કાન્હો બધા ને આટલો પ્રિય કેમ ?

ક્રષ્ણ ભગવાન હતા કે ખાલી માણસ, એ વિશે પાક્કો ખ્યાલ તો નથી પણ ક્રષ્ણ એક પરફેક્ટ ઉદાહરણ તો હતા જ ! અત્યારના સમયમાં ભાગ્યે જ કોઈક એવુ મળશે જેને કૃષ્ણ નાપસંદ હોય.

કારણ ? The RELATION Thing !
આપણને આપણા જેવુ કોઈ કેમ ના ગમે? કૃષ્ણ સર્વત્ર છે એનો મતલબ એ એ છે કે કૃષ્ણ સાથે બધા જ ક્યાંકને ક્યાંક Relate તો જરૂર કરી શકે છે કે કૃષ્ણ “પણ” આવા હતા.

OLYMPUS DIGITAL CAMERA

કૃષ્ણ,
મામા નો વધ કરવા જેટલો ક્રૂર પણ હતો ને
રુક્મિને માફ કરવા જેટલો દયાળુ પણ હતો જ

કૃષ્ણ,
ગાયો ચરાવનારો ગોવાળ પણ હતો ને
દ્રારકા પર રાજ કરનારો રાજા પણ હતો જ

કૃષ્ણ,
ગોપીઓ ના વસ્ત્રો ચોરવા વાળો પણ હતો ને
દ્રૌપદી ના ચીર પૂરવા વાળો પણ એ જ હતો

કૃષ્ણ,
કૌરવો ના છળ ની વિરૂદ્ધ માં પણ હતો ને
પાંડવો સાથે મળીને છળ રચવા વાળો પણ હતો

કૃષ્ણ,
રાધા નો વિરહ સહન કરવા વાળો પણ હતો ને
દુનિયાભરમાં પ્રેમ વેરવા વાળો પણ હતો

કૃષ્ણ,
મહાભારત માં સામી છાતીએ બાણ પણ ઝીલવા વાળો છે ને
યુદ્ધ દરમ્યાન રણ છોડી ભાગી જવા વાળો પણ

કૃષ્ણ,
સંખ્યાબંધ રાણીઓ પણ એની જ હતી ને
રાધા પ્રત્યે વફાદારી પણ એની જ હતી

કૃષ્ણ,
યુધ્ધ ટાળવા કૌરવો ને પણ સમજાવ્યા હતા ને
યુધ્ધ કરવા અર્જુન ને પણ પ્રેર્યો હતો

કૃષ્ણ,
એને “તુ”કારે ય બોલાવી શકાય ને
પરમપિતા નુ સમ્માન પણ આપવુ પડે..

મૂળ સાર એ જ કે ,
તમે ગમે એવા હોવ, ગમે તેવુ તમારુ આચરણ હોય, કૃષ્ણ ની જીંદગીનો કોઈના કોઈ કિસ્સો તમારા જીવનમાં ફિટ બેસી જ જાય !

કદાચ, ચોર પણ કૃષ્ણ ને Relate કરી શકતો હોઈ શકે એટલે જ એને પણ “ગીતા” ના સોગંધ લેવડાવાય છે.

જય શ્રી કૃષ્ણ 

 

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् , देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम्

कंस और चाणूर का वध करनेवाले, देवकी के आनन्दवर्द्धन, वसुदेवनन्दन जगद्गुरु श्रीक़ृष्ण चन्द्र की मैं वन्दना करता हूँ ।

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
4 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Keval
Keval
5 years ago

Raadhe Raadhe….!

Sagar patani
Sagar patani
5 years ago

Radhe radhe, radhe krishna.

Meet Joshi
Meet Joshi
4 years ago

Wah….

Urvish Patel
Admin
4 years ago

Wah