જાણો RTI Act | માહિતી અધિકાર અધિનિયમ

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ એટલે કે  Right to information act 2005  ખૂબ જ મહત્વપૂર્ણ કાયદો પણ મોટા ભાગ ના લોકો તેનાથી અજાણ છે.

ભારતનું સંવિધાન દેશ ને  લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે  આથી નાગરિક સર્વોપરી હોય અને તેને સરકાર  નાણા ક્યાં કરી રીતે વાપરે છે ? જાહેર સંસ્થા કઈ રીતે કામ કરે છે તે જાણવાનો હક્ક હોવો જોઈએ એના માટે આ મહત્વપૂર્ણ કાયદો પસાર થયો.

આ અંતર્ગત કોઈપણ સ્વરૂપ ની માહિતી માંગી શકાય છે તે મેમો, ઈમેલ, રેકોર્ડ, દસ્તાવેજ, સીડી ગમે તે હોઈ શકે છે. અરજી છાપેલા ફોર્મ પર કે સદા કાગળ પર પણ લખી શકાય છે .

માહિતી મેળવવા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ ૬ (૧) ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજુ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂરી સહાય કરશે.

 

અરજી માં શું લખવું અને કઈ રીતે  ?

  • જાહેર માહિતી અધિકારી , તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખો.
  • અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું
  • તમારે મેળવવાની માહિતીની ટૂંક માં વિગત
  • જો તમે બી.પી.એલ. કુટુંબના સભ્ય હોવ તો તેની માહિતી
  • તમે માહિતી, માહિતી અધિકાર ના કાયદા (RTI ACT ૨૦૦૫) હેઠળ માંગો છો તેવું સ્પષ્ટ લખો.
  • અરજી ના મથાળે અને અંત માં તારીખ
  • ૧૦ રૂપિયા કેન્દ્ર સરકાર અને ૨૦ રૂપિયા રાજ્ય સરકાર ની અરજી માટે ફી ક્યાં સ્વરૂપે ભરવી છે જેમ કે પોસ્ટલ ઓર્ડર, રોકડે, બેંક ચેક  કે ડીમાંડ ડ્રાફ્ટ  તે જાતે નક્કી કરવાનું અને સાત દિવસ માં ભરવાની રહેશે .( ઈમેલ દ્વારા કરેલ અરજી માં ફી ભરવાની રેહતી નથી )
  • જાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહેછે, તેથી પહોંચ મેળવવાનું ભુલશો નહી.

અરજી કોને આપશો ?

  • આપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગના જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપી મળશે.
  • રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી એટલે રાજ્ય સરકારની કોઇપણ કચેરી અને કેન્દ્ર સરકારને કરેલી અરજી એટલે કેન્દ્ર સરકારની કોઇ પણ કચેરી. અહીં રાજ્ય સરકાર એટલે ગાંધીનગર અને કેન્દ્ર સરકાર એટલે દિલ્હી એમ ન સમજવું.

અરજી કરવાનું ફોર્મ 

RTI Application FORM GUJARATI

 

જય જય ગરવી ગુજરાત

જય હિન્દ

 

અગત્ય ની વેબસાઈટ 

http://righttoinformationgujarat.org/

http://rti.gov.in/

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments