું પડ્યું.

ખરેખર તો, ખાલસાનીતી એ કોઈ નીતી નહીં, પણ અંગ્રેજોની રાજનીતિ જ હતી.

લક્ષ્મીબાઇ અને સ્વાતંત્ર્ય સંગ્રામ / 1857-58

ઝાંસી શહેર- ઇ.સ. 1857ના વિપ્લવ વખતે મહત્વનું કેન્દ્ર બની ગયેલું. લક્ષ્મીબાઈએ સ્વયં સેવક સેનાનું સંગઠન કરી નાગરિકોને યુધ્ધ પ્રશિક્ષણ આપવા માંડ્યું.

એવામાં, ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધું. જેમાં રાણી લક્ષ્મીબાઈએ તેમને હંફાવ્યા. હારનો સ્વાદ ચાખતા જ, તેઓ અંગ્રેજો સાથે ભળી ગયા. અંગ્રેજી સૈન્યની લગામ કમાન્ડર-ઈન-ચીફ હ્યુગ રોઝ ને સોંપાઈ હતી. જાન્યુઆરી 1857થી ઝાંસી તરફ આગેકૂચ શરૂ કરી. માર્ચ સુધીમાં તો ઝાંસીને ઘેરી લીધું. માત્ર બે અઠવાડીયામાં ઝાંસીને કબ્જે કર્યું. અંગ્રેજોની સેના કિલ્લા ની અંદર પ્રવેશ કર્યો.

લક્ષ્મીબાઈ તેમના પુત્ર દામોદરને કપડાંથી પીઠ પાછળ બાંધીને, મોંથી લગામ ચલાવીને, બંને હાથમાં તલવાર વીંઝતા અને અંગ્રેજોના સૈનિકોને કાપતા કાપતા ત્યાંથી બચીને ભાગી ગયા.

તેઓ ઝાંસીથી કાલ્પી તાત્યા ટોપે પાસે ગયા. 22 મેએ અંગ્રેજોએ કાલ્પી પર હુમલો કર્યો. જેમાં તાત્યા ટોપેની સેના પરાસ્ત થઈ.
ત્યાંથી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે છટકીને ગ્વાલિયર ગયા. ગ્વાલિયર પર સરળતાથી કબ્જો કર્યો.
ગ્વાલિયરમાં અન્ય ભારતીય સેનાઓ, પેશ્વા નાનાસાહેબ, અન્ય વિદ્રોહી સેનાઓ રાણી સાથે ભેગી થઇ.

જોકે રાણીનો પીછો કરતાં, જૂનમાં અંગ્રેજોએ ગ્વાલિયરને ઘેરયું. 18મી જૂને અંગ્રેજોએ અચાનક હુમલો કરવાનું શરુ કરી દીધું. ગ્વાલિયર નજીક કોટા કી સરાયમાં રાણીની સેનાએ અંગ્રેજ સૈન્ય સાથે ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ શહીદ થયા.

અંગ્રેજ કમાન્ડર-ઈન-ચીફ રોઝએ ટિપ્પણી કરતા કહેલું કે, લક્ષ્મીબાઈ તેમની સુંદરતા, બુદ્ધિમતા અને બહાદુરીના કારણે મહાન તો હતા જ, પણ તેણે સામનો કરેલા ભારતીય ક્રાંતિકારીઓમાં રાણી લક્ષ્મીબાઈ સૌથી ખતરનાક હતા.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments