અહિલ્યાબાઈના શાસનને વર્ણવતા… અંગ્રેજી લેખિકા એની બેસન્ટએ લખેલું, કે …
દૂર સુધી પહોળા રોડ બનાવડાવ્યા હતા. રોડની કિનારે છાંયડો મળે તે રીતે વૃક્ષો ઉગાડ્યા હતા. મુસાફરો રસ્તામાં વિશ્રામગૃહો હતા.
ગરીબ, બેઘર, અનાથ, બધાને તેમની જરૂરિયાત પ્રમાણે સહાય કરવામાં આવી. ભીલો, જેઓલાંબા સમયથી તમામ પ્રજાને ત્રાસ આપતા હતા, તેઓને પહાડી વિસ્તારથી યોગ્ય જગ્યાએ ખસેડી પ્રામાણિક ખેડુતો તરીકે સ્થાયી થવા માટે રાજી કરવામાં આવ્યા હતા. હિંદુ અને મુસલમાન પ્રખ્યાત રાણીને એક સાથે માન આપતા હતા અને તેમના લાંબા જીવન માટે પ્રાર્થના કરતા હતા.
અહિલ્યાબાઈ હોલકર ફક્ત શાસક જ નહીં, પરંતુ તેમના પવિત્ર વ્યક્તિવ અને કુશળ લીડરના કારણે સંત-શાસક તરીકે ઇતિહાસમાં તેમનું નામ લખાયું છે.
પ્રારંભિક જીવન.
તેમનો જન્મ 31 મે, 1725ના રોજ માંકોજી શિંદેના ઘરે થયો હતો. તેમના પિતા મહારાષ્ટ્રના અહમદનગરના ચોંડી ગામમાં જન્મેલા ગામના પાટીલ હતા. તેઓએ અહિલ્યાબાઈને યોગ્ય શિક્ષણ આપ્યું હતું. તે સમયે ભારતીય પ્રાંતોમાં સ્ત્રી-શિક્ષણનું અસ્તિત્વ દૂર દૂર સુધી દેખાતું નહોતું.
અહિલ્યાબાઈનું જીવન બહુજ સાધારણ રીતે જ વીતતું હતું, પરંતુ એકાએક ભાગ્યમાં પલટો આવ્યો .
એક વખત, પેશ્વા બાજીરાવના સેનાપતિ મલ્હારરાવ હોલકર અહિલ્યાબાઈના ગામમાં વિશ્રામ માટે રોકાયા હતા ત્યારે તેમણે,
અહિલ્યાબાઈની બુદ્ધિમાતા, વિનમ્રતાથી પ્રભાવિત થઈ તેમના દીકરા ખંડેરાવ હોલકર માટે તેમના પિતા પાસેથી હાથ માગ્યો.
આ રીતે, ગ્રામ્યજીવનથી અહિલ્યાબાઈ, માલવા પ્રાંતના શાસક મલ્હારરાવના રાજપરિવારનો એક ભાગ બન્યા.
જીવનમાં એક પછી એક, આપત્તિઓ !
અહિલ્યાબાઈના પતિ, ખંડેરાવ હોલકરનું 1754 માં કુમ્હરના ઘેરા દરમ્યાન અવસાન થયું હતું.
સતીપ્રથાને અનુસરતા તેઓએ સતી થવાનો વિચાર કરી દીધો હતો. ત્યારે તેમને મલહાર રાવએ રોક્યા હતા. સમય જતાં મલ્હારરાવે અહિલ્યાબાઈને શ્રેષ્ઠ વહીવટ, શાસન અને લશ્કરી બાબતોમાં તાલીમ આપી.તેના પતિના અવસાન પછી 12 વર્ષ પછી તેના સસરાનું પણ અવસાન થયું. તે પછી જ, તેમના પુત્ર માલેરાવ હોલકરને ઈન્દોરના શાસક તરીકે તાજ પહેરાવવામાં આવ્યો અને તે ઈન્દોરનો શાસક બન્યો.
એકવાર, તેમનો પુત્ર માલેરાવ હોલકર કોઈ ગુનામાં દોષી જાહેર થયો. દેવી અહિલ્યાબાઈ હોલકર માનતા હતા કે કાયદો દરેક માટે સમાન છે.
તેથી તેણે પુત્રને હાથીના પગથી કચડી નાખવાની સજા કરી. આખરે તે ઈન્દોરની શાસક બન્યા.
અહિલ્યાબાઇથી અહિલ્યાદેવી સુધી.
તેમના નેતૃત્વમાં, તેમણે માલવાની રાજધાની ઈન્દોરથી બદલીને મહેશ્વર કરી દીધી. જ્યાં નર્મદા નદીના કિનારે અહિલ્યા મહેલ બનાવ્યો. જે 18મી સદીના મરાઠી કલાશૈલીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. સૈન્યનું નેતૃત્વ કરતાં, અનેક વખત રાજ્યની સરહદો પર થયેલા ગોંડ અને ભીલોના આક્રમણોથી રાજ્યને સલામત રાખ્યું.
એક શાસક તરીકે, રાજ્યમાં કલાકરો, સંગીતકારો, સાહિત્યકારો, શિલ્પકારો, કવિઓ વગેરે માટે તેમના દરબારનો દ્વાર ખુલ્લો હતો. તેની રાજધાની વિશિષ્ટ કારીગરો, શિલ્પકારો અને કલાકારો માટે જાણીતી હતી જેમને તેમના કામ માટે સારી એવી કિંમત પણ મળતી હતી. તેઓએ શહેરમાં કાપડ ઉદ્યોગ પણ શરૂ કર્યો.
ઈન્દોરનો વિકાસ.
તેણીએ નાના ગામ અને પૂર્વ-રાજધાની ઇન્દોરને એક મોટા અને સમૃદ્ધ શહેરમાં વિકસાવ્યુ.
તેમના શાસનકાળ દરમિયાન, ગુનાના દરને મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવ્યો હતો. કારણ કે તેઓએ ગરીબ લોકોને વેપાર કે ખેતીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વેપારી-મુસાફરોના સંરક્ષણ માટે વનવગડામાં રહેતા આદિજાતિના લોકોને રાખીને રોજગારી આપી હતી.
અહિલ્યાબાઈ પોતાના લોકોની ફરિયાદોને સાંભળવા અને તેના નિવારણ માટે દરરોજ જાહેરસભાઓનું આયોજન કરતા હતા. જેમાં તેઓ હમેશા હજાર રહેતા.
તેઓ હંમેશા તેમના રાજ્યની પ્રજા અને રાજ્યના વિકાસમાં માનતા હતા. લોકોના વેરાના ભંડોળનો યોગ્ય ઉપયોગ કરીને રાજ્યમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું. તેમણે વિધવા મહિલાઓને તેમના પતિની સંપત્તિ જાળવવામાં મદદ કરી જેથી તેઓ સ્વતંત્ર અને સન્માન સાથે પોતાનું જીવન જીવી શકે.
સ્થાપ્યો-મંદિરોના બાંધકામમાં ફાળો !
તેઓએ માત્ર તેમના જ રાજ્યમાં જ નહીં, પણ તેમના રાજ્યની બહાર પણ સ્થાપ્યો-ઇમારતોના નિર્માણમાં ફાળો આપ્યો હતો.
ભારતીય સંસ્કૃતિકોષ દ્વારા નોંધાયેલ હોલકર રાણીએ કાશી, ગયા, સોમનાથ, અયોધ્યા, મથુરા, હરદ્વાર, કાંચી, અવંતિ, દ્વારકા, બદ્રીનારાયણ, રામેશ્વર અને જગન્નાથપુરી સહિત વિવિધ સ્થળોને શણગારેલી અને સજ્જ કરી હતી.
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.
ગયા, બિહારના વિષ્ણુપદ મંદિરનું પુનઃનિર્માણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.
વારાણસીમાં ગંગાના કાંઠે નજીકના મોટાભાગના ઘાટ તેમના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા.
તેમણે ઊભા કરેલા સ્થાપ્યો, ધર્મશાળાઓ, મંદિરો, ઘાટ અને ઇમારતોમાં તેમણે પ્રજાના વેરાનો નહીં, પણ પોતાના પરિવારના ભંડોળનો દાન તરીકે ઉપયોગ કરીને બનાવડાવ્યા હતા. તેમના આ ફંડની રકમનો અંદાજ લગાવીએ તો તે વખતેના 16 કરોડ રૂપિયા જેટલી થાય.
અવસાન.
13 ઓગષ્ટ ને 1795માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે 70 વર્ષના હતા. તેમના ઉત્તરાધિકારી તરીકે માલવાપ્રાંતની જવાબદારી તેમના સેનાપતિ તુકોજી રાવ હોલકરએ નિભાવી. તેમની બુદ્ધિ, હિંમત, નેતૃત્વ અને ન્યાયની ભાવના પ્રશંસાપાત્ર છે. કોઈ પણ માણસની જેમ તેઓ કરુણાપૂર્ણ, ધર્મનિષ્ઠ અને નમ્ર હતા. જેને કારણે તેમને એક સંત શાસક તરીકે માનવમાં આવ્યા.