સર્જનાત્મકતાનો અભાવ !
વૉલ્ટ ડિઝની એક હિંમતવાન માણસ હતો.
1918માં વૉલ્ટ ડિઝની 16 વર્ષની ઉંમરે, નાના હોવા છતાય, ખોટી ઉંમર બતાવીને રેડક્રોસ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરની નોકરી મેળવી. ત્યાં તેમણે પહેલા વિશ્વ યુદ્ધમાં સેવા પણ આપી. જો કે, આ નોકરીમાં… તેની ખાસ આવડતને, કાટ લાગી રહ્યો હતો.
19 વર્ષનો થયો ત્યારે, તેને આ વાતનું ભાન થયું. તેણે નોકરી છોડીને, કાર્ટૂન પ્રોડકશન કંપની બનાવી. તે સમયે, કોઈ કામ ના મળ્યું. ખાવાના અને રહેવાના પૈસા નહોતા. તેથી તેઓ તેમના મિત્રોના ઘરે રહ્યા. રાતો, ભૂખ્યા સૂઈને વિતાવી. કંપની બનાવતા તો બનાવી દીધી, પણ માત્ર ત્રણ વર્ષમાં કંપનીના પાટિયા પડી ગયા.
તો પણ વૉલ્ટ, હિમ્મત હાર્યો નહીં !
જેમતેમ કરીને દિવસો વીતી રહ્યા હતા. 1920 ના દાયકામાં, તેણે તેના શોખ પ્રમાણે, ન્યૂઝપેપરમાં એડિટર તરીકે નોકરી શરૂ કરી. તેણે તેના શોખ પ્રમાણે, ન્યૂઝપેપરમાં એડિટર તરીકે નોકરી શરૂ કરી. જોકે, થોડાજ મહિનાઓમાં, તેને કંપનીએ કાઢી મૂક્યો. કંપનીએ હકાલ કર્યાનું કારણ આપતા કહ્યું કે… તારામાં ક્રિએટિવિટી(સર્જનાત્મકતા)નો અભાવ છે.
પણ, વૉલ્ટ તો આશાવાદી માણસ હતો.
મિકીમાઉસનું સર્જન !
તેણે તેના ભાઈ સાથે મળીને, ઘરના ગેરેજમાં એનિમેશન સ્ટુડિયો શરૂ કર્યો. 5 વર્ષ સુધી કોઈપણ આવક વગર કામ કર્યું. છેવટે, વૉલ્ટને સફળતાનો થોડોક સ્વાદ મળ્યો. તેમની કાર્ટૂન સીરિઝ, Alice in Cartoonland અને Oswald the Rabbitને થોડી એવી સફળતા મળી. જોકે, થોડાક વર્ષોમાં તેમણે પોતાની કાર્ટૂન સીરિઝના બે પાત્રોના કોપીરાઇટ્સ ગુમાવ્યા.
ખરેખર, વૉલ્ટ હજુય આશાવાદી હતો. તેણે ફરી નવું કાર્ટૂનપાત્ર બનાવ્યું. પણ દર્શકોનો જોઇયે તેવો રિસ્પોન્સના મળ્યો. ફરી વધુ એક નવું કેરેક્ટર બનાવ્યું, એકવાર ફરીથી દર્શકોની ટીકાઓ સાંભળી.
પણ, વૉલ્ટતો હજુય થાક્યો નહોતો.
થોડા દિવસો બાદ ટ્રેનની સફર દરમિયાન, ચીલઝડપે ચાલતી ટ્રેનમાં, પાતળી હવાઓમા, ટ્રેક અને હોર્નના શોરમાં તેમને એક નવા કાર્ટૂનપાત્રનો વિચાર આવ્યો. આ વિચાર, મિકી માઉસનો વિચાર હતો. ત્યાર પછીનો ઇતિહાસ આપણને ખબર જ છે.
આજે પણ, એક જ વર્ષમાં 4 ઓસ્કાર એવોર્ડ્સથી સન્માનીત થવાનો વર્લ્ડ રેકોર્ડ વૉલ્ટ ડિઝનીના નામે છે. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે 32 જેટલા એકેડેમી એવોર્ડ મેળવ્યા છે.
શબ્દોત્સવ !
હાર અને જીતમાં, મોટાભાગે, ક્યારેય ના છોડવું નો તફાવત હોય છે.
– વૉલ્ટ ડિઝની