વૈજ્ઞાનિક તરીકેનું જીવન !
યુનિવર્સીટી ઓફ મદ્રાસ માંથી 1960માં સ્નાતક થયા પછી DRDO નાં ‘એરોનૉટિકલ ડેવલોપમેન્ટ એસ્ટાબલીશમેન્ટ’ વિભાગમાં જોડાયા. તેઓએ અહીં ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ માં વિક્રમભાઈ સારાભાઈના હાથ નીચે કામ પણ કરેલું. 1969માં તેમની બદલી ISRO(ઈસરો) માં કરવામાં આવી.
જ્યાં તેઓ ભારતના પેહલા ‘ઉપગ્રહ પ્રક્ષેપણ યાન'(Satellite Launch Vehicle) પ્રોજેક્ટ ડાયરેક્ટર રહ્યા, જેણે ભારતની ત્રીજી સેટેલાઇટ એવી ‘રોહીણી’ નું 1980માં સફળ પ્રક્ષેપણ કરેલું. તેમણે રોકેટ પ્રોજેક્ટ પર સ્વતંત્ર રીતે કામ કરવાની શરૂઆત DRDO માં 1965થી કરેલી. 1969માં તેમને સરકાર તરફથી તેમના આ પ્રોજેક્ટ માટે પરવાનો અને વધુ એન્જીનિયરો મળી ગયા.
1963-64માં તેઓ NASAની મુલાકાતે ગયેલાં. 1970-90માં તેમના બધાજ પ્રયાસો PSLV(પોલાર સેટેલાઇટ લોન્ચ વિહીકલ) અને SLV-III ને વિકસવાના રહ્યા. અને બંનેમાં તેઓ સફળ રહ્યા. 1970માં તેઓએ ‘પ્રોજેક્ટ ડેવિલ’ અને ‘પ્રોજેક્ટ વૅલીયન્ટ’ ના ડાયરેક્ટર રહ્યા.
1974માં રાજા રામાન્નાએ તેમને ભારતના પહેલા ન્યુક્લિયર પરીક્ષણ(પોખરણ 1) ના સાક્ષી તરીકે આમંત્રણ મોકલ્યું. તેઓએ ‘ચીફ સાયન્ટિફિક એડવાઈઝર ઓફ પ્રાઈમ મિનિસ્ટર’ અને DRDOના સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી. 1990માં તેમના હાથ નીચે અગ્નિ-2નું સફળ પરીક્ષણ થયું .
1998માં કાર્ડિયોલોજિસ્ટ ‘સોમા રાજુ’ ની સાથે મળી ને સૌથી ઓછા ભાવનું ‘કોરોનરી સ્ટેન્ટ'(હૃદય માટે ટ્યુબ) બનાવ્યું. જેને ‘કલામ-રાજુ સ્ટેન્ટ’ નામ આપ્યું. 2012માં આ બંને એ ટેબ્લેટ કોમ્પ્યુટર પણ વિકસાવ્યું જેનું નામ ‘કલામ-રાજુ ટેબ્લેટ’ રાખ્યું.
(નોંધ : આટલું પૂરતું નથી, કલામ સાહેબનો ફાળો વૈજ્ઞાનિક તરીકેનો બહુ જ મોટો છે. પણ આ પોસ્ટ સંક્ષિપ્તમાં રહે એટલા માટે મહત્વના મુદ્દા લખ્યા છે.)