ગુજરાતી ભાષા અત્યંત લાગણીસભર , ભાવસભર અને (આવા ૩-૪ વિશેષણો)સભર ભાષા છે , ઘણા બધા શબ્દો એવા છે કે જે તમને ગુજરાતી ( To Be Precise – દેશી ગુજરાતી ) ભાષા માં જ સાંભળવામાં કે સંભળાવવામાં આનંદ આવે , જેમ કે
“લાગી ગ્યા” શબ્દ માં જે દર્દ છે એ “ભાઈ પ્રોબ્લેમ થઈ ગયો” માં નથી !
“ભક્ક” શબ્દ માં જે ધુત્કાર છે એ “Fuck Off” માં નથી !
“ઓકે છે “ શબ્દ માં જે ચીતરી ચડે છે એ “વોમિટીંગ કરે છે” માં નથી ચડતી !
ભલે , ભાવનાઓ દેશી ભાષામાં જ વધારે હોય, પણ આ ઝાલિમ દુનિયા અને સભ્ય સમાજ આ દેશી ભાષાને સ્વીકારી શક્યો નથી એટલે આપણે પેલી Sophisticated ભાષા જ વાપરવી પડે છે.
પણ અફસોસ …! “શેડા” શબ્દ નું Sophisticated Version પણ “લેંટ” છે. જે વધુ ચીતરી ચડાવનારુ છે..
શેડા – જેને શુધ્ધ ગુજરાતી માં “નાકછીંટ” અને સાદી ગુજરાતી માં “લેંટ” કહેવાય છે એ બીજુ કંઈ નથી પણ નાક માં થી પડતી લાળ છે.
જેમ ભજીયા બનાવવા માટે નુ ખીરું એ ઘન અને પ્રવાહી નુ એક મિશ્રણ હોય છે એમજ , શેડા પણ ઘન અને પ્રવાહી નુ મિશ્રણ છે જે નાકવાટે બહાર જવાનો રસ્તો શોધે છે !
મોટે ભાગે આ શેડા ને આવતાવેંત જ “સૂડૂપ” દઈને એકીઝાટકે બરખાસ્ત કરી દેવાનો રિવાજ છે પણ કેટલીક પરિસ્થિતિઓ જેમાં રૂમાલ ના હોય, રસ્તા પર ચાલતા ન હોઈએ , કે કોઈ ચાલુ ક્લાસ કે મિટીંગ માં બેઠા હોઈએ ત્યારે આ જ શેડા ને “સઈડ” દઈને નાક માં આયા એ જ રસ્તે પાછા રવાના કરી દેવાય છે . પરિણામે ન્યુટનભઇ ના ત્રીજા નિયમ પ્રમાણે , જેટલા આઘાતથી તમે એ શેડા ને નાક માં ઉપર ચડાવો છો. થોડીવાર રહીને એ જ શેડો એટલા જ પ્રત્યાઘાતથી છીંક ના બહાને બહાર આવી ને વેરવિખેર થઈ જાય છે !
શેડા નુ મૂળ કારણ શરદી છે ! શરદી વગરના શેડાને ગુજરાતી ભાષામાં “ગુંગા” કહેવાય છે જે મોટેભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે. નવરાશ ના સમય માં નાકવાટે બહાર આવેલા શેડાને પહેલી આંગળી ના ટેરવે મૂકી , અંગૂઠા અને આંગળી વચ્ચે ગોઠવી થોડા સમય સુધી ગોળગોળ ફેરવવાથી ઘન-પ્રવાહી મિશ્ર શેડાનું પ્યોર ઘન એવા ગુંગા માં રૂપાંતરણ થાય છે. જે આકારે ગોળ , સ્વભાવે ચીકણા , ખેંચી શકાય એવા , આમ નરમ અને સ્વાદે ખારા હોય છે. ( અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા એ આ સમસ્ત સંશોધનો જાતે નથી કર્યા ) ગુંગા એ ચ્યુંગમ નો ઓપ્શન છે , સ્વાદ સિવાય ના બધા ગુણધર્મો લગભગ મળતા આવે છે તો જ્યારે ચ્યુંગમ ના હોય ત્યારે તમે ગુંગા પણ …. હેં ને? તમે વિચાર્યુ એ નહી , જેમ બોરિંગ લેક્ચર માં ચ્યુંગમ ખાઈને બેન્ચ ની નીચે એને ઉંધે માથે લટકાવી દો છો એમજ ગુંગા પણ ..
ભારત માં , ચાર રસ્તે ફરતા જે બાળસેલ્સમેનો હોય છે એ લોકો માં શેડા મારફતે પરપોટા ફૂલાવવાનો એક સ્પેશિયલ ટેલેન્ટ જોવા મળે છે . પણ ખૈર , આ ભૂલકાઓ જ્યારે આ ટેલેન્ટ નુ પ્રદર્શન કરતા હોય છે ત્યારે જ એમની પોતપોતાની મમ્મીઓ એક લાફો ચોડી દઇને નાક સાફ કરાઈ દે છે !
ખબર નઈ કેમ , પણ જ્યારે જ્યારે હું આ છોકરાઓ ની મમ્મીઓને પોતપોતાના છોકરાઓના શેડા સાફ કરતા જોઉ છુ ત્યારે ત્યારે મને શોલે વાળા પેલા રામલાલ પર દયા આવી જાય છે !
શોલે ના એક ડાયલોગ માં બચ્ચન અને ધર્મેન્દ્ર વાત કરતા હોય છે કે “ઠાકુર કો નહેલાતા – ધુલાતા કૌન હોગા?” જેનો જવાબ છે “રામલાલ” !
ચલો દિવસ માં એકાદ વાર તો ગમે એમ કરીને સહન કરી લે બિચારો રામલાલ. પણ વિચારો , જે તે દિવસે ઠાકુર ને ઝાડા કે શરદી થઈ જાય . તો ઠાકુર કરતા એ મટાડવાની વધારે ઉતાવળ રામલાલ ને હોય !!! અને પાછુ એ ટાઈમે તો રામગઢમાં ટોઈલેટ પેપર બી નતા આયા…
છેલ્લે છેલ્લે , જીંદગી માં એવો એક મિત્ર તો બનાવવો જ જોઈએ જે દુખ ના સમય માં આંસુ અને શરદી ના સમય માં શેડા લૂછી આપે !
દર્શવાણી: શેડા માંથી ગુંગો કાઢી નાખો એટલે લેંટ વધે!
Hilarious
અઘરું boss મજા આવી ગઈ !
@Dashla, તારું આ દુ:સાહસ
માણસ જુઓને કેટલો ભયભીત જણાય છે !
એના જ વિશે એ જ અનિશ્ચિત જણાય છે.
અંદરની અંધાધૂંધી ક્યાંથી ખબર પડે ?
બાકી બહારથી તો વ્યવસ્થિત જણાય છે.
આ કાન પણ થાકયા હવે પડઘાને સાંભળી,
સાચુકલા અવાજથી વંચિત જણાય છે.
માટીપગો માણસ સ્વયં દરવાજો ખોલશે,
એ વાતથી કિલ્લો ઘણો લજ્જિત જણાય છે.
ડૂબી ગયા પછી જ ગહનતા મળી શકે,
સંકેત કેટલો અહીં ગર્ભિત જણાય છે !
દિપ સોલંકી