ફાસ્ટફૂડના ચાહકો માટે દાબેલી એક અનોખી, સ્વાદિષ્ટ વાનગી છે. અને એમાંય બજેટલક્ષી ચાહક હોય તો તો એના માટે દાબેલી વરદાનરૂપ. દાબેલીને કચ્છી દાબેલી કહેવાય તેનું કારણ તેનું ઉદ્દગમ સ્થાન કચ્છ છે. દાબેલીની શરૂઆત થઇ ત્યારથી સમય જતા, લોકો પોતાની રીતે નવીન પ્રયાસો કરતા રહ્યા, નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ દાબેલીઓની વાનગી આવતી રહી.
પણ, ખાતા ખાતા ક્યારેય એવો વિચાર આવ્યો કે, દાબેલીની શરૂઆત કઈ રીતે થઇ હશે ?

દાબેલીની શરૂઆત થયાનો ઇતિહાસ !
આઝાદી પછીનું કચ્છ, અને 1960નો સમય. એ સમયે માંડવી એક નાનકડું બંદર હતું ત્યારે પારસી લોકો માંડવી માં આવી ને વસ્યા. માંડવીમાં પારસીઓએ બેકરી શરુ કરી ત્યારે માંડવી ના લોકો એ પ્રથમ વખત બ્રેડ કે પાઉં નો સ્વાદ ચાખ્યો.
તે જ સમયે મોહનભાઈ બાવાજી તે સમયે માંડવીના વિઠ્ઠલવાડી પાસે મસાલાવાળા બટાટા વેંચતા. શરૂઆતમાં હાથલારી પર જ, તેઓ ખાલી મસાલા વાળા બટાટા વેંચતા.એક કાગળના કટકા પર તેઓ મસાલાવાળા બટાટાના ચપ્પુથી ચાર કટકા કરતા તેના પર વધારામાં મસાલો અને લાલ મરચાની લસણવાળી ચટણી નાખીને આપતા અને લોકો હોશેં હોશેં ખાતા. આ વાનગીના થઇ ગયા હતા કે, લોકોએ મોહનભાઈને મોહનભાઈ બટાટાવાળાના નામથી ઓળખવા લાગેલા.
માંડવીના સાંજીપડી ચોકમાં બેકરી હતી. આ બેકરીના મલિક રૂપનભાઈ ભાટિયાને મોહનભાઇના મસાલાવાળા બટાટાનો જબરો ચસકો લાગેલો. તે રોજ સાંજે, તેનો માણસ મોહનભાઈના ત્યાં મોકલીને મસાલાવાળા બટાટા મંગાવતા. રૂપનભાઈ, બેકરીમાંથી જ પાઉં લઇ, તેના બે ટુકડા કરીને તેની વચ્ચે મોહનભાઈના બટાટા રાખી, હાથ વચ્ચે દબાવી, પછી ખાતા.
તેમને એકાએક વિચાર આવ્યો કે તેઓ આ રીતે મોહનભાઈના બટાટા ખાય છે, અને તેમને ચસકો લાગ્યો. તો તો લોકોને પણ જરૂર ભાવશે.
આ વાતનો વિચાર તેમણે મોહનભાઈને આપ્યો. શરૂઆતમાં તો મોહનભાઈ તૈયાર ના થયા. એટલે રૂપચંદે કહેલું કે તમે ચિંતા કર્યા વગર પાઉં રાખો, જો આ નવી વાનગી ના વેચાય. તો પાઉં પાછા આપી દેજો. છેવટે, મોહનભાઈ માની ગયા.
આ રીતે, રૂપચંદના વિચારને મોહનભાઈએ અમલમાં મુક્યો અને દાબેલીની શરૂઆત થઇ. દાબેલી એટલે દબાવેલી. બે પાઉં વચ્ચે મસાલો દબાવેલો હોય એટલે દાબેલી.
ખરેખર, આ તો આપણા ગુજરાતનું એક જૂનું અને ઓછી જાણીતું “બ્રાન્ડ કોલોબ્રેશન” પણ કહી શકાય.

કચ્છી લોકો દાબેલી ને કચ્છી રોટી પણ કહે છે.સૌ પ્રથમ બનેલી દાબેલી ની કિંમત હતી 25 પૈસા એટલે કે એક રૂપિયા ની ચાર! આજે પણ માંડવી ના લોકો ના દિવસ ની શરૂઆત દાબેલી થી થાય છે અને દિવસ ની આશરે 19000થી 20000 દાબેલી ત્યાં વેચાય છે .
તો આ રીતે શરુ થઇ એક અનોખી વાનગી દાબેલી !
Note : દાબેલીની શરૂઆત બાબતે લોકોના મત અલગ અલગ છે. અમે અમારી પાસે જેટલી માહિતી હતી તે, અને નીચેના બે રેફરન્સનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.
Reference :
[ 1 ] “દાબેલીનો ફાઉન્ડર કોણ?” | ધુફારી (dhufari.com)
[ 2 ] Special kutchhi Dabeli | मुंबई कच्छी दाबेली रेसिपी | Easy Mandvi Dabeli at home | Chef Ranveer Brar
Images Courtesy: Internet | ALL RIGHTS RESERVED BY THEIR RESPECTIVE OWNERS
સરસ માહિતી !