છેલ્લાં વર્ષોમાં ડોલર સામે રૂપિયો ગબડી રહ્યો છે. દરેક ભારતીય ઈચ્છે છે કે ડોલરની સામે રૂપિયો ખૂબ જ મજબૂત થવો જોઈએ. તો શું , 1 ડોલર બરાબર 1 રૂપિયો થઇ જાય તો શું ?
આ સવાલ, “સરકાર કેમ પૈસા છાપી,પોતાનાં દેવાં ચૂકવી દેતી ?” નાં સમાન જ છે.
એવું ના માનશો કે, નાણાંનું ઊંચું મૂલ્ય એટલે દેશ આર્થિક રીતે મજબૂત કહેવાય. જો એમ હોય તો, બાંગ્લાદેશ જાપાન કરતાં આર્થિક રીતે મજબૂત ગણાત. કેમકે, 1 બાંગ્લાદેશી ટાકાની સામે જાપાનીઝ યેનનું મૂલ્ય 1.37 છે.
પણ ચાલો જોઈએ, કે જો રાતોરાત, ડોલર અને રૂપિયાનું મૂલ્ય સરખું થઇ જાય તો શું થાય ? આ સંજોગોનાં બે પાસાં છે. ફાયદા અને નુકશાન બંને !
ફાયદા !
- આંતરરાષ્ટ્રીય બજારમાંથી સામાન ખરીદવું ભારત માટે સસ્તું થઇ જાય. ભારત માટે આયાત કરવું સસ્તું થઇ જાય.
- વિલાસી(મોજશોખનાં સાધનો) સમાન ખરીદવું પણ સસ્તું થઇ જાય. જેમ કે, આઈફોન ! આઈફોન 6, 650 રૂપિયામાં પડે.
- આયાતો સસ્તી થાય,એટલે પેટ્રોલ પણ સસ્તું થાય. જેનાં કારણે પરિવહન પણ સસ્તું થાય.
નુકશાન !
- ભારતની નિકાસ મોંઘી થઇ જાય. કેમકે ભારતનાં ઉત્પાદનો અન્ય દેશ કરતાં મોંઘા થઇ જાય. તો કેમ,બીજા દેશો ભારત ભારત પાસેથી વસ્તુ ખરીદે, જોકે તેઓ અન્ય દેશો પાસેથી તેનાં કરતાં પણ નીચા ભાવે ખરીદી શકે.
- અન્ય દેશોનું ભારતમાં રોકાણ કરવાનું કારણ, ભારતમાં તેમને શ્રમ ખર્ચ ઓછો વેઠવો પડે. જો ડોલર ને રૂપિયો સમાન થાય તો ભારતમાં કોઈ કંપની રોકાણ ના કરે.
- આઇટી સેક્ટર અને સર્વિસ, જે ભારતનાં અર્થતંત્રમાં સૌથી અગત્યનો હિસ્સો છે, તે માંદી પડી જાય. બીજા શબ્દોમાં અપંગ થઇ જાય !
- એક ડોલર બરાબર એક રૂપિયો થાય, તો કંપની ભારતનાં નોકરીદારને શું કામ 75000 રૂપિયા દર મહિને પગાર પેઠે આપે, જ્યારે તેમને તે જ કામ બહાર 3000 રૂપિયામાં થઇ જતું હોય ? મતલબ કે, લોકો માટે નોકરી મેળવી ખૂબ જ કઠિન થઇ જાય. બેરોજગારી સર્જાય.
- ભારતમાં થતું આઉટસોર્સીંગ બંધ થઇ જાય. ભારતમાં રહેલી કંપનીઓ ભારત છોડી બહાર જતી રહે.
ડોલરની સામે ચલણ મજબૂત થાય એ વિકાસશીલ દેશ માટે સારું ના ગણાય. હવે કેટલાંક એવુ વિચારશે કે જો આપણાં દેશમાં વિદેશી કંપનીઓ રોકાણ ના કરે તો શું થવાનું ? આપણે વિદેશી પ્રોડક્ટ્સનાં બદલે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું તો દેશની આર્થિક સ્થિતિ મજબૂત થશે. પણ જો ભારત પોતાની આયાત બંધ કરી દે, તો બીજાં દેશો પણ ભારતમાંથી આયાત કરવાનું બંધ કરી દેશે !