Hmmm Achha Thik Chhe

Hmmm Achha Thik Chhe

સામાન્ય જનજીવનમાં ત્રણ વસ્તુઓ મુખ્ય છે : રોટી, કપડા અને મકાન. બસ એવી જ રીતે એક સામાન્ય ફોન કોલ જેમાં સામેના છેડે કોઈ સ્ત્રી પાત્ર ટળ્યુ હોય એમાં પણ ત્રણ શબ્દોનુ આગવુ મહત્વ હોય છે : Hmmm , Achha અને Thik Chhe.

hmm

પહેલી નજરે ફક્ત ત્રણ જ શબ્દો ભલે લાગતા હોય પણ આ ત્રણેય શબ્દોમાં એટલા બધા વેરિએશન્સ છે ને કે કોઈ પણ વાત ને કોઈ પણ સંદર્ભે રજૂ કરી શકે છે. શ્રીમદ ભગવન ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહેવાનું ભૂલી ગયા હતા કે , “હે પાર્થ, ભાથામાં કેટલા તીર છે એ નહી પણ ભાથામાં રહેલા કયા તીરનો કયા સમયે ઉપયોગ કરવો એ જાણકારી જ તમને વિશ્વનો શ્રેષ્ઠ બાણાવળી બનાવે છે.”એટલે સામે વાળુ પાત્ર અડધા કલાકથી પોતાની ‘કસૌટી જીંદગી કી’ ચલાવતી હોય ત્યારે Achha અને Barabar નો ઉપયોગ ટાળીને ઢગલાબંધ Hmmmઓ જ્યારે જ્યારે Pause આવે ત્યારે ત્યારે ઝીંકે રાખવાના હોય છે.

એ જ પ્રમાણે સામેવાળુ પાત્ર જ્યારે ‘કહાની ઘરઘરકી’ સંભળાવતુ હોય ત્યારે આપણો એની વારતા માં રસ છે એ દર્શાવવા માટે સ્વાદાનુસાર મીઠાની જેમ Achha ભભરાવવુ પડે છે. વળી Achha ના પણ ઘણાબધા પ્રકાર છે, એક Achha પછી જો “?” લગાડવામાં આવે તો એ અચ્છા “હૈં?” ની જેમ વર્તે છે. એક ઠંડુ અચ્છા હોય છે જેનો અર્થ “હા મારી મા એમ” થાય છે. એક લાંબુ Aaaaachha હોય છે. જ્યારે કોઈ લાંબી માથાકુટ પછી કોઈ વાત સમજ પડી હોય ત્યારે આ વાળુ Achha વાપરવાનું આવે છે. કહેવાનો મતલબ, કઈ પરિસ્થિતિમાં કયો શબ્દ વાપરવો એ તો મહત્વનુ છે જ પણ એથી ય મહત્વનુ છે કે કયો શબ્દ કયા Tone માં વાપરો છો..

Art of HMM OK

બરાબર આવી જ રીતે, “ઠીક છે” અથવા “બરાબર” વાપરવાનુ હોય છે. જીવનમાં અમુક સનાતન સત્યો હોય છે જે તમારે કોઈપણ જાતની લોજીકલ એક્સપ્લેનેસન વગર સ્વીકારવા પડતા હોય છે. હા…. સામેવાળુ પાત્ર કોઈ વિધાનવાક્ય આપે ને.. એ જ ! સુખી જીવન જીવવાની અનેક ચાવીઓમાંથી એક ચાવી એ છે કે સ્ત્રીની વાતને કોઈ પણ જાતની Arguments વગર સ્વીકારી લેવી.આ સ્વીકૃતિ દર્શાવવા માટે “Thik chhe” અથવા “Barabar” નો ઉપયોગ થાય છે.
જ્યારે સામેવાળુ પાત્ર આપણા પર બગડેલુ હોય ત્યારે આ એક જ રસ્તો છે એનો ગુસ્સો વધતો રોકવાનો, “બરાબર”. જ્યારે એ આપણી કરેલી અને ના કરેલી ભૂલો ગણાવતી હોય ત્યારે કેન વિલિયમ્સન ની જેમ હસતા મોઢે હાર સ્વીકારી લેવામાં જ સુખ છે અને એ હાર “Barabar” દ્વારા સ્વીકારાય છે.

પણ , દરેક વસ્તુની જેમ આમાં પણ અપવાદ આવે છે…. બરાબર બોલાવાની આદત પાડ્યા પછી જો એ ભુલેચુકે ગુગલી નાખી દે કે
” ક્યારેક ક્યારેક તો મને લાગે છે કે બધી મારી જ ભુલ છે..” ત્યારે બહુ જ સાચવીને “ના ના, ભૂલ મારી હતી” વાળુ એક ચોથુ તીર કાઢવુ પડે છે…

દર્શવાણી : Hmmm Achha Thik Chhe

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *