કેરોલી ટાકસ , હંગેરિયન આર્મીનો જવાન પિસ્તોલનો એટલો પાવરધા કે… તેનો એકેય નિશાનો ખાલી ના જાય.
૧૯૩૮ સુધીમાં તો હંગેરીના રેપિડ ફાયર પિસ્તોલની રમતના બધા જ રેકોર્ડ પોતાના નામે કરી દીધા હતા.
લોકોએ તો ધારી લીધું હતું કે આગામી ‘40ની ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ હંગેરીનો જ છે. એવામાં બન્યું એવું કે… આર્મી કેમ્પમાં ટ્રેનિંગ દરમિયાન કેરોલીના મુખ્ય હાથમાં જ ગ્રેનેડનો વિસ્ફોટ થયો. કેરોલીએ પોતાનો મુખ્ય હાથ ગુમાવ્યો.
લગભગ એક મહિનો હોસ્પિટલમાં પસાર થયો. ‘40ની ઓલમ્પિકની રમતમાં ગોલ્ડની આશા રાખનારા હંગેરીના લોકો હતાશ થઈ ગયા, પણ કેરોલી નહીં !
કેરોલીએ વિચાર્યું કે, જમણો હાથ ગુમાવ્યો તો શું થયું, બીજો ડાબો હાથ તો છે જ ને ! કેરોલીએ ’40ના ઓલમ્પિક માટે સખત મહેનત શરૂ કરી દીધી.
૧૯૩૯માં હંગેરીની નેશનલ રમત યોજાઇ. ત્યાં કેરોલી પહોચી ગયો.
ત્યાના ખેલાડીઓ કેરોલીને જોઈને ઉત્સાહી થઈ ગયા. કેરોલી ને કહ્યું કે … આવી હાલતમાં પણ તમે અમને પ્રોત્સાહન આપવા માટે આવ્યા તે માટે અમે આભારી છીએ.
કેરોલીએ હસીને ખેલાડીઓને કહ્યું કે… હું પ્રોત્સાહન આપવા નહી, સ્પર્ધા કરવા આવ્યો છુ. પછી તો શું, આ વર્ષે પણ નેશનલ ચેમ્પિયનશિપ કેરોલી જીત્યો.
જો કે, બીજા વિશ્વયુદ્ધના કારણે, ૧૯૪૦ અને ૧૯૪૪ની ઓલમ્પિક રદ થઈ.
ત્યારબાદની, ૧૯૪૮માં તો કેરોલીની ઉંમર ૩૮ વર્ષ થઈ ગયી હતી.
કેરોલીએ 38 વર્ષની ઉંમરે પહેલીવાર ઓલમ્પિકમાં ભાગ લીધો.
ફાઇનલ રાઉન્ડ આર્જેંટીનાના કાર્લોસ એનરીક સાથે થવાનો હતો. મોટાભાગના લોકોને કાર્લોસ જ જીતશે તેવું લાગ્યું.
ત્યારે કાર્લોસે કેરોલીને કહ્યું કે તું અહી લંડન શું કામ આવ્યો છે ? ત્યારે કેરોલીએ કહ્યું કે… શીખવા આવ્યો છુ.
૧૯૪૮ના આ ૨૫-મીટર-રેપિડ ફાયર પિસ્તોલની સ્પર્ધાનો ગોલ્ડ મેડલ કેરોલીના નામે થયો. તે પણ રેકોર્ડ સાથે.
૧૯૫૨ની ઓલમ્પિક, કેરોલીની ઉંમર ૪૦ને પાર.
કારકિર્દીની બીજી ઓલમ્પિકને પણ કેરોલીએ પોતાના નામે કરી, ગોલ્ડ મેડલ જીત્યો.
૧૯૫૨સુધીની ઓલમ્પિકમાં બે સળંગ ગોલ્ડ મેડલ જીતનારો તે પ્રથમ ખેલાડી બન્યો.
આ કેરોલીની કારકિર્દીની છેલ્લી ઓલમ્પિક ગેમ હતી. જેમાં કેરોલી આઠમાં સ્થાને રહ્યો. કેરોલીએ જ્યારે ગેમમાંથી નિવૃતી લીધી ત્યા સુધીમાં તો 35 વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી લીધેલી.
નસીબદોષનું બહાનું તો કેરોલી પાસે પણ હતું. જોકે, તેણે નસીબને દોષ આપ્યા વગર પોતાના ડાબા હાથે કારકિર્દી ચાલુ રાખી. જિંદગીની જંગ જીતી લીધી.