એકવાર એવું બન્યું કે… દાનવીર કર્ણ એક નદી કિનારે બ્રાહ્મણોને દાન કરી રહ્યા હતા. એવામાં એક બ્રાહ્મણે કર્ણને વખાણ કરતા કહ્યું કે, તમારા જેવો દાનવીર આખા આર્યવ્રત માં કોઈ નથી. ત્યારે કર્ણએ તેમણે એક વાત કહી,જે આપણે ગળે ઉતારવા જેવી છે. કર્ણએ કહ્યું કે … ” હું કોઈ દાનવીર નથી. હું તો દાન એટલા માટે કરું છું કે મનને શાંતિ મળે. મારા પિતાજીએ મને શીખવ્યું છે કે દાન જ સૌથી મોટું સ્નાન છે. જેને હું અનુસરી રહ્યો છું. મારા જીવનમાં ઘણી વાર એવી ઘટનાઓ બને છે કે જેનાથી હું અપવિત્ર થઇ જાઉં છું અને મનની શાંતિ લુપ્ત થઇ જાય છે. દાનરૂપી આ સ્નાનથી મનને શાંતિ મળે છે. ” આજે કોઈ મનની શાંતિ માટે દાન કરે છે,કોઈ પુણ્યના અર્થથી, કોઈ નિઃસ્વાર્થે દાન કરે છે. કદાચ એવું પણ આજના વ્યસ્ત જીવનમાં આપણને આ બધી પ્રવુત્તિમાં ઓછો સમય મળતો હોય.
આજે આપણે વાત કરીએ, મહાનદાન અને જીવનદાન એવા રક્તદાનની ! રક્તદાન એ જીવનદાન છે , રક્તદાન મહાદાન છે . આ બાબત તમામ વ્યક્તિઓ જાણે છે . પરંતુ જયારે રક્તદાન કરવાની વાત આવે ત્યારે અનેક વ્યક્તિઓ ના પગ પાણી પાણી થઇ જતા જોવાય છે. ત્યારે ગાંધીનગરના યુવાનો છે કે જે રક્તદાન જેવું જટીલ કામ મેનેજ કરી રહ્યા છે,અને સ્વાભાવિક છે કે અત્યાર સુધી કેટલાય લોકોની જીવાદોરી બન્યા હશે. તો ચાલો જાણીએ એમના વિષે.
રક્તદાન માટે એક ગ્રુપ બનાવ્યું, અને પછી …
ગાંધીનગર ના કેટલાક યુવાનો ધ્વારા સોશ્યલ મીડિયા ના ઉપયોગ થી ૨૦૦ જેટલા સ્વૈચ્છીક રકતદાતાઓ નું ગ્રુપ તૈયાર કરાયું છે , જે જરૂરિયાતમંદ દર્દીઓ ને તુરંત જ રક્તદાન ની મદદ કરવા પોતાની ગઢ નું ગોપીચંદ કરીને ઘસી જાય છે.
સેવા ની બાબતે શહેર ના કેટલાક યુવાનો નિયમિત રીતે રક્તદાન ની પ્રવૃત્તિ કરતા હતા.આ પ્રવૃત્તિ દરમ્યાન તેમને ધ્યાન માં આવ્યું કે અનેકવાર એવી પરિસ્થિતિ સર્જાય કે દર્દી જરુરમંદ હોય અને તાત્કાલિક રક્ત ની જરૂર હોય પરંતુ તેઓને અગાઉ કરેલા રક્તદાન પુરતો સમય વીત્યો ન હોય ન હોવાથી તે દર્દીની મદદ કરવા અસમર્થ અને લાચાર હોય છે .
આ પ્રકાર ના અનુભવ ને કારણે એક દિવસ તેમને વિચાર આવ્યો કે આપણે સ્વૈચિક રકતદાતાઓ નું ગ્રુપ બનાવીએ . શહેર માં અનેક સેવાભાવી નગરજનો રક્તદાન કરવા તત્પર હોય છે પરંતુ સંપર્ક ના અભાવે ખરા સમયે તેમની મદદ લઇ શકાતી નથી . બસ આ વિચાર થી વ્હોટસએપ મારફતે બ્લડબેંક નો જન્મ થયો, અને તેમના સદવિચારો ને સેવાભાવીઓ એ વધાવી લીધો અને જોત જોતા માં ૨૦૦ રક્તદાતા ઓ મદદ માટે તૈયાર થયા , તથા આ ગ્રુપ માં ગુડ મોર્નિંગ , ગુડ નાઈટ જેવા ફોગટ મેસેજો ઉપર પ્રતિબંધ છે . ફક્ત રક્તદાન ની જરૂર હોય એવી જ માહિતી મોકલવામાં આવે છે. શહેર ની ભાગ દોડ માં દર્શન પટેલ , દિવ્ય ત્રિવેદી , પૃત્થક ઠક્કર , રવિકાંત અસરાની , હર્ષ ચૌહાણ અને ઉમંગ સુથાર જેવા યુવાનો એ રક્તદાન નું અભિયાન ચાલુ કર્યું છે.
એક વ્હોટ્સએપ ના મેસેજથી મોબાઈલના એપ સુધી …
દીપ કક્કડ ને વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો કે, કોઈને લોહી જોઈએ છે. દીપે તેના બધા કોન્ટેક્ટસ પર આ મેસેજ ફોરવર્ડ કર્યો. દીપના એક મિત્રએ તેને મેસેજ કર્યો કે,તે લોહી આપવા માટે તૈયાર છે. વ્હોટ્સએપ જેવા એપમાં વાતો કેટલી ઝડપી ફેલાય છે,એતો તમે અને હું જાણીએ છે જ. પણ આ વખતે થોડું મોડું થઇ ગયું અને જેને લોહી જોઈતું હતું,તે ભગવાનને વ્હાલાં થઇ ગયા. કદાચ તે જરૂરિયાતમંદ માણસ હાલ જીવતા હોત જો તેમણે ચોક્કસ સમયે લોહી મળી ગયું હોત તો !
દીપ અને તેના ૩ મિત્રોએ નિર્ણય કર્યો કે હવે આવું ફરીથી નહી થાય. આ માટે તેમણે ટેકનોલોજીનો સહારો લઇ “Rakht -Save Lifes” નામનું એપ્લીકેશન બનાવ્યું. જે જરૂરિયાતમંદ અને દાતા/હોસ્પિટલ/બ્લડબેંક બંને વચ્ચે એક માધ્યમ બની ચુક્યું છે.
તેમના આ એપ માટેની લીંક >> Click Here
ખરેખર દર્શન પટેલ , ઉમંગ સુથાર, દિવ્ય ત્રિવેદી , પૃત્થક ઠક્કર , રવિકાંત અસરાની , હર્ષ ચૌહાણ, આશિષ તનેજા,અપૂર્વા પુરોહિત,પ્રિયા મિશ્રા અને દીપ કક્કડ જેવા યુવાનો આજના બીજા યુવાનો માટે ઘરની બહાર નીકળી કંઇક કરવાની પ્રેરણાત્મક વાત શીખવે છે.
એમની પ્રવુત્તિના જેટલા વખાણ કરીએ એટલાં ઓછા પડશે. તેમની આ પ્રવુત્તિને બિરદાવતા ગુજ્જુગીક તરફથી ખુબ ખુબ અભિનંદન, અને આવીને આવી પ્રવુત્તિઓથી આપણા યુવાનમિત્રો ના માટે પ્રેરણારૂપી મૂર્તિ બની રહે તેવી શુભેચ્છાઓ !
તેમના અને દરેક યુવાન માટે એક મેસેજ …
इस तरह से हमने तय की है….मंझिले….
चल पडे, गीर पडे…फिर उठ कर चल नीकले…..फीर गीरे…ओर फिर चल निकले।