સ્ટીવ બાલ્મરે (માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ)એ એકવાર એપ્પલની મજાક ઉડાડતા કહ્યું કે,
“એવી કોઈ શક્યતા નથી, કે આઇફોનને મોબાઈલ માર્કેટમાં જરાક પણ હિસ્સો મળશે. આ તો 500 ડોલર, સબસીડીવાળી વસ્તુ છે.”
તે સમયે, નોકિયા એ સૌથી સફળ મોબાઇલ ફોન ઉત્પાદક કંપની હતી. પરંતુ એપ્પલ આ બદલવા માટે તૈયાર હતું…
એપ્પલ કંપની ઘણાં વર્ષોથી મોબાઈલ ઇન્ડસ્ટ્રીથી દૂર હતી. તેમ છતાંય દૂર રહીને ઇન્ડસ્ટ્રી અને માર્કેટનું અવલોકન કરતી હતી. એપ્પલને સમજાયું કે, એક મોબાઈલ પહેલા મોબાઈલ હોવો જોઈએ અને પછી કોમ્પ્યુટર. એપ્પલએ આનાથી વિપરીત વિચાર્યું. તેણે એવો ફોન બનાવવાનું નક્કી કર્યો કે જે કોમ્પ્યુટર પહેલા, ને ફોન પછી હોય.
29 જૂન, 2007 ના રોજ, Appleપલે આઇફોન રજૂ કર્યો .
એપ્પલ દ્વારા દુનિયા સમક્ષ એવો સ્માર્ટફોન મુકાયો કે, ત્યારે બીજું કોઈ તેની સાથે તુલના પણ ના કરી શક્યું. નોકિયા પણ નહીં. સરળ યુઝર ઇન્ટરફેસ વાળો, અને ડિઝાઇનમાં સહેજ પણ ભૂલના હોય એવો. તે સમયે એપસ્ટોરનું નામ પણ ન હતું. તેમછતાં એપ્પલની બિલ્ટ-ઈન એપ્પ્સ જોઈ સૌ કોઈ નવાઈમાં મુકાઈ ગયા હતા.
બસ, ત્યારથી એપ્પલે પછી ક્યારેય પાછું જોયું નહીં. એક પછી એક ફોન બહાર પાડયા ને વેચ્યા. નોકિયા, બ્લેકબેરી, માઈક્રોસોફ્ટ બધી કે કંપનીઓ હારી ગયી.
આજ એપ્પલની શરૂઆતથી લઇને આજ સુધીની કહાની છે. મેક, આઈફોન, આઇપોડ વગેરે બનાવી ત્યારે બજારમાં પહેલેથી જ આ વસ્તુઓ ઉપલબ્ધ હતી. તેમની પાસે કોઈ નવો આઈડિયા નહોતો. પણ, જે હોય તેમાં જ ઇનોવેશન કરવાનું.
પરંતુ, એપ્પલે ક્યારેય નકલ નથી કરી. પહેલેથી તેની એક જ સ્ટાઇલ છે, જે તે પ્રોડક્ટના મૂળભૂત વિચારને પડકારીને, ઇનોવેશન કરીને એક સુપર પ્રોડક્ટ બજારમાં મુકવાની. ઇનોવેશન માટે વિચારે એટલે શરૂઆત હંમેશા એક જ સવાલથી કરવાની કે “જો આમ નહીં પણ આમ હોય તો…?” !
એપ્પલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સનો એક પ્રિય સુવિચાર હતો…
“સારા કલાકારો નકલ કરે છે, જયારે મહાન કલાકારો ચોરી કરે છે.” – પાબ્લો પિકાસો !
આ પરથી શીખવા જેવું !
બાલ્મરે જયારે એપ્પલના આઈફોનને સબસીડીવાળી કહી, ત્યારે એપ્પલ કંપનીએ તે વાત પર જરાય પણ ધ્યાન આપ્યા વગર પોતાની પ્રોડક્ટ્સ પર વધારે ધ્યાન આપ્યું.
તમે પણ કંઈક નવું કરતા હશો, તો આવા બાલ્મર જરૂરથી આવશે. તમારે સ્ટીવ જોબ્સ બનીને પોતાના પર પૂરો વિશ્વાસ રાખીને મંડ્યા રહેવુ.
ક્યારેક તમે જીતી જાઓ છો, તો ક્યારેક તમે શીખો છો.