આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: આધુનિક યુગનું અમૃત કે હળાહળ?

ફિલ્મ ‘ટર્મિનેટર’માં એક ડાયલોગ છે જે ભવિષ્યની ડરામણી તસ્વીર બતાવે છે, જ્યાં મશીનો માનવજાત પર હાવી થઈ જાય છે. પણ ધારો કે એ જ મશીનો આપણા ગુલામ બની જાય તો? આપણને દરેક સવાલનો જવાબ આપે, કવિતા લખી આપે, બિઝનેસ પ્લાન બનાવી આપે અને ખેતીથી લઈને મેડિકલ સાયન્સ સુધી ક્રાંતિ લાવી દે તો? આ કોઈ સાયન્સ […]

પ્રોટીનનું પોલિટિક્સ: આપણી થાળી ખાલી કરવા પાછળનો ૨૦૦ વર્ષ જૂનો અંગ્રેજી ખેલ!

કદી વિચાર્યું છે કે આપણા બાપ-દાદાઓ વગર કોઈ ‘વે પ્રોટીન’ના ડબ્બા ખોલીને કેમ ‘ફૌલાદ કી ઔલાદ’ જેવા રહેતા હતા? અને આજે આપણે? જીમમાં પરસેવાની નદીઓ વહાવીને પણ મોંઘા સપ્લીમેન્ટ્સના સહારે કેમ જીવવું પડે છે? આ સવાલનો જવાબ કોઈ ડાયટ ચાર્ટમાં નથી, પણ ઈતિહાસના એ પાનામાં છે જે અંગ્રેજોએ પોતાના ફાયદા માટે લખ્યું અને આપણી ભૂખ […]

પાટનગર ગાંધીનગરના અસ્તિત્વની ગાથા !

વાત છે પંદરમી સદીની. ત્યારે રાજા પેથાસિંહનું શેરથા અને આજુબાજુના વિસ્તારોમાં રાજ હતું. જયારે પેથાસિંહનું અવસાન થયું, ત્યારે પેથાસિંહના ભાણેજ હિમળોજી વાઘેલાએ પોતાના મામાની યાદમાં પેથાપુર વસાવ્યું. રાજપૂત રાજાઓ અને સુલતાન અહમદશાહ વચ્ચે સતત સંઘર્ષના કારણે આ વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો. અગાઉ અહેમદશાહને થયું કે…યુદ્ધભૂમિ નજીક કોઈ નવું શહેર ઉભું કરી, તેને રાજધાની બનાવવી […]

દાબેલી : એક અનોખી ગુજરાતી વાનગી

ફાસ્ટફૂડના ચાહકો માટે દાબેલી એક અનોખી, સ્વાદિષ્ટ વાનગી છે. અને એમાંય બજેટલક્ષી ચાહક હોય તો તો એના માટે દાબેલી વરદાનરૂપ. દાબેલીને કચ્છી દાબેલી કહેવાય તેનું કારણ તેનું ઉદ્દગમ સ્થાન કચ્છ છે. દાબેલીની શરૂઆત થઇ ત્યારથી સમય જતા, લોકો પોતાની રીતે નવીન પ્રયાસો કરતા રહ્યા, નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ દાબેલીઓની વાનગી આવતી રહી. […]