01 ડિસેમ્બર, 2008 અમેરિકાની નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ નામની સંસ્થાએ જાહેર કર્યું કે…અમેરિકા ડિસેમ્બર 2007થી મંદીમાં સપડાઈ ગયું છે.
આ 1929ની મહામંદી પછી પહેલી વખત આવેલી મોટી મંદી હતી. જેની અમેરિકા સાથે આખી દુનિયામાં ખુબ વ્યાપક અસર થઇ. આ મંદી એટલી હદે ભયાનક હતી કે, દુનિયાભરમાં 26લાખથી પણ વધુ લોકોએ નોકરી ગુમાવી હતી.
અમેરિકાની ચોથા નંબરની ઇન્વેસ્ટમેન્ટ બેન્ક લેહમેન બ્રધર્સે 691બિલિયન ડોલર્સની નાદારી નોંધાવી. આ સિવાય જનરલ મોટર્સ, વોશિંગટન મ્યુચ્યુઅલ, CTT ગ્રુપ જેવી મોટી મોટી કંપનીઓએ નાદારી નોંધાવી.
આ મંદી, સતત 18 મહિના ચાલી.
AirBNBની શરૂઆત !
બીજીબાજુ, એ સમયે અમેરિકાના સેનફ્રાન્સિસ્કોમાં બેરોજગાર બે રૂમમેટ્સ બ્રાયન અને જો પર પણ એક આપત્તિ આવી, લૅન્ડલૉર્ડને નિયમિત ભાડું ચુકવવાની.
જેમતેમ કરીને કોઈ રીતે થોડા પૈસા આવા ટાઈમમાં કમાવવા મળે તો સારું. અગાઉ 2007માં તેમણે પૈસા કમાવવાનો એક જુગાડ શોધ્યો હતો,જેના પર ફરી પુન:ર્વિચારણા શરુ થઇ.
વિચાર હતો, શોર્ટ ટાઈમ માટે રૂમમાં ગ્રાહકને સ્ટે આપવાનો, અને સવારે બ્રેકફાસ્ટની સગવડ કરી આપવાની. આ વિચારમાં, હાવર્ડ ગ્રેજ્યુએટ નેથન, ચીફ ટેક્નોલાજી ઓફિસર તરીકે જોડાયો. વેબસાઈટ શરુ થઇ, AirBedAndBreakfast.COM
તેમનો પહેલો ગ્રાહક 30 વર્ષીય ભારતીય હતો. જે કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યો હતો. પણ એકેય હોટેલમાં તેને રૂમના મળ્યો.
વેબસાઇટ મારફતે તેણે બૂકિંગ કરાવ્યુ. અને બ્રાયન અને તેની ટીમે પ્લાન મુજબ એક નાઈટનો એર-બેડ પર સુવાની સગવડ કરી આપી, અને સવારે બ્રેકફાસ્ટ કરી આપ્યો, અને એક નાઈટના 80ડોલરનો ચાર્જ મળી ગયો.
બ્રાયન-જો-નેથનની ત્રિપુટીએ શરૂ કરેલ આ વેબસાઇટ આજે, AirBnB.COMના નામે ઓળખાય છે. એ સમયે, આવા જ વિચાર સાથે બીજી કંપનીઓ પણ શરૂ થયેલી. જેણે મંદીના કારણે જમીનદોસ્ત થઈ અથવા તો માંડ માંડ ચાલી પણ AirBNB કઈરીતે આ સ્પર્ધામાંથી પાર થઈ ગઈ ?
મંદી સિવાય પણ બીજી કંપનીઓની નિષ્ફળતાનું કારણ હતું, અવિશ્વાસ. કોઈ શું કામ અજાણ્યાના ઘરે રહે ? અને કોઈ શું કામ કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં રહેવા દે ?
2009માં જ્યારે પોલ ગ્રેહામે AirBNBને ફંડિંગ આપ્યું, ત્યારે તેમણે અમુક સલાહો પણ આપી. જેને અનુસરતા સાઇટ પર રિવ્યુ, યજમાને જે ઘર સાઇટ પર લિસ્ટ કર્યું હોય તેના ફોટો જાતે ક્લિક કરી આવ્યા,
સાઇટ પર અમુક યજમાનો માટે માહિતી પણ લખી આપી. અમુક લોકોને પ્રોપર્ટી પણ લિસ્ટ કરી આપી. આમ, યજમાનોની પ્રોફાઇલમાં રિવ્યુ, ફોટો, અને પ્રોપર માહિતી આપીને AirBNBએ લોકોનો વિશ્વાસ જીત્યો.
શબ્દોત્સવ
Our “overnight” success took 1,000 days.
– બ્રાયન ચેસ્કી , CEO – AirBNB