વાઈ-ફાઈ વાળું જ્ઞાન અને ‘આપણે’ બધા જ્ઞાની!

વાઈ-ફાઈ વાળું જ્ઞાન અને ‘આપણે’ બધા જ્ઞાની!

પહેલાના જમાનામાં ‘અજ્ઞાની’ રહેવું હોય ને, તો એના માટે પણ થોડી ઘણી મહેનત કરવી પડતી હતી. તમારે કોઈની સાથે વાત કરવી પડે, ચાર-પાંચ વાક્યો બોલવા પડે, ત્યારે સામેવાળાને ખબર પડે કે “ભાઈમાં (કે બહેનમાં) અક્કલનો છાંટો નથી.” મતલબ કે, તમારી મૂર્ખામી સાબિત કરવા માટે તમારે ‘પ્રેક્ટિકલ’ કરવું પડતું હતું. પણ હવે? હવે પરમેશ્વરની કૃપા અને અંબાણીજીની મહેરબાનીથી અજ્ઞાન ફેલાવવા માટે મહેનતની જરૂર નથી, ખાલી ‘વાઈ-ફાઈ’ અને હાથમાં એક સ્માર્ટફોન જોઈએ!

આપણે (આપણી અંદરનો માણસ) હવે એટલા સ્માર્ટ થઈ ગયા છીએ કે આપણું અજ્ઞાન પણ ‘હાઈ-સ્પીડ’ ડેટા પર ટ્રાવેલ કરે છે. સવારે ઉઠતાની સાથે જ પથારીમાં પડ્યા-પડ્યા આપણે નક્કી કરી લઈએ છીએ કે આજે દુનિયાને કઈ દિશામાં લઈ જવી છે. વોટ્સએપ યુનિવર્સિટીના કુલપતિ તરીકે આપણે જ્ઞાન નથી વહેંચતા, પણ આપણો ‘વહેમ’ ફોરવર્ડ કરીએ છીએ.

લોકોને કોઈ વિચારધારા કે આઈડિયા સામે વાંધો નથી હોતો. લોકોને વાંધો હોય છે ‘અગવડ’ સામે. જે વિચાર આપણા મગજના સેટિંગમાં ફીટ ન બેસે, એ આપણને ‘વિચાર’ નથી લાગતો, પણ ‘હુમલો’ લાગે છે. કોઈ આપણી વાત સાથે સહમત ન થાય તો આપણે એની સાથે ‘ડિબેટ’ નથી કરતા, સીધું ‘બ્લોક’ કરી દઈએ છીએ. જાણે કે સત્યની શોધ કરવા નથી નીકળ્યા, પણ ‘હા માં હા’ મિલાવનારાઓની ટોળકી જમા કરવા નીકળ્યા છીએ. પેલા જૂના જમાનામાં રાજા-મહારાજાઓ ખુશામતખોરો રાખતા, હવે આપણે ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં એ જ કરીએ છીએ. સુઉં કિયો છો?

અને સૌથી મોટી કરૂણતા (કે કોમેડી?) શું છે ખબર છે? જે લોકોનું બ્રેઈનવોશ થઈ ગયું હોય ને, એમને ક્યારેય એવું નથી લાગતું કે પોતે ‘મેલા’ છે. ઉલટાનું, એમને તો એવો વહેમ હોય છે કે પોતે જ સૌથી વધારે ‘પવિત્ર’ અને ‘સાચા’ છે. સાબુથી હાથ ધોઈને જેટલો સંતોષ નથી મળતો, એટલો સંતોષ અમુક લોકોને ફેક ન્યુઝ ફોરવર્ડ કરીને મળે છે. એમને એમ જ હોય કે “હું જ જાગૃત નાગરિક છું, બાકી આખું ગામ ઊંઘે છે.”

આપણા સમાજમાં ‘અસહમતી’ (Disagreement) હવે ‘દુશ્મની’ બની ગઈ છે. કોઈ એમ કહે કે “મને આ વાત નથી ગમતી”, તો આપણે એવું નથી વિચારતા કે “કેમ નથી ગમતી?”, આપણે સીધું વિચારીએ છીએ કે “આ માણસ જ ખરાબ છે.” મગજના દરવાજા બંધ કરીને આપણે વાઈ-ફાઈના રાઉટર ચાલુ રાખ્યા છે.

ટૂંકમાં કહીએ તો, ટેકનોલોજીએ અંતર ઘટાડ્યું છે, પણ મનના અંતર વધારી દીધા છે. પહેલા આપણે અજાણ્યા હતા, હવે આપણે ‘ગેરમાર્ગે દોરાયેલા’ છીએ – અને પાછા એનો ગર્વ પણ લઈએ છીએ!

માણસ પણ ગજબ છે…
ફોનમાં ‘મેમરી’ ફૂલ થઈ જાય તો ચિંતા થાય છે,
પણ મગજમાં ‘કચરો’ ફૂલ થઈ જાય તો વટ પડે છે!

1 Comment

  1. Chetan Devganiya

    ખરેખર, અત્યારે સૌ કોઈ સત્ય કરતા સામ્ય ને સ્વીકારવામાં વધુ હોશિયારી અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *