માઈક્રોસોફ્ટ ! આ નામ તો તમે સ્કુલમાં હશો ત્યારનું સાંભળ્યું હશે . માઈક્રોસોફ્ટ એ દુનિયાની સૌથી લોકપ્રિય અને ભારતમાં જે સૌથી વધુ ‘ઓપરેટીંગ સિસ્ટમ’ વપરાય છે,એ ‘Windows Operaing System ‘ ની પ્રણેતા છે. હાલમાં માઈક્રોસોફ્ટ એ ‘માઈક્રોસોફ્ટ હોલોલેન્સ’ અને ‘વિન્ડોઝ 10’ દ્વારા વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ડંકો વગાડયો છે.
તમે MICROSOFT સાથે આટલા વર્ષોથી પરિચિત છો તો પણ અમે હાલ જે જણાવીશું એ બાબતો તમે ભાગ્યે જ જાણતાં હશો .એની ગેરંટી ,તો હવે ધ્યાનથી વાંચો !
1. ‘MICROSOFT ‘ નામ વિષે .
તમે એવું તો વિચાર્યું જ નહી હોય કે ‘માઈક્રોસોફ્ટ‘ નામ ક્યાંથી આવ્યું ?
MICROSOFT નું પૂરુંનામ ‘Microcomputer Software‘ હતું . શરૂઆતના દિવસોમાં તેને ‘Micro-Soft’ લખીને દર્શાવામાં આવતું પછી તેને બદલીને કર્યું . Microcomputer નો શબ્દ એ 1970 ના દાયકા માં પેહલાં ના ‘પર્સનલ કોમ્પ્યુટર’ માટે વાપરવામાં આવતો હતો.
2. ‘Microsoft Sound’ .
નીચેનો અવાજ પેહલાં ધ્યાનથી સાંભળો.
આજ અવાજને ‘માઈક્રોસોફ્ટ સાઉન્ડ ‘ તરીકે ઓળખવામાં આવે છે .
જ્યારે ‘વિન્ડોઝ 95′ ઓપરેટિંગ સિસ્ટમ’ લોન્ચ થઇ એમાં આ અવાજને ‘વેલકમ ટોન’ તરીકે સેટ કરેલી હતી. આ માટે ‘બ્રાયન ઈનો’ ને આ ટોન બનાવવાનું વિશેષ કામ સોંપ્યું . બ્રાયનને માઈક્રોસોફ્ટ ની એજન્સી દ્વારા કેહવામાં આવેલું કે …..
“We want a piece of music that is inspiring, universal, blah-blah, da-da-da, optimistic, futuristic, sentimental, emotional,” this whole list of adjectives, and then at the bottom it said “and it must be 3.25 seconds long.”
ટૂંકમાં સંગીત એવું હોવું જોઈએ કે જે , પ્રેરણાત્મક , સાર્વત્રિક, આશાવાદી , અતિ આધુનિક , સૂક્ષ્મ ભાવ જગાડનારું કે તેને સંતોષનારું, ઊર્મિશીલ, ઊર્મિશીલ, આ બધાનું વિશેષણ હોય અને 3.25 સેકંડ લાંબુ હોવું જોઈએ .અને બ્રાયને કરી પણ બતાવ્યું.
3. ‘માઈક્રોસોફ્ટ બોબ’ .
ભાઈ , વળી આ શું ? આવું નામ તો પેહલી વાર જ સાંભળ્યું ! સાચું ને ?
‘MICROSOFT BOB‘ નામની આ પ્રોડક્ટ MICROSOFT દ્વારા 1995-96 માં લોન્ચ થઇ હતી . જેનું મુખ્ય કામ Windows 3.1x, Windows 95 અને Windows NT જેવી ઓપરેટીંગ સિસ્ટમમાં યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ પૂરું પાડવાનું હતું .ને શરુ કરો એટલે ,એક સ્ક્રીન પર એક ઘર જેવું ચિત્ર આવતું (નીચેના વિડિઓમાં જોઈ લો) હતું . જેમાં ની એપ્લીકેશન પર આધારિત વસ્તુઓ ઘર માં પડેલી હોય એવું હતું . જેતે વસ્તુ પર ક્લિક કરવાથી તે વસ્તુ ના સબંધિત એપ્લીકેશન ખુલતી હતી . દા.ત. જો તમે પેન પર ક્લિક કરો તો Ms-Word ખુલે એમ !
તેમાં જે એક નીચે કૂતરાંનું કાર્ટુન છે એનું નામ ‘રોવર’ હતું , તેનું કામ યુઝરને માર્ગદર્શન પૂરું પડવાનું હતું .
ને તેની આ પ્રોડક્ટ સફળ ન નીવડતા બંધ કરવી પડી હતી .
4. એકવાર, માઈક્રોસોફ્ટએ કંપનીને ડૂબતા બચાવી હતી.
ઓગષ્ટ 6 ,1997
એક વાર એવું બન્યું ,કે Appleને કંપની તેના શેર હોલ્ડર્સ, ડેવલોપર્સ અને ઇન્વેસ્ટર ને તેમના રોકાણનું વળતર ચુકવવા જયારે Apple પાસે પુરતી આર્થિક સગવડ નહોતી ત્યારે કંપની દ્વારા માં 150 મિલિયન ડોલર્સનું જંગી રોકાણ કરવામાં આવ્યું .આ સાથે કેટલીક ડીલ પણ થઇ હતી . જેવી કે …
- પાંચ વર્ષ સુધી Apple ના Mac કોમ્પ્યુટરમાં Office સપોર્ટ કરાવવી .
- લાંબા સમયથી દ્વારા પર ચલાવવામાં આવતો અદાલતી મુકદ્દમો પાછો ખેંચવો . ( એ સમયે Apple એ Microsoft પર ની MacOS કોપી કરીWindows OS બનાવી એવો મુકદ્દમો ચલાવ્યો હતો .)
5.ઇન્ટરફેસ મેનેજર !
‘ઇન્ટરફેસ મેનેજર’ એ બીજું કઈ નહી , બિલ ગેટ્સએ માઈક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ ‘Windwos 1.0’ માટે રાખેલું નામ હતું .
કોઈપણ કંપનીમાં નવો પ્રોજેક્ટ વિકસવામાં આવે ત્યારે મોટાભાગે તેનું કોડ નામ રાખવામાં આવતું હોય છે અને ત્યાર બાદ તેનું ફાઈનલ નામ રાખવામાં આવે છે . માઈક્રોસોફ્ટે પણ પોતાની નવી ઓપરેટિંગ સીસ્ટમના પ્રોજેક્ટ દરમિયાન તેનું નામ ‘ઇન્ટરફેસ મેનેજર’ રાખ્યું , અને ફાઈનલ નામ પણ એજ રાખ્યું હતું ,પણ પછીMicrosfot ને Windows શબ્દ એ કમ્પ્યુટર બોક્ષને વર્ણવા માટે યોગ્યલાગ્યો .
આવા તો હજુય કેટલી પણ વાતો એવી છે કે જે તમે નહી જાણતા .મેં મને જે અગત્યનું લાગ્યું એ આ લેખમાં લખ્યું છે . જો તમે પણ માઈક્રોસોફ્ટ વિષે જાણતા હોવ તો કમેન્ટમાં શેર કરી શકો છો .