રાષ્ટ્રપતિ તરીકેનું જીવન !
તેઓ રાષ્ટ્રપતિ તરીકે જાહેર થયા ત્યારે, તરત જ તેઓ એક સ્કુલમાં ભાષણ આપવા પહોંચી ગયા. તેમની સિક્યુરિટી પણ ખૂબ ઓછી હતી. તેમના ભાષણ વખતે ત્યાં વીજળી ગયેલી, આથી માઈક અને સ્પીકરો થાપ થઈ ગયા. આથી કલામ સાહેબે નક્કી કર્યું કે તો પણ તેઓ ભાષણ આપશે. તમે નહીં માનો પણ 400 વિદ્યાર્થીઓના હોલમાં તેમની વચ્ચે ચાલીને જઈને દમદાર અવાજમાં માઈક-સ્પીકર વગર ભાષણ આપેલું.
25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007 સુધી તેમણે ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી. તેમને લોકોના રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કોઈ જ રાજકીય પક્ષ તરફ થી નહોતા. તેઓએ રાષ્ટ્રપતિ અને શિક્ષક તરીકે ભારતની ચારેકોરની યુનિવર્સીટી અને શાળાઓમાં ફર્યા ભાષણો આપ્યા. એક સામાન્ય માણસથી લઈને કોઈ પણ વિદ્યાર્થી દેશનો કોઈ પણ વિદ્યાર્થી હશે,તેના દિલમાં કલામ સાહેબની રિસ્પેક્ટ સર્વોચ્ચ હશે. તેમણે રાષ્ટ્રપતિ તરીકે નાનામાં નાના માણસની વાતો પણ સાંભળેલી. વિદ્યાર્થીઓ ના સૌથી લોકપ્રિય નેતા,શિક્ષક તમે જે માનો એ ! જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ એ તેમની સાથે મિટિંગ કરવાની રિકવેસ્ટ કરેલી ત્યારે ત્યારે તેઓ એ માત્ર પોતાનો સમય જ નહીં, પણ તેમની સાથે બેઠીને ધ્યાનથી તેમના વિચારો પણ સાંભળતા.
તેઓ એ પોતાના નામનું ‘થેન્ક યુ કાર્ડ’ પણ રાખેલું. જ્યારે તેઓ કોઈને આભાર વ્યક્ત કરવા માંગતા ત્યારે તેમાં તેમની સહી કરીને આપતા. અને જેને આભાર વ્યક્ત કરવાનો હોય તેનું નામ પણ લખતાં.
તેઓ રાષ્ટ્રપતિ તરીકે જેટલું કમાયા તે બધું તેમણે PURA(પ્રોવાઈડીંગ અર્બન એમેનીટીઝ ટુ રૂરલ એરિયા) નામના ટ્રસ્ટને આપી દીધું.
(અત્યાર સુધીની આ પોસ્ટની માહિતી તમને બહુ સરળતાથી મળી રહેશે.પણ પોસ્ટની શરૂઆતતો હવે થશે, NEXT પેજથી)