ઑલિમ્પિક્સ 1900,પૅરિસ :
ઈ.સ 1900, જે દરમિયાન ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું. તમને હવે એમ થશે,અને થવું જોઈએ કે ‘એ ગુલામીકાળ’ દરમિયાન કોણ હશે એવું ,જેણે આ બીજી જ ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો ? જાણીને નવાઈ થશે, પણ ભારતને પહેલાં 2 સિલ્વર મેડલ 1900ની ઓલિમ્પિકમાં આપનાર, કલકત્તામાં જન્મેલ અંગ્રેજ ‘નોર્મન પ્રિચાર્ડ‘. તેઓ માત્ર ભારતનાં જ નહીં પણ એશિયાનાં સૌથી પહેલાં ખેલાડી હતાં,કે જેણે આ રમતોમાં ભાગ લીધો હોય. ભારત તરફથી ઑલિમ્પિક્સમાં આ એક જ પ્લેયર હતાં. તેઓ 200 મીટરની 2 અલગ હર્ડલ્સ બીજા નંબરે આવ્યા હતાં. તે દરમિયાન તેઓ 110 મીટરની મેચમાં 5માં નંબર પર હતાં. આ ઉપરાંત 60 અને 100 મીટરની ગેમમાં પણ ભાગ લીધેલો હતો,જેમાં તેઓ ફાઇનલમાં ક્વોલિફાય ના થઇ શક્યા. તે બાદ તેઓએ કોલકાત્તામાં ‘ઇન્ડિયન ફૂટબોલ એસોશિયેશન’નાં સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી.
ઈ.સ 1900 બાદ, 1904,1908 અને 1912માં ઑલિમ્પિક્સ યોજાઈ. જેમાં ભારતે ભાગ નહોતો લીધો. 1912 બાદ સીધી 1920માં છઠ્ઠી ઓલિમ્પિક રમતોનું આયોજન બેલ્જીયમમાં થયું.
ઑલિમ્પિક્સ 1920, બેલ્જીયમ :
1920ની આ ઑલિમ્પિક્સમાં ભારતનાં ખેલાડીઓની સંખ્યા વધીને 5 થઇ,જેમાં આ પાંચ ખેલાડીઓ એ મુખ્ય 2 રમતમાં ભાગ લીધા હતાં. આ પાંચ ખેલાડીઓ, પુર્મા બેનરજી, ફડેપ્પા ચૌગુલે, સદાશિવ દાતાર, કુમાર નવલે અને રણધીર સિંદે. આ ઑલિમ્પિક્સમાં ભારત સરકારે અને દોરબજી ટાટાએ,અને બોમ્બેના લોકોએ ફંડિંગ કરી આપણા આ ખેલાડીઓને મોકલ્યા હતાં.

સૌથી ઉપરની લાઈનમાં(ડાબે થી જમણે) :: રણધીર સિંદે, પુર્મા બેનરજી, કુમાર નવલે, ફડપ્પે ચૌગુલે.
વચ્ચેમી લાઈનમાં :: સોહરાબ ભૂત, ડૉ. ફેયજી
નીચે બેસેલા : સદાશિવ દાતાર અને કૈકડી !
આ પહેલી ઑલિમ્પિક્સ કહી શકાય કે જેમાં ખરાં ભારતીયોએ ભાગ લીધો હોય. પુર્મા બેનરજીએ દોડમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે સારો એવો દેખાવ કરેલો. તેમણે 100મી અને 400મી,એમ 2 મેચમાં ભાગ લીધો હતો. જેમાં 100મી. ના એક રાઉન્ડમાં તેઓ 5માં નંબરે અને 400મી. ના રાઉન્ડમાં 4 ક્રમ પર હતાં. સદાશિવ દાતારે અને ફડેપ્પા ચૌગુલે પણ દોડમાં ભાગ લીધો હતો. બોક્સિંગમાં સારો એવો દેખાવ કરતાં રણધીર સિંદે ખરેખર દેશનો ડંકો વગાડ્યો હતો. તેઓ તેઓ 16 ખેલાડીઓનો રાઉન્ડ, પછી ક્વાર્ટર ફાઇનલ,પછી સેમીફાઇનલ સુધી પહોંચ્યા. સેમીફાઇનલમાં હાર્યા હતા તો પણ બ્રોન્ઝ મેડલ માટે ફાઇનલમાં રમ્યા. પણ હારી ગયા. એટલે કે તેઓ પુરી ઑલિમ્પિક્સમાં ચોથા ક્રમે રહ્યાં. આ ઉપરાંત કુમાર નવલેએ પણ સારો એવો દેખાવ કરતાં 9માં ક્રમ પર રહ્યાં હતાં.
ઑલિમ્પિક્સ 1924,પૅરીસ :
ઇ.સ. 1924ની આ ઑલિમ્પિક્સમાં ભારતે પહેલીવાર ટેનિસમાં ભાગ લીધો. એટલું જ નહીં,પણ ભારતનાં પહેલાં મહિલા ખેલાડી તરીકે ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર એન. પૉલી અને મેહેરબાઈ ટાટા હતાં. જેઓએ ટેનિસમાં ભાગ લીધો હતો. જોકે મેહેરબાઈ ટાટા(દોરબજી ટાટાના પત્ની) અને મો.સલીમની જોડીને પહેલા રાઉન્ડમાં જ ‘બાય’ મળી ગયો હતો. જેથી તેઓ રમી શક્યા નહોતા. ખેલાડીઓની સંખ્યા વધીને 15 થઇ. જેઓએ કુલ 2 મુખ્ય રમતોમાં ભાગ લીધો હતો. 15 ખેલાડીઓમાં મહાદેવ સિંઘ, પાલા સિંઘ, દલીપ સિંઘ, સી.કે.લક્ષ્મણન, મેહેરબાઇ ટાટા, એન. પૉલી, સઈદ મોહમ્મદ, મોહમ્મદ સલીમ, સઈદ હજ, જેમ્સ હૉલ, વિલફર્ડ હિલ્ડર્થ, ટેરેન્સ પિટ, એથર ફેયજી, સિડની જેકોબ અને ડેવિડ રૂટનમ હતા. ટેનિસમાં જોવા જઇયે તો… એન.પૉલી 32 ખેલાડીઓના રાઉન્ડમાં સુધી જ તાકી શક્યા. મોહમ્મદ સલીમ અને મે.ટાટાની જોડીને પહેલા રાઉન્ડમાં જ બાય મળી ગયો તેથી રમી ના શક્યા. સિડની જેકોબ અને એન. પોલીની જોડી ક્વાર્ટરફાઇનલ અગાઉના 16ના રાઉન્ડ સુધી જ રમી શક્યા. સઈદ મોહમ્મદ અને ડેવિડ રૂટનમની જોડી ક્વાર્ટરફાઇનલમાં પરાસ્ત થઇ ગઈ. સિડની જેકોબ અને મોહમ્મદ સલીમની જોડી 64ના રાઉન્ડમાં પરાસ્ત થઇ ગઈ હતી. સિંગલ્સમાં મોહમ્મદ સલીમ 32ના રાઉન્ડમાં, સિડની જેકોબ ક્વાર્ટરફાઇનલમાં, સઈદ હજ અને અથર ફયજી 64ના રાઉન્ડ સુધી પહોંચી શક્યા. એથ્લેટીક્સમાં જોવા જઇયે તો દલીપ સિંઘ લોન્ગ જમ્પમાં સેમીફાઇનલ સુધી રમ્યાં. પાલા સિંઘ 1500મી અને 5000મી ની સેમિફાઇનલમાં અનુક્રમે 6 અને 10માં આવ્યા. ટેરેન્સ પીટ 100મી અને 200મી દોડમાં ક્વાર્ટરફાઇનલના અગાઉના રાઉન્ડ સુધી રમ્યાં, જયારે 400મી ની દોડમાં ક્વાર્ટર ફાઇનલ સુધી રમ્યાં. સી.કે. લક્ષમણન 110મિ. હર્ડલ્સમાં ક્વાર્ટરફાઇનલ સુધી રમ્યાં. વિલફર્ડ હિલ્ડર્થ અને જેમ્સ હૉલ 100મી. અને 200મી.માં ક્વાર્ટરફાઇનલનાં અગાઉના રાઉન્ડ સુધી રમ્યાં. જ્યારે મહાદેવ સિંઘ મેરેથોનમાં 29મા ક્રમે રહ્યાં.
આપણા ખેલાડીઓએ સંપૂર્ણ પ્રયાસો કર્યા હોવા છતાં એકપણ મેડલ વગર, પણ ફરી પ્રયાસ કરવાનો જુસ્સો લઈને વતન પરત ફર્યા.
ઑલિમ્પિક્સ 1928,ઍમસ્ટ્રેડમ :
ઍમસ્ટ્રેડેમમાં શરુ થયેલી આ ઑલોમ્પિક એ ભારત માટેના સુવર્ણયુગની શરૂઆત હતી. જેમાં હોકીની નેશનલ ટીમે ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. આ વખતે હોકી ટિમના આઠ અને 7 એથ્લેટીક્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં હોકીની ટીમે ફાઇનલમાં નેધરલૅન્ડને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ મેચમાં ત્રણે ત્રણ ગોલ મેજર ધ્યાનચંદનાં હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની હોકીટીમ સામે એક પણ ટિમ આખી ટુર્નામેન્ટમાં એક પણ ગોલ નહોતી કરી શકી. ભારતીય ટિમનાં મેજર ધ્યાનચંદ, ફિરોઝ ખાન અને જ્યોર્જ માર્થીન્સ અનુક્રમે 14,5 અને 5 ગોલ સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ નોંધાવનાર હતાં(ટુર્નામેન્ટમાં ટોટલ 69 ગોલ થયા હતાં,જેમાંથી 24 તો આ ત્રિપુટીનાં જ હતાં.).
1928ની નેશનલ હોકી ટીમ : જયપાલ સિંઘ(કેપ્ટન), બ્રુમ પિનીગર(વા.કેપ્ટન), રિચાર્ડ એલેન(ગોલકીપર), શૌકત અલી, ધ્યાનચંદ, ફિરોઝ ખાન, નવાબ પટૌડી, ખેર સિંઘ, સૈયદ યુસુફ, ફ્રેડરીક સીમેન, માઈકલ રૉક, રૅક્સ નૉરિસ, જ્યોર્જ માર્થીન્સ, માઈકલ ગેટલૅ, એલ. હેમન્ડ, વિલિયમ જી.(જેમાંથી ખેર સિંઘ એક પણ મેચ નહોતાં રમ્યાં) !
1928ની આ ઑલિમ્પિક્સમાં ભારતે 7 એથ્લેટીક્સ પણ મોકલ્યાં હતાં. પણ હોકીની ટિમના આટલાં પ્રભાવશાળી વર્ચસ્વના લીધે તેમને બહુ ઓછી જગ્યાએ તેમનો ઉલ્લેખ થયો છે. 7 એથ્લેટ્સમાં આર.બર્ન્સ, જેમ્સ હૉલ, જે. મુર્ફિ, ગુરબચન સિંઘ, ચવન સિંઘ, એસ.અબ્દુલ હમિદ, દલીપ સિંઘ. જેમાંથી આર.બર્ન્સ 100મી. અને 200મી. દોડમાં પહેલાં રાઉન્ડ સુધી રમ્યાં. જેમ્સ હૉલ 200મી. અને 400મી. દોડમાં અનુક્રમે પહેલાં રાઉન્ડ અને ક્વાર્ટરફાઇનલ સુધી રમ્યાં. જે. મુર્ફિ 400મી. દોડમાં પહેલાં રાઉન્ડમાં 7માં ક્રમે રહ્યાં. ગુરબચન સિંઘ 5000મી. મૅરેથોનમાં પહેલાં રાઉન્ડ સુધી રહ્યાં. ચવન સિંઘ 10000મી. ની મૅરેથોનમાં ફાઇનલમાં સુધી રમ્યાં. દલીપ સિંઘ લોન્ગ જમ્પમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 8માં ક્રમે રહ્યાં હતાં. એસ.અબ્દુલ હમિદ 110મી. અને 400મી. હર્ડલ્સમાં પહેલાં રાઉન્ડ સુધી જ રમ્યાં.
આ એ પહેલી ઑલિમ્પિક્સ હતી જેમાં દુનિયાએ પહેલીવાર હોકીનાં જાદુગર ધ્યાનચંદનો પરચો જોયો હોય. 1928 બાદ ભારતીય હોકી ટિમ સતત 1956ની ઑલિમ્પિક્સ સુધી ગોલ્ડ મેડલ જીતી. બે દાયકા સુધી ભારતીય હોકીટીમને કોઈ હરાવી શક્યું નહોતું. ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં
Good work buddy….
Keep it ip…
Aaabhaar bhaai
અદભુત…☺