ગુજરાતમાં કયો ગૃહઉદ્યોગ સૌથી વધારે પ્રખ્યાત છે?
લગભગ ગુજરાતના દરેક ઘરમાં, પ્રસંગોમાં રાખવામાં આવતા જમણવારમાં, ઢાબા અને હોટલોમાં વગેરે જગ્યાઓ સુધી પ્રસરેલા લિજ્જત પાપડ !
View this post on Instagram
અડદના પાપડ બનાવતા આ ગૃહઉદ્યોગનું નામ છે, શ્રી મહિલા ગૃહઉદ્યોગ લિજ્જત પાપડ ! નામ પરથી જ અંદાજો આવી ગયો હશે કે, માત્ર ને માત્ર મહિલાઓથી સંચાલિત ગૃહઉદ્યોગ !
માત્ર 80 રૂપિયાથી શરુ થયેલ આ ગૃહ ઉદ્યોગનું આજે 800કરોડનું ટર્નઓવર (2018 પ્રમાણે) છે.
આ ગૃહઉદ્યોગ માત્ર માત્ર પાપડ જ નહી પણ ખાખરા, મસાલા, ઘઉંનો લોટ, આચાર, રોટલી અને બેકરી ઉત્પાદનો બનાવે છે.
ગુજરાતમાં 1600કિમિ લાંબો દરિયાકિનારો છે, એટલે જ તો ગુજરાતીઓ દરિયાદિલી, અને સાહસિક પ્રવાસો ખેડવામાં આગળ પડતા છે. આ ગૃહઉદ્યોગ પણ સાત ગુજરાતીઓ મહિલાઓએ શરુ ખેડેલા સાહસ અને તેમના અથાગ પ્રયત્નોનું પરિણામ છે.
આજે તે દેશભરમાં 45000 જેટલી મહિલાઓને રોજી પુરી પાડે છે.
તેના વિષે થોડી ઘણી વાતો કહું તો …
⦁ 1959માં, જયારે મહારાષ્ટ્ર-ગુજરાત અલગ નહોતા થયા ત્યારે બૉમ્બેમાં ગિરવાવમાં 80રૂપિયાની મૂડી છગનલાલ પારેખ પાસેથી લાવીને , સાત ગુજરાતી બહેનોએ આ ઉદ્યોગની સ્થાપના કરી હતી.
જેમનું નામ, જસવંતીબેન જમનાદાસ પોપટ, પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉજાબેન નારણદાસ કુંડલીયા, બનુબેન એન.ટન્ના, લગુબેન અમૃતલર ગોકાણી, જયાબેન વી.વિઠ્ઠલાણી, અને ચુતદબેન અમીષા ગાવડે !
⦁ 45000 જેટલી મહિલાઓને રોજી પુરી પાડે છે.
⦁ નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર, લિજ્જત પાપડ વિષે ડોક્યુમેન્ટરી પણ પ્રસારિત થઇ ચુકેલી છે.
⦁ દેશમાં 82 જેટલી શાખાઓ છે, જે રોજના અંદાજે 1.3 કરોડ જેટલા પાપડનું ઉત્પાદન થાય છે. જો આટલા પાપડને એકી સાથે સૂકવવા હોય તો ફૂટબોલના 44 મેદાન જેટલી જગ્યા જોઈશે !
⦁ આજે લિજ્જત પાપડનો અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, હોલેન્ડ, બેહરીન, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, ચીન, જાપાન, હોંગકોંગ, સાઉથઆફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ એક્સપોર્ટ થાય છે.
લિજ્જત પાપડએ આજે દેશમાં મહિલા સશક્તિકરણનું એક જ અનોખું ઉદાહરણ પૂરું પડ્યું છે.