રીચાર્ડ બ્રેન્સન ! કદાચ આ નામ પેહલી વાર સાંભળ્યું હશે,પણ આ નામે સમગ્ર દુનિયામાં પોતાની શ્રેષ્ઠ ઓળખ ઉભી કરી છે. આ એક એવા વિદ્યાર્થીનું નામ છે કે જેને તેના શિક્ષકે તેને નબળો વિદ્યાર્થી માની એવું કહ્યું હતું કે તું જીવનમાં કઈ પણ મેળવવા માટે અસક્ષમ છે. આ નામ ,એ અનેક સંઘર્ષથી ભરેલી વાતો અને પ્રેરણા માટે નો એક અદ્દભુત સ્ત્રોત છે. તેઓ પેહલેથી જ સાહસિક વ્યક્તિવ વાળા હતા .
રીચાર્ડ બ્રેન્સન એ દુનિયાના સૌથી વધુ ધનવાનો માંના એક છે . તેમની કુલ સંપતિ 4 બિલિયન ડોલર કરતા વધુ છે .રીચાર્ડ બ્રેન્સનની કંપની વર્જિન એ દુનિયાની સૌથી મોટી કંપનીઓ માંની એક અને અજોડ છે . તેઓ એકલા જ એક એવા ઉદ્યોગપતિ છે કે જેની પાસે અરબો ડોલરની કિંમત ધરાવતી 8 કંપનીઓ અલગ અલગ ક્ષેત્રોમાં હોય .
બહુ વખાણ કરી લીધા ભાઈ ,હવે તેમના સંઘર્ષની ગાથા શરુ કરીએ.
ડ્રોપઆઉટ વિદ્યાર્થી થી બિલિયનર સુધીની સફર .
સ્કૂલમાંથી કાઢી મુક્યા,’Student ‘ મેગેઝિન શરુ કર્યું .
તેમને ભણવામાં કોઈ જ પ્રકારનો રસ જ નહોતો . તેમને Dyslexia નામની બીમારી હતી, તેઓ ભણવામાં નબળા અને સરખું વાંચી પણ ન શકતા . તેથી તેમને 16 વર્ષની ઉંમરે સ્કુલમાંથી કાઢી મુક્યા. અભ્યાસ છોડી તેમણે ‘ Student ‘ નામનું એક મેગેઝીન શરુ કર્યું. સ્કુલમાં થી એક પણ શિક્ષક તેમની આંતરિક ખૂબી ને જોઈ ના શક્યા કે, આ વિદ્યાર્થી લોકો સાથે સરળથી ભળી જાય છે અને લોકોના દિલ જીતવામાં માહેર છે .
સ્કુલ છોડી માત્ર 16 વર્ષની ઉંમરે ‘Student’ નામનું મેગેઝીન શરુ કર્યું ,જેને શરૂઆતથી જ ડંકો વગાડયો . આ મેગેઝીન માત્ર ને માત્ર લોકલ વિસ્તાર પુરતું સીમિત નહી પરંતુ, સાંસદ સભ્યો સુધી અને અનેક હસ્તીઓ સુધી પહોંચતું હતું . તેમની આ સફળતાના અભિનંદન આપતા તેમના પ્રિન્સિપાલે કહેલું કે ” હું એવું અનુમાન લાગવું છું કે તું જેલમાં જઈશ અથવા તો અબજોપતિ બનીશ.” આ મેગેઝીનમાં તેમને નજીકના વેપારીઓની જાહેરાતોથી આવક મળતી હતી.
મેગેઝીનની સાથે સાથે ‘ મ્યુઝીક ‘ વેચાણ પર પણ હાથ અજમાવ્યો .
જેઓ જેઓ મેગેઝીન ખરીદતા હતા તેમને મેગેઝીનની સાથે મ્યુઝીક પણ વેચતાં . તેમની આ એક જ વર્ષમાં એટલી હદે સફળ નીવડી કે તેમણે વર્ષ બાદ પોતાનું જ ‘મ્યુઝીક લેબલ’ અને ‘મ્યુઝીક સ્ટુડિયો’ શરુ કર્યો , જેનું નામ ‘Virgin Records’ રાખ્યું .
આ કંપનીમાં થી ‘Rolling Stone’ અને ‘Sex Pistol‘ જેવા જગવિખ્યાત બેન્ડ સાથે કામ કર્યું . 23 વર્ષની ઉંમરે તેઓ લખપતિ બન્યા .હાલના દિવસોમાં Virgin Records ને Virgin Megastore તરીકે જાણવામાં આવે છે .
પણ કઈ રીતે ” ની શરૂઆત કરી ?
નીચેના વિડીઓમાં જાણો તેમના જ શબ્દો માં ! નીચે લખ્યું તો છે જ .
તેઓ એક વખત જયારે ‘બ્રિટીશ વર્જિન આઈસલેન્ડ’ પર તેમની ગર્લફ્રેન્ડને મળવા જવાનું થયું ત્યારે તેઓ Puerto Rico નામનાં શહેરમાં ફ્લાઈટ કેન્સલ થવાને લીધે અટવાયા. તે જ ટાઈમે તેમને એક પ્લેન અને એક બ્લેકબોર્ડ ખરીદ્યું . બ્લેકબોર્ડ પર ‘Virgin Airlines’ નું મથાળું લખ્યું અને નીચે ‘વર્જિન આઈસલેન્ડ જવા માટે 39$ ‘ એવું લખ્યું .
તેમની આ પેહલી જ ફ્લાઈટ ભરાઈ ગઈ . તેમના આ પ્રયાસ બાદ જ તેમને બીજી બધી ‘એરલાઈન્સ કંપનીઓ’ જેઓ મુસાફરીઓ પ્રત્યે બેદરકારી દર્શાવતા હતા તેમની સાથે સ્પર્ધામાં ઉતારવાનું નક્કી કર્યું . તેમણે એક જમ્બો જેટ ખરીદ્યું અને ‘Virgin Airlines’ નો જન્મ થયો .આ કંપનીની શરૂઆત અન્ય એરલાઈન્સ કંપનીઓ કરતા પણ સારી રીતે મુસાફરીઓને સવલત અને ઓછા ખર્ચે મુસાફરી કરવાના ઉદ્દેશ સાથે થઇ.
આ કંપનીની શરૂઆત અન્ય એરલાઈન્સ કંપનીઓ કરતા પણ સારી રીતે મુસાફરીઓને સવલત અને ઓછા ખર્ચે મુસાફરી કરવાના ઉદ્દેશ સાથે થઇ.
આ ઉદ્દેશને આજે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તમે કોઈ પણ અન્ય એરલાઈન્સ ની સાથે મુસાફરી કરો અને વર્જિન એરલાઈન્સની સાથે મુસાફરી કરો, બંનેમાં જમીન આસમાનનો ફરક લાગશે.
બીજી બધી કંપનીઓના પ્લેનમાં તમે કલાકો સુધી એક જ સીટમાં બેસીને કંટાળી જશો, વર્જિન એરલાઈન્સ માં નહી . 1991માં વર્જિને મુસાફરોને પ્લેનમાં મુસાફરી સાથે મનોરંજન માટે દરેક સીટ માટે વ્યક્તિગત ટી.વી. ની શરૂઆત કરી .અને તેમાં પણ જેને જે જોવી હોય એ ચેનલ જોવાની (ઉપરના ફોટોમાં જુઓ) .બોલો કેવી મજાની વાત કેહવાય ! આમ કરનાર લગભગ આ પેહલી કંપની હતી .
તેઓ પ્લેન વિષે કોઈ પણ જાતના જાણકાર નહોતા,તેમ છતાંય તેમને વર્જિન એરલાઈન્સની શરૂઆત કરી .
તેમની એક જીવનમાં યાદ રાખવા જેવી વાત ….
જો કોઈ તમને પડકારરૂપ કામ કરવાનું કામ આપે ,તો તેને પેહલા સ્વીકારી લો અને પછી શીખી લો.
this lines are Awesome Bro
જો કોઈ તમને પડકારરૂપ કામ કરવાનું કામ આપે ,તો તેને પેહલા સ્વીકારી લો અને પછી શીખી લો.
thank you !