મોસ્ટ ડૅકોરેટેડ ઓલમ્પિયન : માઈકલ ફેલ્પ્સની ઓલમ્પિક સફર !
Rio de Janeiro - Michael Phelps, dos Estados Unidos, ganha sua 20ª medalha de ouro olímpica, nos 200m nado borboleta, nos Jogos Rio 2016. (Fernando Frazão/Agência Brasil)

મોસ્ટ ડૅકોરેટેડ ઓલમ્પિયન : માઈકલ ફેલ્પ્સની ઓલમ્પિક સફર !

‘તું હાથની મુઠ્ઠી વાળી તો જો, રેખાઓ બધી બદલાઈ જશે.’

મોસ્ટ ડેકોરેટેડ ઓલમ્પિયન એટલે કે, સૌથી વધુ ઓલમ્પિકના ગોલ્ડ મેડલ જીતનાર, અમેરિકન સ્વીમર માઈકલ ફેલ્પ્સ !

2000 : માત્ર 15વર્ષની ઉંમરે માઈકલ ફલેપ્સ ઓલમ્પિકમાં ભાગ લીધો. જોકે 2000ની સ્પર્ધામાં એકેય મેડલ ના જીતી શક્યો.

2004 : આ ઓલમ્પિકમાં માઈકલની એક મેચ તો તેના બાળપણથી આદર્શ રહેલા ઇયાન થોર્પ અને અન્ય દિગ્જ્જો સાથે પણ થઇ હતી. આ ઓલમ્પિકમાં તેના મેડલ જીતવાની સફર શરુ થઇ હતી. જેમાં તેણે 6 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ એમ કુલ 8 મેડલ જીત્યા હતા.

આ ઓલમ્પિકના ઇન્ટરવ્યૂમાં એક જર્નાલિસ્ટએ ઇયાન થોર્પને ફલેપ્સનું પ્રદર્શન જોતા પૂછ્યું કે, શું તમને લાગે છે કે હવે પછીની ઓલમ્પિકમાં માઈકલ ફલેપ્સ બધી ગેમમાં ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે ?

થોર્પનો જવાબ હતો, ‘ના‘ ! વધુમાં એમ પણ કહ્યું કે આવો રેકોર્ડ બનાવવો અશક્ય છે.

બીજી બાજુ આ વાત માઈકલના કાને પડતા માઈકલએ ત્યાંથી જ મનોમન નક્કી કરી દીધું હતું કે, હું બધે બધા ગોલ્ડ મેડલ જીતીશ. આ અગાઉ 1972માં માઈકલ સ્પિત્ઝ એક જ ઓલમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ દ્રઢ નિર્ણયને પૂરો કરવા માટે સખત પ્રેક્ટિસ શરુ કરી દીધી. માર્ક સ્પિત્ઝ રોજેરોજ 8 કલાક પ્રેક્ટિસ કરતા હતા. તો ફલેપ્સએ એ પછીના ચારેય વર્ષ 365દિવસમાંથી એક પણ રજા માણ્યા વગર માઈકલે રોજના 12 કલાક, અઠવાડિયામાં 100કિ.મી. ની સખત પ્રેક્ટિસ શરુ કરી.

2006 : પણ… ઓલમ્પિક 2008ના બે વર્ષ બાકી હતા ત્યારે એક દુર્ઘટનામાં માઈકલ ફલેપ્સના જમણા હાથનું કાંડુ ફ્રેક્ચર થઇ ગયું. સારવાર દરમિયાન ડોક્ટરે કહ્યું કે, હવે તું પહેલાની જેટલી સક્ષમ રીતે તારો હાથ ફરીથી ઉપયોગમાં નહીં લઇ શકે.

હવે શું  ? માઈકલે તો નક્કી કરી જ દીધું હતું કે તે 8 ગોલ્ડ મેડલ કોઈપણ કિંમતે જીતશે. તેણે વિચાર્યું કે હાથ ભલે તૂટી ગયો, પણ પગથી પણ તરી તો શકાય જ ને !

માઈકલે પગથી તરવાની પ્રેક્ટિસ શરુ કરી દીધી.

2008 : આ ઓલમ્પિકમાં માઈકલે જે 4 વર્ષ પહેલા નિર્ણય લીધો હતો, તે પૂરો કરીને બતાવ્યો. માઈકલે કુલ આઠેઆઠ જુદી જુદી સ્વિમિંગની ગેમમાં ગોલ્ડ મેડલ જીતીને, માર્ક સ્પિત્ઝનો 1972નો 7 ગોલ્ડ મેડલનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દીધો.

હી પ્રુવ્ડ ધેમ રોન્ગ !

માઈકલ ફેલ્પ્સના 4 ઓલમ્પિકમાં થઇ જીતેલા 28 મેડલ્સમાં 23 તો ગોલ્ડ મેડલ્સ છે. જેની સામે, આપણા દેશના અત્યાર સુધીના કુલ મેડલ 28 છે, વળી એમાંય 9 ગોલ્ડ મેડલ.

માઈકલ ફલેપ્સએ નાનપણથી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારથી જ એક પછી એક, દેશના તમામે તમામ નેશનલ રેકોર્ડ તોડયા. જે નંવા રેકોર્ડ બનાવ્યા એમાંથી પણ કેટલાક તો ફરીથી તોડયા.

શબ્દોત્સવ :

ઇસ તરહ સે હમને તય કી મંઝિલે,
ગિર પડે, ગિર કર ઉઠે, ઉઠ કર ચલે !
( જયનાદ – જય વસાવડાની ‘જય હો’ પુસ્તકમાંથી )

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *