ગુજરાતના શહીદો : સ્વામી સચ્ચિદાનંદ
આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ […]