ભારત એ નવરાઓ નો દેશ છે , એટલા બધા નવરા લોકો કે આપણા લોકો “એડવર્ટાઈઝમેન્ટસ” પણ ધ્યાન થી જોવે છે ! ભારત માં TV પર બે પ્રકાર ની જાહેરાતો આવે છે. એક જે દિવસના ૬ થી રાત ના ૧૨ સુધી આવે છે જેના પર લગભગ ૧૦% જેટલો વિશ્વાસ બેસી શકે છે , અને બીજી જે રાત ના ૧૨ થી ૬ સુધી આવે છે જેના પર કોઈ ગાંડો માણસ પણ વિશ્વાસ ના કરે !
પહેલા પ્રકાર ની એડવર્ટાઈઝમેન્ટ્સ તમને અહેસાસ પણ ના હોય એવા એવા પ્રોબ્લેમ્સ તમને બતાવીને એના સોલ્યુશન્સ વેચે છે , હું મારી જીંદગી ને એકદમ મસ્ત રીતે એન્જોય કરતો કરતો પ્યાર કા પંચનામા જોતો તો , ને વચ્ચે એડ આવી : ક્યા કહીં આપકી સાંવલી ત્વચા કી વજહ સે લડકીયાં આપસે દૂર ભાગતી હૈ ? સાલુ હું મનોમંથન કરવા બેસી ગયો , કે આમને કેમની ખબર પડી ગઈ ! અઢી કલાક ના પિક્ચર નો નશો આ અઢી મિનિટ ની એડવર્ટાઈઝમેન્ટે ઉતારી દીધો ( અને હા , ત્રણ દિવસ પછી મેં ફેઅરનેસ ક્રીમ લગાડીને એ પિક્ચર જોતો હતો )
બીજા પ્રકારની એડવર્ટાઈઝમેન્ટસ જે આપણને ખુશી થાય કે હાશ ! આવા દિવસો તો નથી જ આવ્યા . રાત્રે આવતી જાહેરાતો માં વધતી ફાંદ , ખરતા વાળ અને ચહેરા પર ઓછી થતી બ્રાઈટનેસ સિવાય કંઈ નથી આવતુ. જો ચમત્કાર ને વિડિયો ના સ્વરૂપ માં દર્શાવવામાં આવે તો એ રાત્રે આવતી જાહેરાતો જેવુ દેખાય. મતલબ , સાડા ૪૦૦ કિલો નો એક અતિસુસ્ત પુરુષ કોઈ પાવડર “ખાઈ” ને ૬૦ કીલો નો થઈ જાય છે અને એ પણ ફક્ત અને ફક્ત ૩૦ દિવસ માં !! એટલે પ્રતિદિન ૧૩ કિલો વજન નો ધરખમ ઘટાડો !!
હમણાં થોડા સમય થી Lava ફોન વાળા ની એક એડવર્ટાઈઝમેન્ટ આવે છે , કે છોકરો છોકરીને એના ઘરે ચોરીછુપી થી મળવા ગયો હોય છે અને એટલા માં છોકરીના પપ્પા આવે છે અને છોકરો એના ફોનની રીંગ વાગે એમાં પકડાઈ જાય છે , અને છોકરી ના પપ્પા એનો “Lava” નો ફોન જોઈને ગાંડા ગાંડા થઈ જાય છે ! વિચારો , એક બંગલા માં માણસ રહે છે , જે ઘરમાં પણ સુટ પહેરીને ફરે છે , જેની છોકરી એના બોયફ્રેન્ડ જોડે “ઈંગ્લીશ” માં વાત કરે છે , એ માણસ ૫૪૯૯ રૂપિયાનો LAVA નો ફોન જોઈને ગદગદ થઈ જાય છે !!! ચલો પપ્પા નુ તો સમજ્યા , મારવાડી હોઈ શકે. પણ છોકરી ?? આધુનિક ભારત ની આધુનિક નારી એક ૫૪૯૯ રુપિયા નો ફોન લાવનાર ચિંદીચોર થી પટી જ કેમની શકે !!
આવી એક નહી , ઢગલો જાહેરાતો છે , પણ આજે ફેઅરનેસ ક્રીમ વાળા ની વાત કરીએ .
સૌથી પહેલાં તો એ સ્વીકારી લઈએ કે આ ફેઅરનેસ ક્રીમ વાળા ભારત ની જનતા ને “ભોળા” સમજી ને બેઠા છે ! આ ફેઅરનેસ ક્રીમ વાળા ના મતે તો જીંદગી માં તકલીફો ફક્ત અને ફક્ત છોકરીઓ ને છે , છોકરીઓ ને પણ જીંદગી માં જે તે મુશ્કેલી છે એ બધી એમની સાંવલી/બેજાન/રુખી/ખરબચડી/(આવા ૧૫-૨૦ વિશેષણો) ત્વચા ના કારણે જ છે , બાકી ઓછુ મગજ , ઓછુ ભણતર વગેરે તો ગૌણ બાબતો છે ! એમના મતે સ્ત્રીઓ ને જીવન ના દરેકે દરેક પડાવ માટે સંઘર્ષ કરવો પડે છે , પછી એ નોકરી હોય , લગ્ન હોય , ઘર હોય કે ગમે તે . અને આ સંઘર્ષ સોલ્વ કઈ રીતે કરશે? ફેઅર એન્ડ લવલી લગાવી ને ! સ્ત્રીઓ ને બિચારી બનાવવા પાછળ આ જાહેરાત વાળા નો જ હાથ છે ! અને મોટિવેશન પણ એવુ જબરૂ આપે ને ,
પરફ્યુમ : મહેકતી રહો
કપડા ધોવાનો સાબુ : બધા વખાણ કરે
ક્રીમ : સુંદર ત્વચા
સાબુ : ઓહ મમ્મી ! ( સંતુર સંતુર )
પુરુષો માટે ની જાહેરાત જોઈ છે? એમને એમ કે અમારી જીંદગીનો એક જ ઉદ્દેશ છે , છોકરી પટાવવાનો !
ફોગ : છોકરીઓ મલશે
વાઈલ્ડ સ્ટોન : છોકરીઓ સાથે સાથે એમની મમ્મીઓ પણ
ફેઅરનેસ ક્રીમ : છોકરીઓ મલશે
સાબુ : છોકરીઓ મળશે
અને ચલો , બધ્ધા ને ખબર છે કે યામી ગૌતમ પહેલેથી જ ધોળી છે બરાબર. આપણે જોઈ છે એને પિક્ચરો માં , આ શું એક જ ફોટા ની બ્રાઈટનેસ થોડી થોડી વધારીને એક ઉપર એક ગોઠવીને એક વીડિયો બનાઈ દેવાનો ! એડવર્ટાઈઝમેન્ટસ માં જો સૌથી આળસુ માં આળસુ હોય તો એ આ ફેઅર એન્ડ લવલી વાળા છે , સાલુ મહેનત જ નથી કરવી. એ જ સેઈમ કોન્સેપ્ટ , દસ ફોટા – ઉપરા ઉપરી ચડાવવાના – થોડી થોડી બ્રાઈટનેસ વધારી ને ! અને એક તો એ લોકો પોતે કન્ફ્યુઝ છે , હજુ માંડ એમની એક પ્રોડક્ટ ઘર માં વસાઈએ એમાં બીજા દિવસે નવી એડ કાઢે : અભી તક યે યુઝ કર રહે હો , અબ ઈસસે ભી બહેતર ફેઅર એન્ડ લવલી-ફલાણા ઢીંકણા એડિશન ! અલા ભઈ મેલ કે પૂળો..
દર્શવાણી : ખરાબ દિવસો એટલે , રાત્રે આવતી પેલી ચમત્કારિક શ્રી હનુમાન યંત્ર વાળી એડવર્ટાઈઝમેન્ટસ માં રસ પડવો .જે અદાલત વાળો રોનિત રોય વેચતો હોય છે
Jordar….!
Imperial blue vala ni ad ma lokoye bau mehnat kari 6 pan!!!