એક સમય હતો, જ્યારે હિમા દાસ પાસે ટ્રેક પર દોડવા માટે, પગમાં પહેરવાના સારી બ્રાન્ડના શૂઝ નહોતા.
ત્યારે તેણે પેનથી શૂઝ પર ADIDAS લખેલું. જ્યારે, 2018માં યોજાયેલી અંડર-20 ચેમ્પિયનશિપમાં
ગોલ્ડ મેડલ જીત્યા બાદ, ADIDAS કંપનીએ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલી.
હિમા નો જ્ન્મ આસામના ખેડૂત પરિવારમાં થયો હતો. 5 ભાઈ-બહેનોમાં હિમા સૌથી નાની છે. તેની શરૂઆતની તાલીમ, ખેતરોમાં થયેલી. હિમાનું સપનુ ફૂટબોલર બનવાનું હતું અને શરૂઆતમાં સ્થાનીય ક્લબો માટે પણ રમતી હતી. એ 2016નું વર્ષ હતું, જ્યારે તેના શિક્ષકે તેને ટ્રેક સ્પોર્ટ્સમાં નસીબ આજમાવવાની સલાહ આપી.
જેને અનુસરતા હિમાએ દોડ પસંદ કરી. શરૂઆતનો સમય, હિમા માટે પડકારરૂપ હતો. પગમાં રેસિંગ માટે જોઇયે તેવા સ્પાઇક વાળા બુટ પણ નહીં, અને અન્ય જરૂર વસ્તુઓ પણ નહી. રેસિંગ ટ્રેકના બદલે ફૂટબોલ ના મેદાનમાં પ્રેક્ટિસ શરૂ કરેલી. ઉપરાંત, કોઇ પ્રોફેશનલ તાલીમ સુવિધા પણ નહીં.
સમય જતાં, લોકલ સ્પર્ધામાં હિમાએ ભાગ લીધા, અને બ્રોન્ઝ પણ જીત્યો. જિલ્લા-સ્તરીય સ્પર્ધામાં પણ ભાગ લીધો અને ગોલ્ડ મેળવ્યો.
2017માં એશિયા એન્ડ વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપ અંડર-18માં ભાગ લીધેલો ત્યારે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની નજરમાં આવી.
ફેડરેશને તેને નેશનલ કેમ્પ માટે પસંદ કરી. જે આંતરરાષ્ટ્રીય સ્તરની 400મીટર રેસ માટે તૈયારીઓ કરી રહ્યું હતું. જ્યાં હિમાને યોગ્ય સુવિધાઓ અને તાલીમ મળી.
એપ્રિલ 2018માં હિમાએ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં 400મીટરની રેસમાં હિમા ફાઇનલ સુધી પણ પહોચી. જેમાં તે છઠ્ઠા સ્થાને આવી. ત્યાર બાદ, જુલાઇ 2018માં ફિનલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં હિમાએ ઇતિહાસ રચી દીધો. 400મીટરની રેસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનાર તે પ્રથમ ભારતીય બની. ત્યાર પછી, એશિયાકપ અને અન્ય સ્પર્ધાઓમાં નિખરતી રહી.
હિમાની કારકિર્દીમાં 2019ની તો વાત જ કઈક અલગ છે. 2019ની શરૂઆત હિમા માટે સારી ના રહી. વર્ષના શરૂઆતમાં જ પીઠની ઇજાનો સામનો કર્યો. અડધું વર્ષ રેસ્ટ મોડમાં વિતવ્યા બાદ, જુલાઇ 2019માં હિમાએ પોલન્ડમાં પોઝનન એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સમાં
ગોલ્ડ મેડલ જીત્યો. 5 દિવસ બાદ પોલેન્ડમાં જ એક બીજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. જેના થોડા જ દિવસોમાં અન્ય સ્પર્ધાઓમાં
બીજા 3 ગોલ્ડ મેડલ પણ પોતાના નામે કર્યા.
2018માં આસામ સરકારે આસામની રમત વિભાગની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. હમણાં જ આસામ પોલીસે રાજ્યની ડી.એસ.પી. તરીકે નિમણૂક કરી. 2018માં, રાષ્ટ્રપતિ દ્વારા અર્જુન એવોર્ડનું સન્માન પણ મળ્યું.
આજે 21 વર્ષીય હિમાની ટોક્યો ઓલમ્પિક માટે તૈયારીઓ ચાલુ છે. ડાંગરના ખેતરોની કોતરમાંથી નીકળેલી, ઢીંગ એક્સપ્રેસની હજુય તો ગણી સફર બાકી છે.
જો તમારો જન્મ ગરીબ પરિવારમાં થયો,
એ તમારો વાંક નથી.
પણ, જો તમારું ગરીબીમાં જ મૃત્યુ થાય તો,
વાંક તમારો જ છે.