ઑલિમ્પિક્સ 1956,મેલબોર્ન :
1956! આ એ વર્ષ હતું,જયારે ‘ફલાઇંગ જાટ’ તરીકે ઓળખાતાં મિલ્ખા સિંઘે પહેલીવાર આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય, હોકી નેશનલ ટીમનો સતત 7મોં ગોલ્ડ મેડલ જીત્યો હોય. આ વખતે ભારતે 59 ખેલાડીઓને મોકલ્યાં, જેમાં 1 મહિલા ખેલાડી મૅરી રાવ હતાં. ભારતની ફૂટબોલટીમે સારું પ્રદર્શન કરતાં તેઓ બ્રોન્ઝ મેડલની મેચમાં બલ્ગેરિયા સામે 4-0થી હારી ગયાં. ભારતીય હોકી ટીમે પોતાની વિજય કૂચ ચાલુ રાખતાં સતત છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતી. ભારતની ટીમે એક પછી એક અફઘાનિસ્તાન(14-0), અમેરિકા(16-0), સિંગાપોર(6-0), જર્મની(1-0) અને અંતે પાકિસ્તાનની ટીમને ફાઇનલમાં 1-0થી પછાડી. ભારત સામે આ વખતે એક પણ ટીમ ગોલના કરી શકી. જેમાંથી ભારતે કરેલાં ટુર્નામેન્ટના 38 ગોલમાંથી ઉધમ સિંઘના 14 ગોલ, હરદયાલ સિંઘનાં 6 ગોલ, બલબીર સિંઘ-રણધીર સિંઘ અને ગુરુચરણ સિંઘના 5-5-5 ગોલ, ચાર્લ્સ સ્ટીફનનાં 2 ગોલ અને ક્લોડિયસનો 1 ગોલ હતો.
ઑલિમ્પિક્સ 1960,રૉમ :
ઑલિમ્પિક્સ 1960 રૉમમાં યોજાઈ. આ વખતે 45 ખેલાડીઓએ ભાગ લીધો.

મિલ્ખા સિંઘે આ વખતે ફાઇનલ રાઉન્ડમાં ચોથા ક્રમે રહ્યાં,મતલબ કે બ્રોન્ઝ મેડલથી એક ક્રમ જ રહી ગયા. આ ઉપરાંત નેશનલ હોકી ટીમે તેનું પ્રદર્શન પહેલાં જેવું જ રાખતાં એક પછી એક ડેનમાર્ક(10-0), નેધરલૅન્ડ(4-1), ન્યુઝીલૅન્ડ(3-0), ઓસ્ટ્રેલિયા(1-0),અને સેમિફાઇનલમાં બ્રિટનને 1-0થી હરાવી. 1928થી લઇને 1960ની આ સેમિફાઇનલ સુધી કોઈ એવી ટીમ પેદા નહોતી થઇ કે જેણે ભારતની ટિમને હરાવી હોય. ભારતની ટિમને ફાઇનલમાં પાકિસ્તાને 1-0 થી હરાવી, એ પણ આપણો જ ટુકડો. નહિતર, અંગ્રેજોને તો આ વખતે પણ નહોતાં છોડ્યા. 1960માં ભારતની હોકી ટિમને સિલ્વર મેડલથી સંતોષ થવું પડ્યું. ભારત સામે આ છેલ્લા 1928થી 1960 સુધી એટલે કે 32 વર્ષ સુધી ઑલિમ્પિક્સમાં માત્ર 8 જ ગોલ થઇ શક્યા. ભારતે કરેલા 19 ગોલમાંથી 6 ગોલ રાઘબીર ભોલા, પૃથીપાલ સિંઘ-પીટર-જસવંત સિંઘે 4-4-4 ગોલ અને ઉધમ સિંઘે 1 ગોલ કરેલા.
પણ 1960ની આ ફાઇનલની હારથી ભારતનો હૉકીયુગ નો સૂરજતો નહોતો ડૂબ્યો.
ઑલિમ્પિક્સ 1964,ટોક્યો :
ભારતે ટોક્યોમાં યોજાયેલી આ સ્પર્ધામાં 53 ખેલાડીઓ(1 મહિલા) મોકલ્યાં. આ વખતે એક મહિલા ખેલાડી તરીકે એથ્લેટિક્સમાં સ્ટિફી ડી’સોઝાને મોકલ્યા.

ભારતીય હૉકી ટિમની પહેલી 2 મેચ 1-1થી ટાઈ રહી. પછી તો ફરીથી એકવાર સુકાની ચરણજિતની આગેવાનીમાં લીગ મેચોમાં મલેશિયા(3-1), બેલ્જીયમ(2-0), કૅનેડા(3-0), હોંગકોંગ(6-0) વગેરે ટિમોને હરાવી. સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવી. અને ફાઇનલ ફરીથી આપણા ટુકડા સામે. પણ આ વખતે ફાઇનલમાં પાકિસ્તાનને 1-0થી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય હૉકી ટીમે સાતમો ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો.
હોકી ઉપરાંત બીજી અન્ય રમતોમાં ભારતને સફળતાના મળી શકી.
ઑલિમ્પિક્સ 1968,મેક્સિકો :
મેક્સિકોમાં યોજોયેલી આ ઑલિમ્પિક્સમાં ભારતે 25 ખેલાડીઓ મોકલ્યા. હવે હૉકી ટીમનો સુરજ ડૂબ્યો હોય તેવું લાગી રહ્યું હતું. 1968ની આ મેચમાં ભારતને સેમિફાઇનલમાં જ હારનો સામનો કરવો પડ્યો. અને બ્રોન્ઝ મેડલની મેચમાં હોકીટીમે જર્મનીને 2-1થી હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
આ ઑલિમ્પિકમાં હૉકી સિવાય એક પણ ખેલાડી સારું પ્રદર્શન ના કરી શક્યા. ભારતને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ કરવો પડ્યો.
ઑલિમ્પિક્સ 1972,મ્યુનિક:
મ્યુનિકની આ ઑલિમ્પિકમાં ભારતે 1 મહિલા(કમલજીત સંધુ)અને 40 પુરુષ એમ 41 ખેલાડીઓ મોકલ્યા. કમલજીત સંધુએ એથ્લેટીક્સમાં ભાગ લીધો. બી.પી.ગોવિંદાની આગેવાનીમાં ભારતની ટિમ ગ્રુપ મેચમાં 7માંથી 5 અને 2 ડ્રો રમીને ટેબલમાં પહેલું રહી. ભારતને સેમીફાઇનલમાં પાકિસ્તાને 2-1થી હરાવ્યું, બ્રોન્ઝ મેડલની મેચમાં ભારતે નેધરલૅન્ડને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો. હૉકી સિવાય બધા ખેલાડીઓ ખરાબ દેખાવ રહ્યો. ભારતને એક બ્રોન્ઝ મેડલથી સંતોષ વ્યક્ત કર્યો.
નોંધ : 1964-76 સુધીનો ઑલિમ્પિકની માહિતી જેટલી મળી એટલી જ મેં અહીં વર્ણવી છે.
ઑલિમ્પિક્સ 1976,મોન્ટ્રિયલ :
આ ઑલિમ્પિકનો એક કડવો ઘુંટો પણ ભારત યાદ રાખશે. ઑલિમ્પિકના ઇતિહાસમાં ઈ.સ. 1928ની ઑલિમ્પિક થી 48 વર્ષ પછી હૉકીની ટિમ પહેલીવાર મૅડલથી વંચિત રહી, અને એક પણ મૅડલ વગર ખેલાડીઓ પાછા ફર્યા. આ વખતે માત્ર 20 જ ખેલાડીઓને મોકલ્યા હતાં. હૉકીની ટિમ ટુર્નામેન્ટમાં 7મા ક્રમે રહી. એથ્લેટીક્સમાં ભાગ લેનાર શ્રીરામ સિંઘ ફાઇનલમાં 7માં ક્રમે રહ્યા.
ઑલિમ્પિક્સ 1980,મૉસ્કો :
આ વખતે ભારતે 72 ખેલાડીઓ મોકલ્યા(56 પુરુષ+16 મહિલા). આ ઑલિમ્પિકમાં ભારતનાં મહાન મહિલા એથ્લેટ કહેવાતા પી.ટી.ઉષાએ પહેલી વખત ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો. ભારતીય મહિલા હૉકી ટીમે પહેલી વખત ઑલિમ્પિકમાં ભાગ લીધો. રૂપા સાઇનીની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમ 4થા ક્રમે રહી,બ્રોન્ઝ મેડલથી વંચિત રહી. ભારતીય પુરુષ હોકી ટીમ,ફરીથી તેનાં જૂના રંગમાં ખીલી ઉઠી,ધ્યાનચંદવાળો યુગ ફરીથી ચાલુ થવાનો હોય એવું લાગ્યું. હૉકીમાં ભારતની ગાડી ફરીથી પાટા પર આવી. વાસુદેવ બી.ની આગેવાનીમાં ભારતે ગોલ્ડ મેડલ મેળવ્યો.
હોકી સિવાય, હરિ ચંદ મેરેથોનમાં 31માં ક્રમે રહ્યાં. 20કિ.મિ વૉકમાં રણજિત સિંઘ 18માં ક્રમે રહ્યાં. ભારતીય હૉકી ટીમે ગોલ્ડ મેડલ મેળવી ભારતને ગૌરવ આપ્યું.
ઑલિમ્પિક્સ 1984,લોસ એન્જેલસ :
આ ઑલિમ્પિકમાં ભારતે 48 ખેલાડીઓ મોકલ્યા. જેમાં 6 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો. આ ઑલિમ્પિક પછી ભારત સતત 3 ઑલિમ્પિક સુધી,એટલે કે 1992ની ઑલિમ્પિક સુધી મેડલથી વંચિત રહ્યું. પણ ખેલાડીઓનો જુસ્સો ઓછો તો નહોતો જ થયો. 1984ની આ ઑલિમ્પિકમાં ભલે ભારતને મેડલ ના મળ્યો. પણ ભારત આ ઑલિમ્પિક ને પી.ટી.ઉષા, અને મહિલાઓના પ્રદર્શનનાં કારણે યાદ રાખશે. પી.ટી.ઉષા સેકન્ડનાં 100મા ભાગથી બ્રોન્ઝ મેડલથી વંચિત રહ્યાં,અને 4થા ક્રમે રહ્યા. 19 વર્ષની ઉંમરે ભાગ લેનાર શાઇની અબ્રાહમ 800મી. માં સેમીફાઇનલમાં પહોંચી 16મા ક્રમે રહી હાર્યા. તેઓ ભારતનાં પહેલા મહિલા ખેલાડી રહ્યાં કે જે સેમિફાઇનલ સુધી પહોંચ્યા હોય.
મહિલા એથ્લેટીક્સની એક ગેમ 4*400 રીલે(એક જ ટિમના 4 ખેલાડી હોય,દરેક ખેલાડીને 400મી. નો એક લેપ પૂરો કરવાનો હોય.) આ ગેમમાં પણ ફાઇનલમાં ભારતની મહિલા ટીમે સારું પ્રદર્શન કરી ફાઇનલમાં 7મા ક્રમે રહી. (4*400ની ભારતની મહિલા ટિમ : પી.ટી.ઉષા, વંદના રાવ, શાઈની અબ્રાહમ, એમ.ડી.વલાસ્મા)
હમણાં યોજાયેલી બે ઓલિમ્પિક્સમાં(2016 અને 2000) ભારતની લાજ દીકરીઓએ મેડલ અપાવી રાખી. જ્યારે આ ઑલિમ્પિકમાં મહિલા ખેલાડીઓએ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશની લાજ રાખી હતી.
Good work buddy….
Keep it ip…
Aaabhaar bhaai
અદભુત…☺