ઑલિમ્પિક્સ 2000,સિડની :
સિડનીની આ ઑલિમ્પિકમાં,65 ખેલાડીઓ મોકલી ભારતે ભાગ લીધો. 100 વર્ષમાં પહેલી વાર કોઈ મહિલાએ મેડલ મેળવી ભારતનું નામ ઑલિમ્પિકમાં ગૂંજાવ્યું અને દેશની લાજ રાખી. કર્ણમ મલ્લેશ્વરી પ્રથમ ભારતીય મહિલા ઑલમ્પિક્સ મેડલ વિજેતા બન્યાં. કર્ણમ મલ્લેશ્વરીએ 69કિ.ગ્રા વેઇટલિફ્ટિંગમાં 240 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

આ ઉપરાંત સનામાચા ચાનુ એજ ઇવેન્ટમાં 195 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે રહ્યાં. બોક્સિંગમાં ગુરુચરણ સિંઘ ક્વાર્ટરફાઇનલમાં પરાજિત થયાં.
ઑલિમ્પિક્સ 2004, ઍથેન્સ :
ગ્રીસના એથેન્સમાં યોજાયેલી ઑલિમ્પિક્સમાં ભારતે 73 ખેલાડીઓ મોકલ્યાં. ભારતીય આર્મીમાંથી શૂટિંગમાં ભાગ લેનાર રાજવર્ધનસિંઘ રાઠોડે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. પોતાની પહેલી ઑલિમ્પિક રમી રહેલાં અભિનવ બિન્દ્રા શૂટિંગમાં ફાઇનલમાં 7માં ક્રમે રહ્યાં.

જયારે રાજવર્ધનસિંઘ બીજા ક્રમે. મહિલા કેટેગરીમાં સુમા શિરુર ફાઇનલમાં 8મા ક્રમે રહ્યાં. ટેનિસ મેન ડબલ્સમાં મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસની જોડી ફાઇનલમાં બ્રોન્ઝ ચૂકી ગઈ. મહિલા વેઇટલિફ્ટિંગની 48કિ.ગ્રા કેટેગરીમાં કુંજારના દેવી ફાઇનલમાં 4થા ક્રમે રહ્યા. 53કિ.ગ્રા કેટેગરીમાં સનામચા ચાનુએ ખરેખર તો ચોથા રહ્યા હતા પણ તેઓને કોઈ કારણસર ડિસ્ક્વોલિફાય કર્યા હતાં. હોકીની ટિમ ટુર્નામેન્ટમાં 7મા ક્રમે રહી.
ઑલિમ્પિક્સ 2008,બેઇજિંગ :
ભારત માટે 2008ની આ ઑલિમ્પિક્સ ખાસ રહી હતી. આ વખતે 67 ખેલાડીઓને મોકલ્યાં. આ વખતે નવાઈની વાત એ હતી કે હોકીની ટિમ નહોતી. પોતાની પહેલી ઑલિમ્પિક્સ રમી રહેલાં શૂટિંગમાં અભિનવ બિન્દ્રાએ ભારત માટે સૌથી પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવ્યો.
એ સિવાય વિજેન્દ્ર સિંઘ અને સુશીલ કુમારે બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ નવોદિત ચહેરા આ ઑલિમ્પિક્સનાં પ્રદર્શનથી જ લોકોનાં સામે આવ્યા. બેડમિન્ટનમાં સાનિયા નહેવાલ ક્વાર્ટરફાઇનલ સુધી,મહિલા એથ્લેટીક્સમાં પરીજા શ્રીધરમે ફાઇનલમાં 24માં ક્રમે,અને સુરેન્દ્ર સિંઘ ફાઇનલમાં 26માં ક્રમે રહ્યાં. આ ઉપરાંત તીરંદાજીમાં મહિલાની ટિમ(બોમ્બાયલા દેવી,ડોલા બેનરજી અને પ્રણિથા વર્ધીનેની) ક્વાર્ટરફાઇનલ સુધી પહોંચી. ભારત માટે આ વર્ષે સૌથી વધુ મેડલ આવ્યા.
ઑલિમ્પિક્સ 2012,લંડન :
લંડનની આ ઑલિમ્પિક્સમાં અગાઉની ઑલિમ્પિક્સમાં મળેલી સફળતાનાં જુસ્સા સાથે ભારતે આ વખતે ઑલિમ્પિક્સમાં 83 ખેલાડીઓ મોકલ્યાં. આ જુસ્સો સફળ નીવડ્યો, ભારતને અત્યાર સુધી સૌથી વધુ મેડલ આ 2012ની ટુર્નામેન્ટમાં મળ્યા.

અગાઉ 2008માં ગૉલ્ડ મેડલ મેળવી ચૂકેલા અભિનવ બિન્દ્રા ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ બહાર થઇ ગયાં. જોયદીપ કરમાકર ફાઇનલમાં ચોથા રહ્યા. જયારે ગગન નારંગે 10મી. એર રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. વિજય કુમારે 25મી. રેપિડ ફાયર પિસ્તોલમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. કુસ્તીમાં અમિત કુમાર ક્વાર્ટરફાઇનલ સુધી જ ટક્યા. યોગેશ્વર દત્તે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જયારે સુશીલ કુમારે પોતાની કારકિર્દીનો બીજો ઑલિમ્પિક્સ મેડલ અને ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. મૅરી કોમે બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. એટલું જ નહીં, ક્લોઝિંગ સેરેમની વખતે ભારતનો ત્રિરંગો પકડવાનો મોકો પણ તેમને જ મળ્યો. બેડમિન્ટનમાં સાનિયા નહેવાલને સિલ્વર મેડલ મળ્યો.
આ ઉપરાંત બેડમિન્ટનમાં પી.કશ્યપ ક્વાર્ટરફાઇનલ સુધી રમ્યા.બોક્સિંગમાં દેવેન્દ્રો સિંઘ અને વિજય સિંઘ ક્વાર્ટરફાઇનલ સુધી રમી શક્યા. હોકીની ટિમ 12માં ક્રમ પર રહી. એથ્લેટીક્સમાં વિકાસ ગૌડા ફાઇનલમાં 8માં ક્રમે રહ્યાં. મહિલા એથ્લેટીક્સ ટિંટુ લૂકા સેમિફાઇનલમાં 6માં ક્રમે રહ્યાં. ક્રિષ્ના પુનિયા પણ ફાઇનલમાં 6માં ક્રમે રહ્યાં. રોવિંગમાં સિંગલમાં સ્વર્ણ સિંઘ ફાઇનલમાં 16માં ક્રમે રહ્યાં,જયારે ડબલ્સમાં સંદીપ કુમાર અને મનજીત સિંઘની જોડી 19માં ક્રમે રહી. વેઇટલિફ્ટિંગમાં રવિ કુમાર 15માં ક્રમે રહ્યા અને મહિલા કેટેગરીમાં સોનિયા ચાનુ 7માં ક્રમે રહ્યાં. કુસ્તીમાં ગીતા ફોગટ ફાઇનલમાં 13માં ક્રમે રહ્યાં.
નોંધ : હમણાં અઠવાડિયા પહેલાં જ, યોગેશ્વર દત્ત 2012માં જેની સામે હાર્યા હતાં,તે પહેલવાન બેસિક કુદુહોવ ડોપિંગમાં દોષી જાહેર થતા,સિલ્વર મેડલ યોગેશ્વર દત્તના નામે થયો. અને હવે એવા પણ સમાચાર આવ્યા છે કે જેનો ગોલ્ડ મેડલ હતો તેનાં પર ડ્રગનાં સેવનનો કેસમાં દોષી જાહેર થતાં ગોલ્ડ મેડલ પણ યોગેશ્વર દત્તનાં નામે થઇ શકે છે.
Good work buddy….
Keep it ip…
Aaabhaar bhaai
અદભુત…☺