એક રાષ્ટ્રપતિ,વૈજ્ઞાનિક,અને મિસાઇલમેન : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

અબ્દુલ કલામના જીવનના અમુક અકથિત પ્રસંગો !

  • એકવાર સ્કુલમાં ભાષણ આપતાં હતા, અને… : તેઓ રાષ્ટ્રપતિ તરીકે જાહેર થયા ત્યારે, તરત જ તેઓ એક સ્કુલમાં ભાષણ આપવા પહોંચી ગયા. તેમની સિક્યુરિટી પણ ખૂબ ઓછી હતી. તેમના ભાષણ વખતે ત્યાં વીજળી ગયેલી, આથી માઈક અને સ્પીકરો થાપ થઈ ગયા. આથી કલામ સાહેબે નક્કી કર્યું કે તો પણ તેઓ ભાષણ આપશે. તમે નહીં માનો પણ 400 વિદ્યાર્થીઓના હોલમાં તેમની વચ્ચે ચાલીને જઈને  દમદાર અવાજમાં માઈક-સ્પીકર વગર ભાષણ આપેલું.
  • તેમણે એકવાર લોકોને પૂછયું કે, “પૃથ્વી પરથી આતંકવાદનો ખાત્મો કેવી રીતે કરવો ?” : એકવાર કોઇયે જણાવ્યું કે Yahoo Answers નામની વેબસાઈટ છે જેમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઇન લોકોને સવાલ પૂછી શકે છે. તો કલામ સાહેબે પોતાનું એકાઉન્ટ બનાવીને Yahoo Answers ની વેબસાઈટ પર લોકોને સવાલ કર્યો કે “આતંકવાદ ને પૃથ્વી પરથી કઈ રીતે નાબૂદ કરી શકાય? ”
    (તમે આ લિંક ખોલીને તેમના આ સવાલના પેજ પર જઈ શકો છો >> ક્લિક કરો ).
  • એકવાર એક પ્રસંગમાં ખૂરશી પર બેસવાનું ના પડી દીધું, કેમ ? : IIT વારાણસીમાં તેઓને મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. સ્ટેજ પર 5 ખુરશીઓ હતી. એમાં વચ્ચેની હતી જે IITના જે ઉચ્ચ અધિકારીઓની હતી. કલામ સાહેબને જયારે બેસવા માટે વિનંતી કરવામાં આવી ત્યારે તેઓએ ચોખ્ખી ના પડી દીધી. કેમ કે તેમની ખુરશી બીજી ખુરશીઓ કરતાં મોટી હતી.
  • તેઓ આભાર વ્યક્ત કરવા માટે ‘થેન્ક યુ’ કાર્ડ રાખતાં :  તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે કોઈ તેમને મળવા આવે ત્યારે અથવા જયારે તેમને કોઈને આભાર વ્યક્ત કરવો હોય ત્યારે તેઓ જે તે વ્યક્તિનું નામ અને નીચે તેમની સહી કરીને આપતા. આ કાર્ડમાં તેમનો સુવિચાર અને સત્યમેવ જયતે વાળો આકૃતિ પણ હતી.
  • એકવાર તો મોડું થઇ ગયું તો પણ…  : એકવાર તેઓ IIM,અમદાવાદમાં તેઓ આવ્યા હતાં. જયારે તેઓ રવાના થવા અલવિદા કહી નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બધા વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ સાથે ફોટો પડાવવા ની વિનંતી કરી . તેમને મોડું થઇ જ ગયું હતું. તેમના ઇવેન્ટ મેનેજરે મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓને સમજાવા લાગ્યા કે આ શક્ય નથી. તેમ છતાં કલામ સાહેબે તો મોડું થતું હતું તો પણ વિદ્યાર્થીઓના ટોળામાં ગયા અને જેને ફોટો પડાવવો હોય તેમને પડાવવા દીધો.
  • દાનવીર કલામ સાહેબ : તેઓ રાષ્ટ્રપતિ તરીકે જેટલું કમાયા તે બધું તેમણે PURA(પ્રોવાઈડીંગ અર્બન એમેનીટીઝ ટુ રૂરલ એરિયા) નામના ટ્રસ્ટને આપી દીધું.
  • તેમની નીચે કામ કરતાં કર્મચારીને ‘આશ્ચર્યચકિત’ કરી દીધા  : DRDOના એક ખાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. કામનું દબાણ બહુ હતું.એમાંથી એક કર્મચારી તેમના બોસ એટલે કે કલામ સાહેબ પાસે આવ્યા. તેમની પાસે આવીને કહ્યું કે આજે તેઓ વહેલા ઘરે જવા માંગે છે. તેણે તેના બાળકને પ્રોમિસ કરી છે કે તેઓ એક્ઝિબિશનમાં લઇ જશે.

    કલામ સાહેબે તેમની આ રજા મંજૂર કરી દીધી. કર્મચારી કામમાં ને કામમાં ઘરે વહેલું જવાનું ભૂલી ગયા. અને પુત્રનો વાયદો તોડ્યો એમ સમજી હતાશ થઇ ઘરે ગયા. તેમની પત્નીને કહ્યું કે ક્યાં ગયો પુત્ર ? તો તેમની પત્નીએ કહ્યું કે તમારા બોસ આવ્યા હતા અને તેને એક્ઝિબિશનમાં લઇ ગયા છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments