ભારતના પહેલા મહિલા કોમર્સિયલ પાયલોટ – કૅપ્ટન પ્રેમ માથુર

તે સમયે જયારે પુરુષો અને મહિલાઓ વચ્ચેનો તફાવત દરેક ક્ષેત્રે તીવ્ર હતો. દરેક ક્ષેત્રોમાં મહિલાઓને અવગણવામાં આવતી. ત્યારે પ્રેમ માથુરે આ રૂઢિગત ‘ઘરેલુના સંપ્રદાય’ને પડકારવાની હિંમત કરી અને પ્રથમ ભારતીય મહિલા કોમર્સિયલ પાયલટ બન્યા.

પ્રારંભિક જીવન

પ્રેમ માથુરનો જન્મ 17 જાન્યુઆરી 1910માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. તેઓ જયારે છ મહિનાના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયેલું. તેમના પિતાની અલ્હાબાદમાં નોકરીની બદલી થતા , બાળપણમાં જ તેમનો પરિવાર અલ્હાબાદમાં આવ્યો, અને ત્યાં જ તેમનું બાળપણ વિતાવ્યું. તેઓ પાંચ ભાઈઓ-બહેનોમાં સૌથી નાના હતા.

સૌ પ્રથમ વખત ઉડવાનું સપનું જોયું !

તેમનો મોટો ભાઈ ફલાઇંગ ઇન્સ્ટ્રકટર હતો, અને નાનોભાઈને વેપાર કારોબાર હતો. બીજા વિશ્વયુદ્ધ પછી, નાના ભાઈએ યુદ્ધમાં વપરાયેલા કેટલાક જૂના વિમાન ખરીદ્યા. તેણે એક વિમાન લંકા ફ્લાઈંગ ક્લબને વેચી દીધું. આ ફ્લાઇટને કોલંબો પહોંચાડવા માટે દિલ્હી ફ્લાઇંગ ક્લબના કેપ્ટન અટલને જવાબદારી આપી. કૅપ્ટન અટલે જ પ્રેમ માથુરને પાઇલટ બનવા માટે પ્રેરિત કરેલા.

એક દિવસ, કેપ્ટન અટલ તેમને ડરાવવા માટે વિમાનની સવારી કરાવવા લઇ ગયો. ડરવાનું તો દૂર, માથુરને તો આ સવારીની મજા આવી. અટલને ફરીથી સવારીએ જવા કહ્યું. આગલી સવારીમાં, કેપ્ટન અટલએ પ્રેમ માથુરને વિમાનનું નિયંત્રણ પણ આપ્યું અને વિમાનને ઉડવા માટે જરૂરી તમામ સૂચનાઓ આપી. જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેણે જોયું કે એક કાગળ પર તેણે લખ્યું હતું…

તું એક બહાદુર મહિલા છે. તું પાઇલટ બની શકે તેમ છે. તો પ્રયાસ કેમ નથી કરતી ?

કૅપ્ટન અટલે પ્રેમ માથુર માટે કાગળ પર લખ્યું.

આ તે જ ક્ષણ હતી, જયારે કેપ્ટન માથુરે પાઇલટ બનીને આકાશ જીતવાનું સપનું જોયું.

તેની કારકિર્દીની શરૂઆત !

લખનઉ ફ્લાઇંગ ક્લબની અલ્હાબાદમાં નવી શાખા શરુ કરવામાં આવી. કેપ્ટન અટલને ઇન્સ્ટ્રક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રેમ માથુર આ શાખામાં પહેલા વિદ્યાર્થી હતા. પ્રેમ માથુર દરરોજ સાઇકલ ચલાવી ક્લબ સુધી ટ્રેનિંગ માટે જતા હતા. 

1949 માં, ક્લબને કલકત્તામાં યોજાનારી નેશનલ એર રેસ માટે આમંત્રણ અપાયું. તેમના પ્રતિસ્પર્ધીઓ અનુભવી પુરુષો હતા. તેમ છતાં, તેમન સમર્પણના કારણે અરજી સ્વીકારતા રેસમાં મોકલ્યા. જો કે, વિમાન એક નાનું હતું, જેની ક્ષમતા આશરે 3500 માઇલના અંતરને કાપવા માટે માત્ર 10-11 ગેલન પેટ્રોલની હતી. રેસમાં તેમને બેરેકકપુરથી જમશેદપુર, જમશેદપુરથી આસનસોલ અને છેવટે આસનસોલથી કલકત્તા જવાનું હતું. ત્યારે તેમણે તેમના પિતાની કહેલી વાત યાદ રાખેલી. વ્યક્તિ ફક્ત એક જ વાર મૃત્યુ પામે છે.

તે દિવસોમાં, ત્યાં કોઈ રેડિયો નહોતા અને કોઈને કોઈ લક્ષ્ય સુધી પહોંચવા માટે નકશાનો ઉપયોગ કરવો પડતો. નકશાની મદદથી, જ્યારે તેઓ પટના પહોંચ્યા ત્યારે ઘણું અંધારું થઈ ગયું હતું અને તેમને રાત્રી ઉડાનનો અનુભવ ન હતો. તેઓ સહેજ પણ ભય વગર વિમાનમાં બેસી રહ્યા. બીજા દિવસે સવારે કલકત્તા પહોંચ્યા, ત્યાં તેમને આશ્ચર્ય થયું. રેસ શરુ થયાના બે દિવસ બાદ, પહેલું વિમાન કોલકત્તા પહોંચ્યું. કેપ્ટન પ્રેમ માથુરે, તેમના પુરુષ પ્રતિસ્પર્ધીઓને હરાવી દીધા હતા. માત્ર સો કલાકની ઉડાનનો અનુભવ ધરાવતી મહિલાએ કુશળ પુરુષોને હરાવ્યા. રાતોરાત તમામ અખબારોની હેડલાઇન્સમાં છવાયા. તેમને વિજયલક્ષ્મી પંડિત, જનરલ કારિઅપ્પા, પંડિત ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે લોકો દ્વારા અભિનંદન મળ્યા.

કેપ્ટન પ્રેમ માથુર: ભારતની પ્રથમ વુમન કમર્શિયલ પાઇલટ

1947માં તેમણે કોમર્સિયલ પાઇલટના લાઇસન્સ પરીક્ષણની તૈયારી માટે દિલ્હીની યાત્રા કરી. ત્યારે મોટા ભાઇનું આકસ્મિક મૃત્યુ થયું. તેમણે તેમના પિતાના પ્રોત્સાહનની વાતોને યાદ કરતા, હિમ્મત રાખી આ પરીક્ષા આપી અને પાસ પણ કરી. આ તો તેમના સંઘર્ષની શરૂઆત જ હતી. તેમને ફ્લાઇટ ક્લબ્સ પ્રશિક્ષકની નોકરી આપવા તૈયાર હતા. પણ કોઈ પાઇલટ તરીકે એક મહિલાને રાખવા તૈયાર નહોતું. અલગ અલગ આઠ એરલાઇન્સ કંપનીઓ દ્વારા તેમની નોકરીની અરજી ફગાવાઈ. કંપનીઓએ કારણ એવું આપ્યું કે… કોઈ પેસેન્જર મહિલા પાઇલટ જોઈ ફલાઈટમાં બેસસે નહી, અને ગભરાશે. ઇમરજન્સી સંજોગોને સાંભળવા માટે મહિલાઓ પુરુષો જેટલી સક્ષમ નથી. થોડા સમય માટે તો તેમણે તો નોકરી મેળવવાની આશા જ છોડી દીધી હતી.

છેવટે, ડેક્કન એરવેઝે તેમને છ મહિના માટે પગાર વિના હૈદરાબાદમાં સહ-પાયલોટ તરીકે નોકરી આપી . ડેક્કન એરવેઝ માટેના તેના ઇન્ટરવ્યુમાં , તેણીને ઘણા તકનીકી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

એવું પણ પૂછવામાં આવેલું કે…

તેઓ રાત્રી ફલાઇટ દરમિયાન તમારે અન્ય પાઈલટો(પુરુષો) સાથે નાની જગ્યામાં સૂવું પડે તેવી સ્થિતિ પણ ઉભી થશે. તો તમે શું કરશો ?

તેઓએ જવાબ આપતા કહેલું કે, મને નોકરીએ રાખીને તમે ક્યારેય પસ્તાશો નહીં.

ડેક્કન એરવેઝમાં ફરજ બજાવતા તેમણે ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી અને લેડી માઉન્ટબેટન જેવા વ્યક્તિઓ સાથે પણ ઉડાન ભરી હતી. જોકે, તેમને હજુય પોતાની નોકરીથી સંતોષ નહોતો. કારણ કે, તેઓને તેમની કાબિલિયત મુજબ પાઇલટની નહિ, પણ કો-પાઇલટ તરીકે નોકરી કરવી પડતી હતી. તેમની પાસે બે વિકલ્પ હતા. અથવા તો તે કો-પાઇલટની નોકરી જ ચાલુ રાખે, અથવા પોતાની કાબિલિયત મુજબ નોકરી મેળવવા પ્રયાસ કરે.

પોતાના કાબિલિયત મુજબની નોકરી ન હોવાથી, તેમણે ડેક્કન એરવેઝમાંથી રાજીનામું આપ્યું અને ઘનશ્યામદાસ બિરલાના ખાનગી જેટ વિમાનના પાઇલટ બન્યા. 1953 માં, તેઓ ઇન્ડિયન એરલાઇન્સમાં પાઇલટ તરીકે જોડાયા. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મહિલાને પાઇલટ તરીકે રાખનાર ભારત પહેલો દેશ બન્યો.

#RealPapaKiPari

કારકિર્દીની શરૂઆતમાં જ તેમને તેમના પિતા તરફથી સપોર્ટ મળેલો. તેમના પિતાએ, તેમને સપના સાકાર કરવા માટે પ્રોત્સાહીત કરતાં કહેલું કે… માણસ જીવનમાં એક જ વખત મૃત્યુ પામે છે.

તેમના પિતાની આ વાત તેમણે હંમેશા યાદ રાખેલી. તેઓ જ્યારે કોમર્સિયલ પાઇલટના લાઇસન્સ માટે પરીક્ષા આપવા જઇ રહ્યા હતા ત્યારે તેમના ભાઈનું આકસ્મિક અવસાન થયેલું. એક જ જીવન છે, તેવી પિતાની વાત યાદ રાખતા તેમણે આ પરીક્ષા પાસ કરીને કોમર્સિયલ લાઇસન્સ મેળવ્યું.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments