‘એકલો જા ને રે !’ – YKKથી શીખો !

‘એકલો જા ને રે !’ – YKKથી શીખો !

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો એકલો જાને રે એકલો જાને,
એકલો જાને, એકલો જાને રે !
– રવિન્દ્રનાથ ટાગોર (ગુજરાતી અનુવાદ : મહાદેવભાઈ દેસાઇ )

ટડાઓ યોશીદા બીજા વિશ્વયુદ્ધમાથી અને ટોક્યો શહેર પર થયેલા પરમાણુ બોમ્બના પ્રહારમાથી જેમ તેમ કરી બચી ગયા. તેઓ એક નાની, ઝીપ બનાવતી કંપની YKK શરૂ કરી. જેનો વિચાર, ઝીપિંગ ઈન્ડસ્ટ્રીને મોડેર્નઈઝ કરવાનો હતો.

આ માટે તેમણે પ્લાનિંગ અને ડિઝાઇન પણ તૈયાર કર્યા હતા. ઈન્ડસ્ટ્રીના ગણાય નાની-મોટી કંપનીઓ પાસે જઈ, ઈન્ડસ્ટ્રીને મોડર્નઇઝ કરવાની તેમની યોજનાઓ અને મશીનરી ડિઝાઇન બતાવી.  પણ કોઈ ‘માત્ર ઝીપ જ બનાવી શકે તેવું મશીન’ નહોતું બનવા માંગતુ.
કંપનીઓને તો એક મશીન ઘણા બધા કામમાં કામ આવે તેવું મશીન જોઈએ. 

યોશીદા પણ હાર માનવા તૈયાર નહોતા. યોશીદાએ જાતે પોતાનું ‘ઝીપ બનાવતું મશીન’ બનાવ્યું, અને કામમાં લીધું. હવે YKKને ઝીપ બનાવવા કોઈ બીજા પરની નિર્ભરતા પુરી થઇ ગઈ.  જેથી હવે , YKK પોતે ઓછા ભાવે ઝીપ બનાવી શકે. જેથી કંપની પોતાની રીતે ક્વોલિટી પર ધ્યાન આપી શકે. 

1960 સુધીમાં, YKK પાસે જાપાનનું 95% માર્કેટ હતું. બીજા ઝીપ મેકર્સ પણ હતા. જો કે, YKK કંપની પોતે પોતાના જ મશીનથી ઝીપ બનાવતી હોવાથી લોકોને YKK પર વધારે વિશ્વાસ હતો. 

વધુમાં, YKK માત્ર ઝીપ જ નહી, ઝીપના પેકીંગ માટેના ખોખા, ઝીપના દોરા , કલર-ડાઇ કાપડ, ઝીપર ટેપ્સ વગેરે જાતે જ બનાવે છે. YKK બીજી કોઈ કંપની પર નિર્ભર નથી.

દુનિયામાં આજે 50%થી પણ વધુ ઝીપનું ઉત્પાદન YKK કરે છે.  ઝીપ બનાવવી કદાચ આસાન છે.  છેલ્લા પચાસેક વર્ષોમાં YKK કંપનીએ કોઈ નવું ઇનોવેશન પણ નથી કર્યું. તેમ છતાંય YKKની મોનોપોલીને હંફાવવી અઘરી છે. 

YKK વિષે રસપ્રદ તથ્યો :

[ ૧ ] દર વર્ષે YKK એટલી ઝીપ બનાવે છે કે, પૃથ્વીને ૫૦ વખત કવર કરી શકાય. 

[૨] YKKનું પૂરું નામ, Yoshida Kogyo Kabushikigaisha છે. જેનો અર્થ યોશીદા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *