ભારતની ઑલિમ્પિક્સ સફર : નોર્મન પ્રીચાર્ડથી પી.વી.સિંધુ સુધી

ઑલિમ્પિક્સ ! આ શબ્દ યાદ આવે એટલે કદાચ આપણાં મનમાં એક જ બાબત યાદ આવે કે ‘યાર,ભારત હજુય બહુ પાછળ છે,ઑલિમ્પિક્સમાં તો’. એ બધું એક બાજુ, આપણને તો આપણા ખેલાડીઓના નામ પણ નહીં ખબર હોય. ખબર હશે તો જેના હેશટેગ બન્યા એટલા જ. તો શું બીજા કોઈનો પુરુષાર્થ વ્યર્થ ગયો કહેવાય ? એવામાં શરમજનક ‘શોભામાસી‘ જેવા બુદ્ધિજીવીઓએ તેમના નિમ્ન વિચારો ટ્વિટ કરે છે. પણ એ પણ કેવું થયું, એમણે ટ્વિટ કરી પછી ભારત 2 મેડલ જીત્યું અને એ પણ સોના કરતાં પણ મોંઘેરા! રક્ષાબંધનના દિવસે સાક્ષી મલિકે,દેશને એક બહેન તરીકે સોના કરતાં પણ મોંઘી ગિફ્ટ આપી હતી,અને ત્યાર બાદ પી.વી.સિંધુ ! ખરેખર, જે દેશમાં “દીકરી બચાવોના કેમ્પેઇન ચાલે છે,એ દેશની લાજ આજે દીકરીઓ એ જ રાખી. ભારત દેશ તેનાં ઇતિહાસમાં દીકરીનું મહત્વ ઓલિમ્પિકની આ સીઝનમાંથી સમજ્યો તેટલું ક્યારેય નહીં સમજ્યો હોય” .

અમેરિકાએ આ સીઝનમાં તો સદી પણ કરી દીધી ! પણ એ બધા દેશો કરતાં આપણો દેશ આટલો કેમ પાછળ ? કેમ આટલું મોટું અંતર ? કેમ કે અહીંયા આપણા ખેલાડીઓને જોઈએ તેવા રમત-ગમતના સાધનો,તાલીમ નથી મળી શકતી. બીજું,રાષ્ટ્રીય રમત હોકી કરતાં પણ ક્રિકેટને અપાતું વધુ મહત્વ. આપણને ક્રિકેટના 11 રમતા અને બીજા 4 વધારાનાં,એમ ટિમના દરેક પ્લેયરનું નામ ખબર હોય છે,પણ હોકી ટીમ ની ખબર હોય ? ઉપરથી આ શોભામાસી જેવા લોકોથી ભરેલું વાતાવરણ. 

Table of Contents

ભારતનાં ઑલિમ્પિક્સનાં કપરાં ચઢાણ !

ઑલિમ્પિક્સની શરૂઆત – 1896 !

ઑલિમ્પિક્સ અને ભારતનો નાતો આજથી 116 વર્ષ પહેલાંનો છે. ઈ.સ. 1900માં ભારતે પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લીધેલો અને એ વખતે પણ 2 સિલ્વર મેડલ દેશના નામે થયેલા. આજનો આ લેખ,ભારત દેશનું નામ જેણે જેણે ગર્વથી શિખરો ઊંચું પહોંચાડ્યું,તેમને સમર્પિત કરું છું. તો ચાલો હવે ઑલિમ્પિક્સનાં આ કપરાં ચઢાણો ને ફરી એક વાર નીચેથી,એટલે કે શરૂઆતથી ફરી એકવાર ચઢીયે.  

ઑલિમ્પિક્સની શરૂઆત 6 એપ્રિલ 1896,ગ્રીસના રાજાએ ગ્રીસના પાનાથિનાઈકો સ્ટેડિયમમાં થઇ હતી. જેમાં 14 દેશનાં 241 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઑલિમ્પિક્સ માત્ર 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધીની જ હતી. જેમાં જુદી જુદી કુલ 9 રમતની 41 મેચ હતી. આ ઑલિમ્પિક્સમાં કુલ 122 મેડલ હસ્તક કર્યા હતાં. તે દરમિયાન ગ્રીસને સૌથી વધુ 46 મેડલ મળ્યા હતા. પણ સૌથી વધુ ગોલ્ડ મેડલ્સ તો અમેરિકાના નામે જ હતા, કુલ 43માંથી 11. જયારે મોખરે રહેલાં ગ્રીસને 10 જ. ત્યારથી ઑલિમ્પિક્સ મોટાભાગે દર ચાર વર્ષે થાય છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Ronak
Ronak
8 years ago

Good work buddy….
Keep it ip…

Sanket Patel
Sanket Patel
8 years ago

અદભુત…☺