ઑલિમ્પિક્સ 1932,લોસ એન્જેલસ :
1932ની આ સ્પર્ધામાં 19 ખેલાડીઓએ 3 મુખ્ય રમત ભાગ લીધો. જેમાંથી 15 ખેલાડીઓ હોકી, 1 સ્વિમિંગ, અને 3 ખેલાડીઓએ એથ્લેટીક્સમાં ભાગ લીધો. 1932માં ઑલિમ્પિક્સમાં માત્ર 3 જ ટીમે ભાગ લીધો હતો. જેમાં ભારતે જાપાનને 11-1 અને અમેરિકાને 24-1 થી હરાવી,ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેમાં ગોલ નોંધાવનાર ખેલાડીઓ…
ખેલાડી |
અમેરિકા સામે ગોલ |
જાપાન સામે ગોલ |
કુલ ગોલ |
રૂપ સિંઘ | 10 | 3 | 13 |
ધ્યાનચંદ | 8 | 4 | 12 |
ગુરમીતસિંઘ કુલ્લર | 5 | 3 | 8 |
રિચાર્ડ કેર | 0 | 1 | 1 |
બ્રૂમ એરીક | 1 | 0 | 1 |
ભારતે 1932ની આ સ્પર્ધામાં નોંધાયેલા 49 ગોલમાંથી 36 ગોલ કર્યા હતાં.

ભારતની હોકી ટીમ-1932 : લાલ શાહ બોખારી(કેપ્ટન), ધ્યાનચંદ, રૂપ સિંઘ, ગુરમીતસિંઘ કુલ્લર, મોહમ્મદ અસ્લામ, રિચાર્ડ કેર, બ્રૂમ એરીક, સઈદ જાફર, ફ્રેન્ક બી., બ્રૂમ પિનિગર, મસૂદ અલી ખાન, એલ. હેમન્ડ, સી. ટેપસૅલ, આર્થર હિન્દ, વિલિયમ એસ.
હોકી સિવાય ભારતના ખેલાડીઓએ એથ્લેટીક્સ અને સ્વિમિંગમાં ભાગ લીધો. સ્વિમિંગમાં નલિન મલિક ભારત તરફથી ભાગ લેનાર પહેલાં ખેલાડી હતાં. તેઓ 400મી. અને 1500મી. સ્વિમિંગમાં પહેલો રાઉન્ડ રમ્યાં. બંનેમાં તેઓ 4માં ક્રમે રહ્યાં. એથ્લેટીક્સમાં ભારત તરફથી મેહર ચંદ ધવન, રોનાલ્ડ વી., માર્વિન એસ. અને હોકીટીમનાં રિચાર્ડ કેર રમ્યાં. રિચાર્ડ કેર હોકીની અને 4*100મી રિલૅ દોડમાં પણ રમ્યાં. જેમાં તેઓ પહેલાં રાઉન્ડમાં પરાસ્ત થયાં. માર્વિન એસ. 110મી. હર્ડલ્સમાં સેમીફાઇનલમાં હાર્યા, અને 100મી. અને 4*100 રીલેમાં પહેલાં રાઉન્ડમાં પરાસ્ત થયાં. મેહર ચંદ ધવન 100મી. ટ્રિપલ જમ્પમાં ફાઇનલમાં 14માં ક્રમે રહ્યાં,જોકે 4*100 રીલેમાં પહેલાં રાઉન્ડમાં પરાસ્ત થયાં. રિચાર્ડ વી. 100મી., 200મી. અને 4*100મી. રીલે દોડમાં પહેલાં રાઉન્ડ સુધી જ રહ્યાં.
ઑલિમ્પિક્સ 1936,બર્લિન :

Source : વિકિપીડિયા
બર્લિનની આ ઓલિમ્પિક્સમાં ભારતનાં 27 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમસ્ત દુનિયાની નજર ઑલિમ્પિક્સમાં ભારતની હૉકી ટિમ પર જ રહેતી. કેમ કે ભારત 1928થી લઇને હજુય સુધી એક પણ મેચ હાર્યું નહોતું. મેજર ધ્યાનચંદની આ છેલ્લી ઓલિમ્પીક હતી. જેમાં ભારતની ટીમે 1936માં સર્વપ્રથમ લીગમેચમાં હંગેરીને 4-0થી હરાવ્યું. અમેરિકાને 7-0થી હરાવ્યું. જાપાનને 9-0થી હરાવ્યું. ત્યાર બાદ સેમીફાઇનલમાં ફ્રાન્સને 10-0થી હરાવ્યું. ફાઇનલમાં જર્મનીને 8-1થી હરાવ્યું. ભારતની સામે ગોલ કરનાર એક માત્ર જર્મની હતું. જર્મની અને ભારતની આ મેચની ઝલક નીચેનાં વિડીયોમાં જુઓ.
(ભારતની આ મેચથી એડોલ્ફ હિટલર એટલાં બધા પ્રભાવિત થયા હતાં કે તેમણે ભારતના કેપ્ટન ધ્યાનચંદને જર્મનીની નાગરિકતા આપી ત્યાં રમવાની,બદલામાં સારાં એવી રકમ અને આર્મીનાં ઉચ્ચઅધિકારી બનવાની ઑફર કરી, પણ ધ્યાનચંદે ચોખ્ખી ના પાડી દીધી,અને કહ્યું ક,”હું રકમ માટે નહીં,દેશ માટે હોકી રમું છું“.)
ભારત તરફથી ધ્યાનચંદે 13, રૂપ સિંઘે 9, સી. ટેપસૅલે 5, અલી દારાએ 4, સઈદ જાફરે 3, પીટર ફર્નાન્ડીસે(માત્ર 19વર્ષનાં) 2, અને શાહબુદ્દીન અને ઍરિન જી. એ 1-1 ગોલ કર્યા હતાં.
હોકી સિવાય, અરુલ સ્વામી મેરેથોન ફાઇનલ સ્ટેન્ડિંગમાં 37માં નંબરે રહ્યાં. રૌનકસિંઘ ગિલ 5000મી. માં પહેલાં રાઉન્ડ અને ફાઇનલમાં 37માં રહ્યાં. શંકરરાવ કુસ્તીમાં ફાઇનલ સ્ટેન્ડિંગમાં હાર્યા. ઝાઉં વેઈક વેઇટલિફ્ટિંગમાં 15મા ક્રમે રહ્યાં. એરિક વહાઈટસાઈડ 100મી. અને 200મી. દોડમાં પહેલો રાઉન્ડ જ રમી શક્યા,જયારે જ્ઞાન ભલ્લા 400મી. અને 800મી. દોડમાં પહેલો રાઉન્ડ રમી શક્યા. કરમ રસુલ અને રશીદ અનવર ફાઇનલ સ્ટેન્ડિંગમાં હાર્યા.
ખાસ નોંધ
ઈ.સ. 1936 પછી 12 વર્ષ સુધી વિશ્વયુદ્ધના કારણે ઓલિમ્પિકનું આયોજન ના થઇ શકાયું. 1936 બાદ 1948માં લંડન શહેરમાં ઑલિમ્પિક્સ યોજાઈ. હવે ભારત આઝાદ થઇ ગયું હતું. ખેલાડીઓની સંખ્યા વધીને 79 થઇ. માટે હવે હું જે જરૂરી હશે એટલું જ આ પોસ્ટમાં લખીશ !
ઑલિમ્પિક્સ 1948, લંડન :
આઝાદી મળ્યાંનું એક વર્ષ પણ નહોતું થયુંને 29 જુલાઈ,1948નાં રોજ યોજાયેલી આ ઑલિમ્પિક્સમાં ભારતનાં 79 ખેલાડીઓએ ભાગ લીધો.

આ વર્ષે સાયકલિંગ, ફૂટબૉલ, વૉટર પોલો જેવી રમતમાં પણ ભારતનાં ખેલાડીઓએ ભાગ લીધો. હોકીની ટિમમાં આ વખતે ધ્યાનચંદ અને રૂપસિંઘ જેવા દિગ્જ્જો ન હોવાં છતાં કિસન લાલની આગેવાનીમાં ‘આઝાદ ભારત’ની હોકી ટીમે ફાઇનલમાં અંગ્રેજોને તેમની જ જમીન પર ધૂળ ચાટતાં કરી દીધાં હતાં. આ ટુર્નામેન્ટમાં ભારતે નોંધાવેલા 25 ગોલમાંથી 8 ગોલ બલબીર સિંઘ, 7 ગોલ પેટ્રિક જેન્સેન, 4 ગોલ કુંવર દિગ્વિજય, 2-2 ગોલ કિસન લાલ અને તરલોચન સિંઘ, અને 1-1 ગોલ ગેરાલ્ડ ગ્લેકેન અને રેજીનલ્ડ રોડ્રિક્સે કર્યો હતો. આખી ટુર્નામેન્ટમાં ભારતની ટીમ સામે માત્ર 2 ગોલ આર્જેન્ટિના અને હોલૅન્ડે કર્યા હતાં. ભારતીય ટીમે ફાઇનલમાં બ્રિટનને 4-0થી હરાવી ભારતને સતત ઑલિમ્પિક્સનો ચોથો ગૉલ્ડ મેડલ અપાવ્યો હતો.
ઑલિમ્પિક્સ 1952,હેલંસિકી :

1952ની ઑલિમ્પિક્સમાં ભારતે આ વખતે 4 મહિલા ખેલાડીઓ પણ મોકલ્યાં, જેમાં નિલીમા ઘોષ, મૅરી ડી’સોઝા, ડોલી નાઝિર અને આરતી સાહા ! નીલિમા ઘોષ ઍથ્લેટિક્સમાં, મૅરી ડી’સોઝા કુસ્તીમાં અને આરતી સાહા અને ડોલી નાઝિર સ્વિમીંગમાં. ભારતનાં કુલ 64 ખેલાડીઓએ ભાગ લીધો હતો (ઑલિમ્પિક્સ-1952માં ભાગ લેનારાં ભારતીયોનું લિસ્ટ). નોર્મન પ્રીચાર્ડ પછી 52 વર્ષ પછી ભારતને કુસ્તીનાં ખાશાભા જાધવે બીજો વ્યક્તિગત મેડલ અપાવ્યો. 1952ની આ સ્પર્ધામાં ભારતે બે મેડલ મેળવ્યા. ખાશાભા જાધવનો બ્રોન્ઝ મેડલ અને હોકી નેશનલ ટિમનો સતત પાંચમો ગોલ્ડ મેડલ હતો. ખાશાભા જાધવે બ્રોન્ઝ મેડલની મેચમાં જાપાનનાં શોહાચી ઈશીને હરાવ્યો હતો.
હોકીની ટીમે સતત પાંચમો ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો. આ વખતે અંગ્રેજોને સેમીફાઇનલમાં જ 3-1થી પછાડ્યાં. ભારતે ટુર્નામેન્ટમાં 13 ગોલ કર્યા,જેની સામે માત્ર 2 જ ગોલ થયા. એક બ્રિટન અને એક નેધરલૅન્ડનો. આ વખતે બલબીર સિંઘે 8 ગોલ કર્યા,જેમાંથી બ્રિટન સામે 3 ગોલ એકલા હાથે કરેલાં.
Good work buddy….
Keep it ip…
Aaabhaar bhaai
અદભુત…☺