ભલે સ્ટીવ જોબ્સ આ દુનિયામાં હયાત નથી, પણ હજુય લોકો તેમને ભૂલ્યા નથી. સર્ચ એન્જિનોમાં દર મહીને ૨૦૦૦ વખત તેમના માટે સર્ચ થાય છે. આપણને પણ નવાઈ લાગે છે કે કેમ ? પણ ગમે તે, સ્ટીવ જોબ્સ એવી વસ્તુ દુનિયાને આપીને ગયા છે જે આજની પેઢીની સાથે સાથે આગળ વધી રહી છે, એપ્પલ. એપ્પલ આજે જે ઊંચાઈ પર પહોંચી છે,એ સ્ટીવ જોબ્સના કારણે જ.
હવે જાણો એવી હકીકતો જેનાથી તમે અજાણ હશો.
સ્ટીવ જોબ્સની અકથિત હકીકતો !
- તેમને પોતાની જ કંપની એપ્પલમાં થી હંકારી કાઢયા હતા. કેમ કે, સ્ટીવ જોબ્સ એપ્પલની પ્રોડક્ટ મેકિન્ટોશ ના ભાવ ઘટાડવા માંગતા હતા. તેમની આ બાબત બોર્ડ ઓફ ડાયરેક્ટર સુધી પહોંચી અને તેમને હંકારી કાઢવાનો નિર્ણય કર્યો.
- જ્યારે Apple નું અસ્તિત્વ નહતું ત્યારે, જોબ્સ અને સ્ટીવ વોઝ્નિયાક બંને એ એક ડિજીટલ બ્લુ બોક્ષ બનાવ્યું હતું કે તેનાથી ટેલિફોન સિસ્ટમ હેક કરી દુનિયાના કોઈ પણ ખૂણે કોલ કરી વાત થઇ શકતી હતી. આ બોક્ષ ૧૦૦ ડોલરમાં વેચ્યું હતું.
- ૧૯૮૦ પેહલાની વાત છે, સ્ટીવ જોબ્સ ‘એડોબ સિસ્ટમ’ના પ્રશંસક હતા. જયારે કંપનીના સહ-સ્થાપકે આ કંપની એપ્પલને વેચવાની ના પાડી તો,એપ્પલે પોતાના Mac માંથી ફ્લેશ પ્લેયર હટાવી દીધું.
- સ્ટીવ જોબ્સએ તેમની જુવાનીમાં ડ્રગ્સથી અજાણ નહતા. તેઓ કોલેજના તેમના મિત્રો સાથે ડ્રગ્સના નશામાં સપડાયેલા હતા.
- તમને આ વિચિત્ર લાગશે ….પણ, ૧૯૯૭ માં જયારે એપ્પલમાં જોબ્સે ફરી પગ મુક્યો ત્યારે તેમને વાર્ષિક ૧ ડોલર ચુકવવામાં આવતા. તેમણે એપ્પલ કંપનીના સ્ટોકમાંથી ૧.૨ બિલિયન ડોલરના સ્ટોક લીધા હતા. તેમની પાસે ૪.૪ બિલિયન ડોલરના વોલ્ટ ડીઝનીના સ્ટોક પણ ખરીદ્યા હતા. તેમને આ સ્ટોક જયારે તેમણે પિક્સાર એનીમેશન ડીઝનીને વેહંચી ત્યારે લીધા હતા.
- સ્ટીવ જોબ્સ પણ ઝુકેરીયા અને ગેટ્સ તથા રીચાર્ડ બ્રેન્સનની જેમ એક કોલેજ ડ્રોપઆઉટ હતા.
- સ્ટીવ જોબ્સએ મૂળ એક ‘સીરીયન મુસ્લિમ’ હતા. તેમના બાયોલોજીકલ પિતાનું નામ “અબ્દુલફત્તાહ જન્દાલી” હતું ,જયારે તેમની માતા અમેરિકન હતા. સ્ટીવ જોબ્સનો જન્મ થયો ત્યારે તેમના માતા પિતાના લગ્ન નહતા થયા,એટલે તેમણે જોબ્સને દત્તક આપવાનું નક્કી કર્યું. કેલિફોર્નિયાના પોલ જોબ્સ અને કાર્લા જોબ્સે સ્ટીવને દત્તક લીધો.
- સ્ટીવ જોબ્સ જયારે 90ના દાયકાના મધ્યમાં જયારે એપ્પલમાં પાછા ફર્યા ત્યારે એપ્પલની કેટલીયે પ્રોડક્ટ્સ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીને દાનમાં આપી દીધી. તેઓ નવેસરથી શરૂઆત કરવા માંગતા હતા.
- સ્ટીવ જોબ્સે જ્યારે મેકિન્ટોશ માટે એક અલગથી ટીમ બનાવી ત્યારે બધાની સહીને એક કાગળ પર લીધી.આ કાગળને તેઓ મેકિન્ટોશ કોમ્પ્યુટરની પ્લેટ પર છાપવાની શરૂઆત કરેલી. જેથી કર્મચારીઓની કંપની પ્રત્યે વફાદારી અને ગર્વ વધે,અને તેને હજુય પણ દરેક મેકિન્ટોશના પ્લેટ પર છાપેલી જોવા મળે છે.
- જોબ્સ ગૂગલના સ્થાપક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનના સલાહકાર પણ હતા.
- એપ્પલ અને માઈક્રોસોફ્ટ તથા , ડિઝની ની કંપનીઓ( ડિઝનીલેન્ડ અને ડીઝનીવર્લ્ડ) પર જયારે સ્ટીવ જોબ્સ ગુજરી ગયા ત્યારે તેઓએ પોતાનો ઝંડો અડધી દાંડી પર રાખ્યો હતો.(આ એક શ્રધ્ધાંજલી આપવાની રીત છે.)
- ૨૦૧૪માં ટીમ કૂકએ રાજ સ્ટીવ જોબ્સને યાદ કરતા કહ્યું હતું કે , સ્ટીવ જોબ્સની મેઈન ઓફિસના ટેબલ પર હજુય ‘સ્ટીવ જોબ્સ’ નામની જ પ્લેટ રાખેલી છે.
- ૧૬ ઓક્ટોમ્બર,૨૦૧૧ નો દિવસ, કેલિફોર્નિયાના ગવર્નર દ્વારા ‘સ્ટીવ જોબ્સ દિવસ’ તરીકે જાહેર કરાયો હતો.
લખવા જેવીતો ઘણી હકીકતો હતી પણ લખવા જેવીના લાગી એટલે અહીં લખી નથી ! સ્ટીવ જોબ્સ એક સત્યઘટના છે. જેણે પોતાની હારેલી સલ્તનતના ફરી ચક્રવર્તી સમ્રાટ થઇ એપ્પલને આસમાને પહોંચાડી.
સંકેતભાઈ આભાર !
[…] દાયકાના અંતમાં, સ્ટીવ જોબ્સએ પાલો અલ્ટો રિસર્ચ સેન્ટરની […]
[…] દાયકાના અંતમાં, સ્ટીવ જોબ્સએ પાલો અલ્ટો રિસર્ચ સેન્ટરની […]