ગણા દિવસો પછી, અમારી કૉલમ, પારસીઓ – ગુજરાતની અસ્મિતામાં મે આ આર્ટીકલ લખ્યો, જેમાંથી અમુક અંશ BBCના દેશના પ્રથમ બૅરોનેટ, ઉદ્યોગસાહસિક અને સમાજસેવક જમશેદજી જીજીભોય આર્ટીકલનો છે.
જે ઓગણીસમી સદીમાં સૌથી ધનવાન ભારતીયોમાંના એક, પારસી સર જમસેત્જી જેજિભોયના જીવન પર આધારિત છે. જેઓનું જીવન એક અનાથ બાળકથી લઈને એક પરોપકારી, સમાજસેવક ઉધ્યોગપતિ સુધીનું સંઘર્સવાળું અને સાહસિક જીવન અહીયાં લખવાનો પ્રયાસ કર્યો છે.
બાળપણ !
તેમનો જન્મ બોમ્બેમાં 15 જુલાઈ 1783 ના રોજ થયો હતો. તેમના પિતા અને માતા મેરવંજી માણેકજી જીજીભોય અને જીવીબાઈ કાઉસજી. પાંચ વર્ષની ઉંમરથી સોળ વર્ષ સુધી જીજીભોય નવસારી રહ્યા. 1799માં સોળ વર્ષના હતા ત્યારે તેઓ અનાથ થઈ ગયા. તેમના માતા-પિતાનું 1799માં અવસાન થયું.
તેમનાં માતા જીવીબાઈએ તેમની અંતિમક્ષણો નજીક આવતાં જમસેત્જીને શિખામણ આપી હતી. ( જે જીતેન્દ્ર પટેલ દ્વારા લિખિત પુસ્તક “51 જીવનઝરમર”ના પાનાં નંબર 50 ઉપર વર્ણવી છે )
તેમણે શીખામણ આપતા કહેલું કે…
“દીકરા તું વયમાં નાનો છે પણ બુદ્ધિમાં પરિપક્વ છે માટે મારી શિખામણ હાથ ધરજે.”
“આ દુનિયા દોરંગી છે. આપત્તિ વેળાએ એ ક્યારેય તારી પડખે ઊભી નહીં રહે.”
“બીજાઓનું ભલું કરવા એ તને ક્યારેય નહીં કહે. તેને બદલે તને અસત્યને પંથે દોરી જવા પ્રયત્ન કરશે. પરંતુ વાદળમાં છુપાયેલો ચંદ્ર વાદળોમાંથી બહાર આવીને જગત પર પ્રકાશે છે તેમ જે ગુણીજન છે તે પણ સત્કર્મો દ્વારા જગતને પ્રકાશે છે. અંતે તું એવાં બી વાવજે જે જેનાં ફળ મીઠાં હોય. ગરીબોને સદાય મદદ કરજે અને કુટુંબને સાંભળજે.”
માતાપિતા બંનેના મૃત્યુ બાદ, જીજીભોય કાયમી ધોરણે બોમ્બે સ્થાયી થયા હતા અને ત્રણ વર્ષ સુધી તેના માસા ફરામજીની બટલીવાલાની છત મળી .
ઉદ્યોગપતિ તરીકેનું સાહસિક જીવન !
પહેલું વ્યાવસાયિક સાહસ ખાલી બોટલો એકત્રિત કરવા અને વેચવાનો હતો, જેનાથી તેઓ તે વખતે બાટલીવાલા તરીકે ઓળખાવા લાગ્યા . આગળ જતા, તેમનું નામ ગુજરાતી જેવું લાગે તેથી તેમણે નામ જમસેતથી જમસેત્જી કર્યું.
ઘીરેધીરે જમશેદજીને પિતરાઈ ભાઈએ ધંધામાં પળોટવાનું શરૂ કર્યું.
તેઓ જમશેદજીને વેપારની આંટીઘૂંટીઓથી માહિતગાર કરવા ચીન લઈ ગયા. જમશેદજીએ કાપડ અને અફીણના વ્યવસાયમાં ભાગ્ય અજમાવ્યું પરંતુ તેમને ધંધામાં ઝાઝી સફળતા ન મળી ઊલટાનું તેમની પાસે જે 180 રૂપિયાની મૂડી ભેગી થઈ હતી તેમાંથી માત્ર 150 જ બચ્યા. પણ તેમના આ પ્રથમ અનુભવમાંથી તેઓ ઘણું શીખ્યા.
બીજાં વરસે તેઓ વ્યાપાર કરવા ચીન જવા નીકળ્યા પરંતુ દરિયાઈ તોફાનને કારણે મહામુસીબતે ચીન પહોચ્યા. ચીન સાથેના વ્યવહારમાં સૌથી વધુ પ્રખ્યાત ભારતીય વેપારી તરીકે જીજીભોય ઉભરી આવ્યા, જેણે 1799 (જ્યારે તે માત્ર સોળ વર્ષનો હતો) અને 1807 ની વચ્ચે ચીનને પાંચ પ્રવાસો ખેડેલા.
એક વાર ચીનના પ્રવાસ દરમિયાન બોટ પર ફાંસના સૈનિકોએ હુમલો કરી માલસમાન અને યાત્રીઓને પોતાની ફ્લેગશિપમાં ચઢાવી દીધા અને તે બધાને છેક દક્ષિણ આફ્રિકાના છેડે આવેલા કૅપ ઑફ ગુડ હોપ લઈ જઈ ઉતારી દીધા. આ સમય જમશેદજી માટે કપરો પુરવાર થયો. તેમનો બધો માલ તો લૂંટાયો પણ તેમની પાસે જે પૈસા હતા તે પણ ફ્રાન્સના સૈનિકોએ લઈ લીધા અને પહેરે લૂગડે તેઓ કૅપ ઑફ ગુડ હોપમાં ભૂખ્યા અને તરસ્યા દિવસો વિતાવવા લાગ્યા. જેમતેમ કરીને ત્યાંથી પસાર થતી કોલકાતા માટે નીકળેલી અંગ્રેજોની શીપ મળતા જ સ્વદેશ પરત પહોચ્યા.
દરિયાઈ સફરોમાં આટઆટલી તકલીફ પડતી હોવા છતાંય તેઓ હિંમત હાર્યા નહી. દરમ્યાનમાં તેમના માસા ફરામજીનું અવસાન થતાં તેમની પેઢીની બધી જ જવાબદારી જમશેદજીના માથે આવી પડી જેને તેમણે સુપેરે નિભાવી.
આગળ જતાં તેમણે જૈન મુળચંદ અમીચંદ અને કોંકણી મહોમ્મદ અલી ની સહાયથી કંપની સ્થાપી, જેનું નામ ‘જમસેત્જી જીજીભોય એન્ડ કં.’ હતું.
1814માં, તેમણે તેમનું પહેલું શીપ ‘ગુડ સક્સેસ’ ખરીદ્યું. જોતજોતાંમાં થોડાક વર્ષોના સમયગાળામાં તેમણે કુલ પાંચ નવા વહાણો વસાવ્યા.
1836 સુધીમાં તો કંપનીનો વેપાર એટલો બધો વિસ્તર્યો હતો કે તેમને પુત્રોના સહાયની જરૂરિયાત પડી. જીજીભોય અને સહયોગીઓએ વેપારનું નેટવર્ક સ્થાપિત કર્યું હતું . કંપની ખાસ કરીને કપાસ અને અફીણની સપ્લાય કરતી હતી. પૂર્વી એશિયામાં ભારતીય અફીણના માલસામાનથી જીજીભોયનો મોટો વ્યવસાય ઉદ્યોગ હતો
જીજીભોયની પ્રારંભિક સંપત્તિનો એક ભાગ નેપોલિયનિક યુદ્ધો દરમિયાન ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે કપાસના વેપારમાં બન્યો હતો.
તેઓ જ્યારે 40 વર્ષના થયા, ત્યાં સુધીમાં તો તેમની સંપત્તિ 2 કરોડ ( આજના નહીં, એ ઓગણીસમી સદીમાં) થઈ ગયી હતી.
અગ્રણી અને સમાજસેવક તરીકેનું જીવન !
1823 માં તેઓ પારસી પંચાયત અથવા બોમ્બેના પારસી સમુદાયની આંતરિક સરકારના સભ્ય બન્યા. બ્રિટિશશાહી સત્તાવાળાઓ દ્વારા તેમને બોમ્બેના ભારતીય સમુદાયના મુખ્ય પ્રતિનિધિ તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી. બોમ્બેમાં તેમના સ્થાયીકરણનું વધુ ઉદાહરણ આપવામાં આવ્યું જ્યારે 1843 માં તે બોમ્બે બેંકના એકમાત્ર ભારતીય ડિરેક્ટર બન્યા .
પોતાની બાળપણની ગરીબી તેઓ ભૂલ્યા નહોતા. આ જ કારણે તેમણે પણ પોતાની સંપત્તિ માત્ર પારસી સમાજ માટે નહીં પણ બધા જ માટે, સેવામાં ખર્ચી. તેમાથી તેમણે શાળાઓ, હોસ્પિટલો, કોલેજો વગેરે ઊભી પાછળ ટેકો કર્યો. તેમજ કોઝવે અને બ્રિજનું નિર્માણ જેવા જાહેર કાર્યો.
જેજિભોયની જાહેર સખાવતનો પહેલો રેકોર્ડ 1822માં નોંધાયો. જ્યારે તેમણે બોમ્બેની સિવિલ જેલમાં ગરીબ કેદીઓના દેવા ચૂકવવા કર્યો.
1838માં જ્યારે અંગ્રેજોએ અચાનક કેમ્પ મેદાનમાં ( આજનું, આઝાદ મેદાન) ચરાવતા માલધારીઓ પાસે ઘાસચારાની ફી લેવાનું શરૂ કર્યું, તો તેમણે ઠાકુરદ્વાર નજીક ૨૦૦૦૦માં જમીન ખરીદી, માલધારીઓને ની:શુલ્કપણે ઘાસચારા માટે ખુલ્લી મૂકી દીધી. ત્યારથી આ વિસ્તાર આજે પણ ‘ચરની’ તરીકે ઓળખાય છે. રેલ્વેની શરૂયાત થઈ રોડ બન્યો ત્યારે આ રોડનું નામ પણ ચરની રોડ રખાયું.
જીજીભોયના સૌથી મોટા સખાવતી પ્રોજેક્ટ્સ: પારસી બિનૅવલન્ટ ઇન્સ્ટિટ્યુશન (1849) રૂ. 440,000, જેજે હોસ્પિટલ (1850) રૂ. 200,000 અને જેજે સ્કૂલ ઓફ આર્ટ (1857) રૂ. 100,000 .
બિનૅવલન્ટ ઈન્સ્ટિટ્યૂશનએ પશ્ચિમ ભારતમાં પ્રથમ સ્વદેશી શૈક્ષણિક સંસ્થા હતી. જે.જે. હોસ્પિટલ બોમ્બેમાં જાહેર આરોગ્ય સંભાળના હેતુ માટે પ્રથમ વખત જાહેર અને ખાનગી હિતોને એક સાથે લાવ્યો, જ્યારે જેજે સ્કૂલ ઓફ આર્ટએ એશિયાને ડિઝાઇનનું કેન્દ્ર બનાવ્યું.
જીજીભોયના સેવાભાવી પ્રોજેક્ટ અને બ્રિટીશ પ્રત્યેની તેમની વફાદારીએ તેમને સન્માન અને જાહેર વખાણ મેળવ્યા. 1842 માં, જીજીભોય રાણી વિક્ટોરિયાથી નાઈટહૂડ મેળવનારા પ્રથમ ભારતીય હતા. ઉપરાંત 1857માં તેમને ‘બેરોનેટ’ તરીકે પણ નવાજવામાં આવ્યા.
તેમના મૃત્યુ સમયે તેમની સખાવતી સંસ્થાઓની કુલ કિંમત રૂ. 2,459,736 (245,000 પાઉન્ડથી વધુ સ્ટર્લિંગ). જીજીભોયની ઇચ્છાશક્તિ અને કોડીસિલ ઉપરાંત, તેના પરિવાર અને મિત્રોને મિલકતની કિંમત ફક્ત રૂ. 8,500,000 અથવા 750,000 પાઉન્ડ સ્ટર્લિંગથી વધુ (મોડી, પીપી. 172-75; પેલેસિયા, 2003, પીપી. 55-75).