ઑલિમ્પિક્સ 1988,સિયોલ :
આ ઑલિમ્પિક્સમાં ભારતે 46 ખેલાડીઓ(7 મહિલાઓ) મોકલ્યા. એમ. સોમયાની આગેવાનીમાં હૉકી ટિમ 6મા ક્રમે રહી. પી.ટી.ઉષા રાઉન્ડ મેચ સુધી જ રમી શક્યા. એ. મર્સી સેમીફાઇનલના અગાઉનાં રાઉન્ડ સુધી પહોંચી શક્યા. 1988માં ભારતનું આ સૌથી ખરાબ પ્રદર્શન હતું.
ઑલિમ્પિક્સ 1992,બાર્સેલોના :
ભારતે બાર્સેલોનામાં 52 ખેલાડીઓ મોકલ્યા. 1984માં 1984માં પોતાનું ઑલિમ્પિકસ કરિયર શરૂ કરનાર શાઈની અબ્રાહમ 1992માં ભારતનાં પહેલા મહિલા ઘ્વજ વાહક રહ્યાં. ભારત આ ઑલિમ્પિકસમાં પણ મેડલથી વંચિત રહ્યું. હૉકીની ટિમ 7માં ક્રમે રહી. જયારે ટેનિસમાં લિએન્ડર પેસ અને રમેશ ક્રિષ્નનની ટિમ ક્વાર્ટરફાઇનલમાં પરાજિત થઇ.
ઑલિમ્પિક્સ 1996, ઍટલાન્ટા :
ઍટલાન્ટામાં ભારતે 49 ખેલાડીઓ મોકલ્યાં. 1996માં લિએન્ડર પેસે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવી ભારતની ગાડી પાછી મેડલ વિનિંગ ટ્રેક પર લાવી. લિએન્ડર પેસે બ્રોન્ઝ મેડલની મેચમાં બ્રાઝીલના ફર્નાન્ડોને હરાવી બ્રોન્ઝ મેડલ અપાવ્યો. હૉકીની ટિમ 8મા ક્રમે રહી. અન્ય તમામ રમતનાં ખેલાડીઓ યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં.
Good work buddy….
Keep it ip…
Aaabhaar bhaai
અદભુત…☺